ગુજરાત

gujarat

મહીસાગરમાં ભાજપના કારોબારી અને તેમના પત્નીની અજાણ્યા ઇસમો દ્વારા હત્યા

By

Published : Aug 6, 2021, 12:38 PM IST

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ભાજપ કારોબારી સભ્ય અને તેમની પત્નીની હત્યા થઇ હતી. જેને લઇને ચર્ચાએ જોર પકડ્યું છે. આ ઘટનાની જાણ થાતા મહિસાગર જિલ્લા પોલસ વડા રાકેશભાઈ બારોટ તેમજ તાલુકા ધારાસભ્ય જીજ્ઞેશ ભાઈ સેવક તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયા તેમજ અન્ય સંગઠનના નાના મોટા નેતાઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

  • મૃતક ભાજપ પક્ષના કારોબારી સભ્ય હતા
  • ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ ઘટના સ્થળે
  • ગ્રામજનોએ વયોવૃદ્ધ દંપતીની હત્યા કારનારાને કડક સજાની માગ કરી

મહિસાગર: જિલ્લાના લુણાવાડા તાલુકાના જિલ્લા ભાજપ કારોબારી સભ્ય અને તેમની પત્નીની હત્યાથી જિલ્લામાં ભાજપના કાર્યકરોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. લુણાવાડા તાલુકાના કોઈ અજાણ્યા ઇસમો દ્વારા જિલ્લા ભાજપ કારોબારી સભ્ય અને તેમની પત્નિની હત્યા કરવામાં આવી છે.

મહીસાગર જિલ્લાના ભાજપના કારોબારી અને તેમના પત્નીની અજાણ્યા ઇસમો દ્વારા હત્યા

લુણાવાડામાં વયોવૃદ્ધ અને તેમની પત્નિની હત્યાની ઘટના

લુણાવાડા તાલુકાના 80 વર્ષનાં વયોવૃદ્ધ અને તેમની પત્નિની ગત રાત્રીના રોજ હત્યા થતા ગામમાં ભયનો માહોલ સાથે ચર્ચાએ જોર પકડ્યું છે. વયોવૃદ્ધ મૃતક સમાજના અગ્રણી અને ભાજપના કારોબારી સભ્ય હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં લુણાવાડા ધારાસભ્ય અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. આ ઘટનાં બનતા મહિસાગર જિલ્લા પોલસી વડા રાકેશભાઈ બારોટ તેમજ તાલુકા ધારાસભ્ય જીજ્ઞેશ ભાઈ સેવક તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયા તેમજ અન્ય સંગઠનના નાના મોટા નેતાઓ ત્યાં આવી પહોંચ્યા હતા.

આ પણ વાંચો:Murder in Rajkot: રાજકોટમાં પિતા-પૂત્ર વચ્ચે ઝઘડો થતા પૂત્રએ પિતાની હત્યા કરી

ગ્રામજનોએહત્યાની ઘટનાને વખોડી

સંગઠનના કાર્યકરો અને ગ્રામજનોએ આ ઘટનાને વખોડી કાઢી છે અને જે કોઈ પણ ઈસમો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. તેમને કડક સજા આપવા માગ કરી છે. જિલ્લા પોલીસ વડાને આ ઘટનાં અંગે ઝડપથી તપાસ કરવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પણ પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે મૃતક ભાજપ કારોબારી સભ્ય સ્વભાવે નીખાલસ અને એક સમાન્ય વ્યક્તિ હતા. જેઓને ગામ તેમજ ગામની બહાર પણ અન્ય વ્યક્તિઓ સાથે સંબંધ ખૂબ સારા હતો.

મહીસાગરમાં ભાજપના કારોબારી અને તેમના પત્નીની અજાણ્યા ઇસમો દ્વારા હત્યા

વયોવૃદ્ધ દંપતીની હત્યા

તેમજ તેઓ દ્વારા કોઈની સાથે મગજ મારી કે, બોલાચાલી જેવી કોઈ એવી ઘટના બની નથી ત્યારે પંચાલ સમજના અગ્રણી અને સારી નામના હોવાના કારણે ગામ તેમજ સમાજે આ કૃત્યને વખોડી નાખી જે કોઈ પણ આ વયોવૃદ્ધ દંપતીની હત્યા કરી છે. તેને કડક સજા મળે તેવી માગ કરી હતી.

આ પણ વાંચો:મેઢાળા ગામની સીમમાં માતા-પુત્રની હત્યા કરી આરોપીઓ ફરાર

પોલીસે ડોગ સ્કવોડ તેમજ FSL બોલાવી તપાસ હાથ ધરી

જિલ્લા પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ માટે ડોગ સ્કવોડ, ફિંગર પ્રિન્ટ ટીમ તેમજ FSL બોલાવી, અલગ-અલગ ટીમો બનાવી તેની તપાસ હાથ ધરી છે. તેમજ ગ્રામજનો સાથે ચર્ચા કરી પોતાની પ્રાથમિક તપાસ હાથ ધરેલી છે, ત્યારે આ ઘટનામાં પોલીસના હાથમાં શું તારણ બહાર આવે છે. તેતો તપાસના અંતમાં જ ખ્યાલ આવશે.

ABOUT THE AUTHOR

...view details