ગુજરાત

gujarat

BSF એ હરામીનાળામાંથી પાકિસ્તાની બોટ જપ્ત કરી, માછીમારો ફરાર

By

Published : Oct 4, 2022, 2:30 PM IST

કચ્છના હરામીનાળાના (Harami Nala of Kutch) વિસ્તારમાંથી પાકિસ્તાનથી દરિયાઈ સીમા મારફતે ભારતના જળ વિસ્તારમાં માછીમારી માટે આવેલી 1 પાકિસ્તાની બોટ જપ્ત કરાઇ છે. બીએસએફના જવાનો દ્વારા હજી પણ સઘન શોધખોળ ચાલુ છે.

BSF દ્વારા હરામીનાળા વિસ્તારમાંથી 1 પાકિસ્તાની બોટ જપ્ત કરાઈ, માછીમારો નાસી છૂટવામાં સફળ
BSF દ્વારા હરામીનાળા વિસ્તારમાંથી 1 પાકિસ્તાની બોટ જપ્ત કરાઈ, માછીમારો નાસી છૂટવામાં સફળ

કચ્છસીમા સુરક્ષા દળ દ્વારા કચ્છનાહરામીનાળાના (Harami Nala of Kutch) વિસ્તારમાંથી પાકિસ્તાનથી દરિયાઈ સીમા મારફતે ભારતના જળ વિસ્તારમાં માછીમારી માટે આવેલી 1 પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી છે જોકે માછીમારો બોટ છોડીને ભાગી ગયા હતા.

ફિશિંગ બોટ જપ્તઃBSF ભુજની(BSF of kutch) એમ્બુશ પાર્ટીએ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક હરામીનાળા વિસ્તારમાં કેટલીક પાકિસ્તાની માછીમારી(Pakistan fishermen) બોટ અને માછીમારોની હિલચાલનું અવલોકન કર્યું હતું. પેટ્રોલિંગ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને હરામી નાલા વિસ્તારમાંથી 1 પાકિસ્તાની ફિશિંગ બોટને જપ્ત કરી હતી.

પાકિસ્તાન તરફ પલાયન બીએસએફની ટીમને(BSF of kutch) પોતાની તરફ આવતી જોઈ માછીમારો બોટ છોડીને પાણીમાં કૂદી પાકિસ્તાન તરફ ગયા હતા.ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની માછીમારો માછલીની લાલચમાં અનેક વાર ભારતની સીમામાં આવી જતા હોય છે.

સઘન તપાસશરૂઃ બોટમાંથી કંઈ પણ શંકાસ્પદ નથી મળી આવ્યું જપ્ત કરાયેલ બોટની સઘન તપાસ કરવામાં આવી હતી અને બોટમાંથી માછીમારીની જાળ અને માછીમારીના સાધનો અને માછલીઓ સિવાય કશું જ શંકાસ્પદ મળ્યું ન હતું. આ વિસ્તારમાં બીએસએફના જવાનો દ્વારા હજી પણ સઘન શોધખોળ ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details