ગુજરાત

gujarat

કચ્છમાં રાજ્યના નામી કલાકારોએ બોલાવીએ ડાયરાની રમઝટ, કોરોના ગાઈડલાઈન મુકી નેવે

By

Published : Jun 23, 2021, 11:29 AM IST

Updated : Jun 23, 2021, 1:03 PM IST

xx

કચ્છના રેલડી નજીકના એક ફાર્મમાં ડાયરામાં 250થી વધુ લોકોની હાજરીમાં ગીતા રબારી,નિલેશ ગઢવી,લક્ષ્મણ બારોટ સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી જેમાં કોવિડ નિયમોના ધજાગરા ઉડ્યા હતા.

  • 250થી વધુ લોકોની હાજરીમાં ડાયરો યોજાયો
  • રસીનો વિવાદ હજુ તાજો છે ત્યાં ફરી ગીતાબેન રબારી વિવાદમાં
  • કલાકારો અને લોકો દ્વારા વિડિયો શેર કરાયો


કચ્છ:ગુજરાતમાં કોરોના મહામારી(Corona Pandemic) ના સમયમાં અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમા નિયમોને નેવે મુકી મુકીને માત્ર પૈસાની લાલચે ડાયરા, ખાનગી કાર્યક્રમો યોજાયા હતા જેને કારણે ગીતાબેન રબારી(Geeta Rabari) ફરી ચર્ચામાં રહ્યા હતા. તાજેતરમાં તેમણે ઘરમાં જ રસી લઇ વિવાદ સર્જાયો હતો પરંતુ કાર્યવાહીના નામે તંત્ર દ્વારા માટે ઠપકો જ અપાયો હતો. આ ઘટના હજી તાજી જ હતી કે ત્યાં સામે આવ્યું છે કે રેલડી નજીકના એક ફાર્મમાં ડાયરામાં 250થી વધુ લોકોની હાજરીમાં ગીતાબેન રબારી(Geeta Rabari), નિલેશ ગઢવી(Nilesh Ghadvi),લક્ષ્મણ બારોટ(Lakhsman Barot) સહિતના કલાકારોએ ડાયરાની સવારના 4 વાગ્યા સુધી રમઝટ બોલાવી હતી.

ડાયરાનું જીવંત પ્રસારણ

કલાકારો પૈસા માટે મહામારી ભુલીને પણ ડાયરો યોજી રહ્યા છે. મંગળવાર આવો જ એક ડાયરો ચર્ચાસ્પદ એવા રેલડી ફાર્મમાં યોજાયો હતો જેમાં ગીતાબેન રબારી, નિલેશ ગઢવી,લક્ષ્મણ બારોટ સહિતના કલાકરો ઉપસ્થિત રહ્યા હતા. ડાયરા માટે કોઇપણ જાતની મંજુરી વગર 250થી વધુ લોકોએ ડાયરાની રમઝટ માનવામાં આવી હતી તો કલાકારો દ્વારા તેનુ સોશિયલ મીડિયામાં લાઇવ પ્રસારણ પણ કરાયુ તો વળી ડાયરો માણવા આવેલા વ્યક્તિઓએ પણ ડાયરાનુ જીંવત પ્રસારણ પણ કર્યુ હતું.

કચ્છમાં રાજ્યના નામી કલાકારોએ બોલાવીએ ડાયરાની રમઝટ, કોરોના ગાઈડલાઈન મુકી નેવે

આ પણ વાંચો :માણાવદમાં યોજાયેલા લોક ડાયરામાં કોવિડ ગાઈડલાઈનનો ભંગ, સાંસદ રમેશ ધડુક રહ્યા હતા હાજર

કચ્છ બહારના લોકો પણ સામેલ

મંગળવારે રેલડી સ્થિત ફાર્મ હાઉસ ખાતે વિંઝાણ મામોટીયા પરિવારના ધાર્મીક પ્રસંગે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી ભીડ વચ્ચે 3 ખ્યાતનામ કલાકારો અને વાજીત્રોએ ડાયરો કર્યો હતો. આ ડાયરામાં રાજકીય લોકો તથા કચ્છ બહારના લોકો પણ ડાયરામા સામેલ હતા.

આ પણ વાંચો : થરાદમાં ગીતા રબારીના ડાયરાનો વિવાદઃ આયોજકની ધરપકડ, ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ

રાજકિય બળોને કારણે નિયમોના ભંગ

કલાકારો સરકારની ગાઇડલાઇનનો ભંગ કરી લોકોના જીવ જોખમમાં મુકી રહ્યા છે તો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી અને રાજકીય બળના જોરે આવા કલાકારો અવારનવાર નિયમોનો ભંગ કરી રહ્યા છે ત્યારે તંત્ર અને પોલિસ દ્વારા આવા કલાકારો સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

Last Updated :Jun 23, 2021, 1:03 PM IST

ABOUT THE AUTHOR

...view details