ગુજરાત

gujarat

G20 Summit India : કચ્છના ધોરડો ખાતે 7થી 10 ફેબ્રુઆરી સુધી G 20 Summit, તૈયારીઓની કરાઈ સમીક્ષા

By

Published : Jan 26, 2023, 6:15 PM IST

કચ્છના ધોરડો ખાતે 7થી 10 ફેબ્રુઆરી સુધી જી-20ની આંતરરાષ્ટ્રીય પરિષદ
કચ્છના ધોરડો ખાતે 7થી 10 ફેબ્રુઆરી સુધી જી-20ની આંતરરાષ્ટ્રીય પરિષદ

કચ્છના ધોરડો ખાતે 7થી 10 ફેબ્રુઆરી સુધી જી-20ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાવા જઈ રહી છે. જેને સંલગ્ન વિશ્વના 27 દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ હાજર રહેશે. નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે જી-20ની સમિટને લઈને ધોરડો અને ધોળાવીરામાં પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી. અને જરૂરી ચર્ચા કરીને સંબંધિત વિભાગોને સુચનો કર્યા હતા.

કચ્છ:આગામી ફેબ્રુઆરી મહિનામાં કચ્છના ધોરડો ખાતે જી-20ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાવા જઈ રહી છે. જેને સંલગ્ન વિશ્વના 27 દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ તારીખ 7થી 10 ફેબ્રુઆરી સુધી કચ્છમાં રોકાણ કરીને સમિટમાં ભાગ લેવા સાથે જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લેશે.

વિશ્વના 27 દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ હાજર રહેશે

જી-20ની સમિટને લઈને તૈયારીઓની સમીક્ષા:જી-20ની સમિટને લઈને નાણા વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે ધોરડો અને ધોળાવીરામાં પૂર્વ તૈયારીની સમીક્ષા કરી હતી. આ મુલાકાતમાં તેમણે ભુજ - ખાવડા તથા ધોળાવીરા માર્ગનું કામ ઝડપથી પૂર્ણ કરવા સુચના આપી હતી. આ સાથે ભુજ શહેર તથા ટેન્ટ સિટી ખાતે સ્વચ્છતા, પાણી તથા અન્ય પ્રાથમિક સુવિધા, પોલીસ બંદોબસ્ત તેમજ સભ્યો સંબંધિત અન્ય સુવિધાઓ મુદે કલેકટર દિલીપ રાણા સાથે જરૂરી ચર્ચા કરીને સંબંધિત વિભાગોને સુચન કર્યા હતા.

જી-20ની સમિટને લઈને તૈયારીઓની સમીક્ષા

આ પણ વાંચો:સફેદ રણમાં આંતરરાષ્ટ્રીય સમિટ, 29 રાષ્ટ્રના પ્રતિનિધિ કચ્છની મુલાકાતે

જી-20 બેઠક અંગે ચર્ચા: ધોળાવીરા ખાતે વિવિધ એજન્સી, પુરાતત્વ વિભાગ તેમજ વહીવટી તંત્ર સાથે જી-20 બેઠક અંગે ચર્ચા કરીને જરૂરી સુચના આપી હતી. આ મુલાકાત દરમિયાન પ્રવાસન વિભાગના સચિવ હારીત શુકલા, પ્રવાસન નિગમના એમડી આલોક પાંડે તથા અન્ય સંબંધિત વિભાગના કર્મચારીઓ સાથે રહ્યા હતા. મહ્ત્વનું એ છે કે, 27 ડેલીગેટ્સની સાથે સરકારના ઉચ્ચ અધિકારીઓના આંટાફેરા ભુજ એરપોર્ટ પર વધી જશે જેથી પરિવહનની દ્રષ્ટિએ ભુજ હવાઈમથકનું મહત્વ વધી જતા તેનું બ્યુટીફીકેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ધોળાવીરા ખાતે વિવિધ એજન્સી, પુરાતત્વ વિભાગ તેમજ વહીવટી તંત્ર સાથે જી-20 બેઠક અંગે ચર્ચા

આ પણ વાંચો:G20 summit in India: ગાંધીનગર ખાતે 22થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાશે ઇન્સેપ્શન મીટિંગ

કચ્છનું જીયો હેરિટેજ રજૂ કરાશે:આગામી 8 થી 10 ફેબ્રુઆરી દરમ્યાન સફેદ રણ ધોરડો ખાતે પ્રવાસન વિષય પર પરિષદ યોજાવાની છે. તેમાં કચ્છની કલા સંસ્કૃતિને 20 દેશના પ્રતિનિધિઓ સમક્ષ રજુ કરવામાં આવશે. તમામ વિદેશી ડેલીગેટ્સ ખાસ ચાર્ટડ વિમાન મારફતે ભુજ એરપોર્ટ પહોંચશે અને રોડમાર્ગે ધોરડો જવાના છે ત્યારે હાલમાં નવો રોડ પણ બનાવવામાં આવી રહ્યો છે. આ સમિટમાં પ્રવાસન વિષય પર ચર્ચા કરવામાં આવશે. કચ્છમાં જીયો ટૂરિઝમ વિકસાવવા માટે દુનિયાના 20 દેશોના પ્રતિનિધિઓ સમક્ષ કચ્છનું જીયો હેરિટેજ રજૂ કરવામાં આવશે.

કચ્છનું જીયો હેરિટેજ રજૂ કરાશે

ABOUT THE AUTHOR

...view details