- મહિસાગર જિલ્લાના સવા 4.50 લાખ ઉપરાંત લોકોને નિ:શુલ્ક ઉકાળા વિતરણ કરાયું
- જિલ્લામાં 4,15,840 ડોઝ સંશમની વટી, 4,60,480 આયુર્વેદિક ઉકાળાનાં ડોઝનું વિતરણ
- હોમિયોપેથીક આર્સેનિક આલ્બમ-30નાં 2,43,370 ડોઝ લોકોને નિ:શુલ્ક વિતરણ
મહીસાગર: જિલ્લામાં ગામે ગામ કોરોના સામે સાવચેતી માટેના જન જાગૃતિ કાર્યક્રમને ઝુંબેશરૂપે આ સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં કોરોના ગાઈડ લાઈનના પાલનની સાથે જે-તે ગામના સરપંચ, ગામના સ્વયંસેવકોના સહયોગથી ઉકાળા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:પાટણમાં લાયન્સ ક્લબ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ
આયુર્વેદિક ઉકાળાનું થયું વિતરણ
લુણાવાડામાં કોવિડ કેર સેન્ટરમાં મેડિકલ ઓફિસર દ્વારા સંશમની વટી તેમજ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમગ્ર જિલ્લાના વિવિધ સ્થળોએ 4,15,840 ડોઝ સંશમની વટી તેમજ 4,60,480 આયુર્વેદિક ઉકાળાનાં ડોઝ પીવડાવવામાં આવ્યાં છે તથા હોમિયોપેથીક આર્સેનિક આલ્બમ-30નાં 2,43,370 ડોઝ લોકોને નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.
આયુર્વેદિક ઉકાળાનું થયું વિતરણ આ પણ વાંચો:પાટીદાર કિસાન સેના દ્વારા પાટણમાં આયુર્વેદ ઉકાળાનું વિતરણ
આયુર્વેદ ઉકાળા, સંશમની વટી, આર્સેનિક આલ્બમ-30નું વિતરણ
આયુર્વેદ અમૃતપેય ઉકાળા, સંશમની વટી તથા હોમિયોપેથી આર્સેનિક આલ્બમ-30નું સ્થળ ઉપર જઈને મહતમ લોકોને ઔષધિનો લાભ મળે તે હેતુથી વિનામૂલ્યે આ સેવા પુરી પાડવામાં આવી રહી છે. વિતરણની સંપુર્ણ કામગીરી મહિસાગર જિલ્લા આયુર્વેદ મેડિકલ ઓફિસર અને હોમિયોપેથી મેડિકલ ઓફિસરની ટીમ દ્વારા પુરી કરવામાં આવી છે.