ગુજરાત

gujarat

Kutch News : સતત બીજા દિવસે જખૌ દરિયાકાંઠે ઝડપાયો કેફી દ્રવ્યોનો જથ્થો, બીએસએફનું સર્ચ ઓપરેશન સફળ

By

Published : Aug 14, 2023, 7:19 PM IST

કચ્છ બીએસએફ જવાનોએ આજે સોમવારે જખૌના દરિયા કિનારેથી ચરસના 10 પેકેટ અને હેરોઈનનું 1 પેકેટ કબજે કર્યું છે. બીએસએફના સ્વતંત્રતા પર્વને લઇને તકેદારીના ભાગરુપે વિશેષ સર્ચ ઑપરેશનમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.

Kutch News : સતત બીજા દિવસે જખૌ દરિયાકાંઠે ઝડપાયો કેફી દ્રવ્યોનો જથ્થો, બીએસએફનું સર્ચ ઓપરેશન સફળ
Kutch News : સતત બીજા દિવસે જખૌ દરિયાકાંઠે ઝડપાયો કેફી દ્રવ્યોનો જથ્થો, બીએસએફનું સર્ચ ઓપરેશન સફળ

કચ્છ : આવતીકાલે સ્વતંત્રતા દિવસ છે ત્યારે આજે ફરી બીએસએફના જવાનોને કચ્છની દરિયાઈ સીમામાંથી કેસે દ્રવ્યોનો જથ્થો મળી આવ્યો છે. આજે બીએસએફના જવાનોને એક વિશેષ સર્ચ ઑપરેશનમાં જખૌ કિનારેથી લગભગ 11 કિમી દૂર નિર્જન કુંડી બેટ પરથી ચરસના 10 પેકેટ અને હેરોઇનનો 1 મળી આવ્યો છે. આ તમામ પેકેટ એક કિલો વજનના છે. બીએસએફ દ્વારા લેબ ચકાસણી સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કુંડી બેટથી ચરસ અને હેરોઇન બેય જપ્ત : કચ્છની દરિયાઇ સીમામાંથી અવારનવાર કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવતો હોય છે. ત્યારે સતત બીજા દિવસે ચરસનો જથ્થો ઝડપી લેવાયો છે. બીએસએફના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન દરિયાઈ મોજામાં ધોવાઈ ગયેલ પીળા રંગની પ્લાસ્ટિક બેગમાંથી આશરે 01 કિલો વજનના શંકાસ્પદ માદક દ્રવ્યોના 10 પેકેટો જપ્ત કર્યા હતાં. જે ચરસના હોવાનું સામે આવ્યું હતું. 10 પેકેટો એક સાથે પેક કરવામાં આવ્યા હતા અને દરેક પર ડાર્ક સુપ્રીમો બ્લેક કોફી પ્રિન્ટ કરવામાં આવેલ છે. ચરસના પેકેટની આંતરરાષ્ટ્રીય બજાર હજી સુધી જાહેર કરવામાં આવી નથી.

દરિયાઈ મોજામાં માદક દ્રવ્યો આવી પહોંચે છે : જે સ્થળેથી ચરસના 10 પેકેટ મળી આવ્યા છે ત્યાંથી થોડાક મીટરના અંતરે સફેદ રંગના પ્લાસ્ટિકના કોથળામાંથી એક હેરોઇનનું પેકેટ પણ બીએસએફના જવાનોએ જપ્ત કર્યું છે. ઉલ્લેખનીય છે કે કચ્છના દરિયાઈ વિસ્તારમાં પાકિસ્તાનથી માદક દ્રવ્યનો જથ્થો દરિયાઈ મોજામાં ધોવાઈને પહોંચી આવતા હોય છે.

સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને BSF હાઈ એલર્ટ : ઉલ્લેખનીય છે કે 15 એપ્રિલ 2023થી અત્યાર સુધીમાં જખૌના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 50 પેકેટ મળી આવ્યા છે. જ્યારે હેરોઇનના 9 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. આવતી કાલે સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને BSF ગુજરાત તેની જવાબદારીના ક્ષેત્રમાં હાઈ એલર્ટ પર છે. બીએસએફ દ્વારા જખૌ તટના વિવિધ વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

  1. Kutch News: BSFને જખૌના ખિદરત બેટ પરથી ચરસના 10 પેકેટ મળી આવ્યા, BSF હાઈ એલર્ટ પર
  2. Surat Crime: પ્રતિબંધિત 5 કરોડ રૂપિયાનું ડ્રગ પકડી પાડ્યું, 9 પેકેટ મળી આવતા ખળભળાટ
  3. Pak Drug Smuggling : BSFએ શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન સાથે માદકદ્રવ્યોનાં બે પેકેટ કબજે કર્યા

ABOUT THE AUTHOR

...view details