- વિજ્યા દશમીના તહેવારનું અનેરું મહત્વ
- વિજ્યા દશમીના દિવસે વાહનોની ખરીદી પર કોરોનાનું ગ્રહણ
- વિજય દશમીએ વાહનોની પૂજા કરવાનું વિશેષ મહત્વ
મહીસાગર: વિજ્યાદશમીએ નવા વાહનો ખરીદવા બાઇકના શો રૂમ ઉપર ભારે ભીડ જામતી હોય છે. પ્રથમ નોરતાથી લઈને દશેરા સુધી લોકો વાહનો અને બાઈકની ખરીદી કરતા હોય છે. દશેરાએ નવા તેમજ જૂના વાહનો ખરીદવા સાથે વાહનોની પૂજા કરવાનું ચલણ હોય છે.
વિજ્યાદશમીના દિવસે વાહનોની ખરીદી
વિજ્યાદશમીએ નવા વાહનો ખરીદવા બાઇકોના શો રૂમ ઉપર ભારે ભીડ જામતી હોય છે. પ્રથમ નોરતાથી લઈને દશેરા સુધી લોકો વાહનો અને બાઈકની ખરીદી કરતા હોય છે. દશેરાએ નવા તેમજ જૂના વાહનો ખરીદવા સાથે વાહનોની પૂજા કરવાનું ચલણ હોય છે. પરંતુ કોરોના મહામારી વચ્ચે વાહનોની ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો હતો. નવા વાહનો સાથે જિલ્લાના બજારોમાં તેજી જોવા મળી હતી. ગત્ત વખત કરતાં આ વખતે લોકોની ભીડ 50 ટકા ઓછી જોવા મળી હતી. તેમજ ગત વર્ષ કરતાં આ વર્ષે લોકો વાહનોની 50 ટકા ખરીદી કરતા હોવાનો અંદાજ વાહનોના વિક્રેતાઓ જણાવી રહ્યા છે.
આ વર્ષે દશેરાના પર્વ પર બાઈકની ખરીદીમાં 50 ટકાનો ઘટાડો ધંધા-રોજગાર પર કોરોનાની અસર
કોરોનાની મહામારીના કારણે ધંધા-રોજગાર પડી ભાગ્યા છે. તેમજ લોકો પાસે પૈસા ન હોવાથી આ ધંધામાં 50 ટકા ઘટાડો નોંધાયો છે, ત્યારે શોરૂમના માલિકો અને ઓટોમોબાઇલ કંપનીઓએ ગ્રાહકોને આકર્ષવા ડિસ્કાઉન્ટ, ગીફ્ટ અને નવા બાઈકના મોડલ્સ મૂકયા હતા.