ગુજરાત

gujarat

જનોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો, 77 યૂનિટ બ્લડ કલેક્શન થયું

By

Published : Jul 22, 2020, 6:02 PM IST

લુણાવાડા કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 77 યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું હતું. એનેમિક સગર્ભા બહેનો અને થેલેસેમિયાના દર્દીઓને પણ જરૂર પડે તો આ સંગ્રહ કરેલા રક્તનો પ્રવાહ પહોંચાડી શકાય તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

 જનોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો, કેમ્પમાં 77 યુનિટ બ્લડ કલેક્શન થયુ
જનોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો, કેમ્પમાં 77 યુનિટ બ્લડ કલેક્શન થયુ

રક્તદાનએ શ્રેષ્ઠ મહાદાન

  • જનોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
  • કોરોના મહામારીના સમય વચ્ચે પણ આ રક્તદાન કેમ્પ જન ઉપયોગી બની રહેશે
  • કેમ્પમાં 77 યૂનિટ બ્લડ કલેક્શન થયું

મહીસાગરઃ લુણાવાડા કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ જિલ્લાની એનેમીક સગર્ભા મહિલાઓને તેમજ થેલેસેમિયાના દર્દીઓ સાથે કોરોનાના દર્દીઓને નિ:શુલ્ક ધોરણે અવિરત પણે રક્ત મળી રહે અને રક્તના અભાવે નિરોગી થવામાં અવરોધ ઉભો ન થાય તે માટે જનોડ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટર આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એસ.બી.શાહની રાહબરીમાં જનોડ PHC નાં મેડીકલ ઓફીસર ડૉ. દિપક વાટલીયા, તાલુકા હેલ્થ ઓફીસર ડૉ. જે.ટી.પરમાર અને રેડ ક્રોસ સોસાયટીના ડૉ. ચૌહાણ તેમજ આરોગ્ય ટીમ દ્વારા યોજવામાં આવેલા રક્તદાન કેમ્પમાં 77 જેટલા રકતદાતાઓએ પોતાના રક્તનું દાન કરીને કોરોના સામેની લડતમાં અનેરું યોગદાન આપી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં દાતાઓ જ્યારે કેમ્પના સ્થળે આવ્યા, ત્યારે તેમને થર્મલ ગનથી આરોગ્ય તપાસ કરી તેમના હાથ સાફ કરવા માટે હેન્ડવોશ તેમજ સેનીટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે સિનિયર મેડિકલ ઓફિસર બિરેન્દ્રસીંગે રક્તદાન કેમ્પમાં કોરોનાને ધ્યાને લઇ સાવચેતીના તમામ પગલા સુનિશ્ચિત કરવાની સાથે રક્તદાતાઓને બેડશીટ બદલવાની અને તમામ સામગ્રી જંતુ રહિત રહે તેનો સુચારુ આયોજન કર્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં 77 યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું હતું. રક્તદાનએ શ્રેષ્ઠ મહાદાન છે જે કોરોનાના દર્દી, એનેમિક સગર્ભા બહેનો અને થેલેસેમિયાના દર્દીઓને પણ જરૂર પડે તો આ સંગ્રહ કરેલા રક્તનો પ્રવાહ પહોંચાડી શકાય તે માટે કોરોના મહામારીના સમય વચ્ચે પણ આ રક્તદાન કેમ્પ જન ઉપયોગી બની રહેશે.

ABOUT THE AUTHOR

...view details