ગુજરાત

gujarat

G-20 Summit: G-20 સમિટના અનુસંધાને મિનીસ્ટ્રી ઓફ ટુરીઝમના અધિકારીઓએ તૈયારીની કરી સમીક્ષા

By

Published : Jan 18, 2023, 7:50 PM IST

G-20 Summit

જી-20 સમિટ અનુસંધાને ભારત સરકારના પ્રવાસન વિભાગની ટીમે કચ્છની મુલાકાત લઇને તૈયારીની સમીક્ષા કરી હતી. પ્રવાસન વિભાગની ટીમે ભુજ સ્મૃતિવન અને ધોળાવીરાની મુલાકાત લઈને ધોરડો ખાતે વહીવટીતંત્ર સાથે બેઠક યોજીને વ્યવસ્થા મુદે ચર્ચા કરી હતી.

કચ્છ: આગામી ફેબ્રુઆરીમાં જી-20ની સમિટ ધોરડો ખાતે યોજાવાની છે. જેને સંલગ્ન વિશ્વના 27 દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ તા. 7 થી 10 ફેબ્રુઆરી સુધી કચ્છમાં રોકાણ કરીને સમિટમાં ભાગ લેવા સાથે જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લેશે. જે અનુંસંધાને આજે ભારત સરકારના પ્રવાસન વિભાગના સેક્રેટરી સહિતની એક ટીમ કચ્છની મુલાકાત લઇને જી-૨૦ સમિટને લઇને થતી તૈયારીઓની સમીક્ષા કરી હતી.

ભારત સરકારના પ્રવાસન વિભાગની ટીમે કચ્છની મુલાકાતે

ભુજ ખાતે સ્મૃતિવનની મુલાકાત લઇને વિવિધ વિભાગો નિહાળ્યા:જી-20 સમિટના અનુસંધાને મિનીસ્ટ્રી ઓફ ટુરીઝમના સેક્રેટરી, અરવિંદસીંઘ, મિનીસ્ટ્રી ઓફ ટુરીઝમના ડાયરેકટર આર.ડી.વેંકેટશન, ડાયરેકટર જસવિંદર સીંધ, ડાયરેકટર રાધા કટયાલ નારંગ, જી-20સચિવાલયના ડેપ્યુટી સેક્રેટરી રાજીવ જૈન, ઓએસડી લેફ્ટનન્ટ કર્નલ ડબલ્યુ.ડી.સીંઘ આજે કચ્છની મુલાકાતે આવ્યા હતા. તેઓએ પ્રથમ ભુજ ખાતે સ્મૃતિવનની મુલાકાત લઇને વિવિધ વિભાગો નિહાળ્યા હતા.

આ પણ વાંચોBullet Train : નર્મદા નદી પર બુલેટ ટ્રેનનો સૌથી લાંબો બ્રિજ

કલેકટર દિલીપ રાણા સાથે ચર્ચા કરી:જી-20 પરિષદમાં ભાગ લેનાર દેશોના સભ્યો અહીંની મુલાકાત લેનાર હોવાથી પૂર્વ તૈયારી અંગે સમીક્ષા કરી હતી તેમજ વહીવટીતંત્ર સાથે આ મુદે ચર્ચા કરીને જરૂરી સુચના આપી હતી. આ બાદ કેન્દ્રીય ટીમે વિશ્વ વિરાસત ધોળાવીરાની મુલાકાત લઇને અહીંની વ્યવસ્થા તથા અન્ય સંબંધિત મામલે કલેકટર દિલીપ રાણા સાથે ચર્ચા કરી હતી. ઉપરાંત ધોરડો ખાતે વહીવટી તંત્ર સાથે બેઠક યોજીને જી-20 પરિષદની સમગ્ર તૈયારી મામલે બેઠક યોજીને જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી. ખુટતી કડીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આજની આ મુલાકાતમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પ્રાંત અધિકારી અતિરાગ ચપલોત પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોProperty Rights of Daughter in India: લગ્ન બાદ પણ દીકરીને મિલકતમાં હક મળે કે નહીં?, જાણો શું કહે છે કાયદો

કચ્છ વૈશ્વિક ફલક પર ચમકશે:આગામી ફેબ્રુઆરી મહિનામાં વિશ્વવિખ્યાત કચ્છના સફેદ રણમાં 20 દેશોની આંતરાષ્ટ્રીય G20 સમીટ યોજાશે જેથી ફરી એકવખત કચ્છ વિશ્વફલક પર ચમકશે. આવતા ડિસેમ્બર મહિનાથી એક વર્ષ માટે ભારતને G20 નું અધ્યક્ષપદ મળશે. જી-20ના સ્થાપક સભ્ય તરીકે તેના વિકાસમાં ભારતનો બહુ મોટો ફાળો રહેલો છે. જેમાં, વૈશ્વિક મહત્વના એવા મુદ્દાઓ કે જે વિશ્વના લોકોને અસર કરે છે તેનો સમાવેશ થાય છે.આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાંસ, જર્મની, ઈન્ડિયા, ઈન્ડોનેશિયા, ઈટલી, જાપાન, રિપલ્બિક ઓફ કોરિયા, મેક્સિકો,રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુકે, અમેરિકા અને યુરોપિયન યુનિયનનો જી-20માં સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details