ગુજરાત

gujarat

પૂર્વ કચ્છના વિસ્તારમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

By

Published : Sep 19, 2021, 12:53 PM IST

પૂર્વ કચ્છના વિસ્તારમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છ જિલ્લામાં આજે સવારના સમયગાળા દરમિયાન પૂર્વ કચ્છના વિસ્તારોમાં લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો.આજે 8:38 વાગ્યાના અરસામાં 3.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આંચકાનું કેંદ્ર બિંદુ દુધઈથી 26 કિલોમીટર દૂર નોંધાયું છે

  • કચ્છમાં ભુકંપના આંચકાઓનો સિલસિલો યથાવત
  • સવારે 8:38 વાગ્યે 3.1ની તીવ્રતાનો આંચકો નોંધાયો
  • દુધઈથી 26 કિલોમીટર દૂર ભુકંપનું કેન્દ્રબિંદુ

કચ્છ: જિલ્લામાં 2001ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા આફટરશોકનો સિલસિલો આજ દિન સુધી અવિરત રહ્યો છે. આજે(રવિવાર) સવારના સમયે 8:38 કલાકે 3.1ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ પંથક ભચાઉ, રાપર અને સુવઈ સુધી ધરા ધ્રુજી ઊઠી હતી. ભુકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 26 કિમી દૂર નોર્થ નોર્થ ઈસ્ટમાં નોંધાયું હતું.

આ પણ વાંચો : Bigg Boss OTT: દિવ્યા અગ્રવાલે શો જીત્યો અને 25 લાખ રૂપિયાની ઇનામી રકમ પણ જીતી

3.1ની તીવ્રતાના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી

સવારના 8:38 વાગ્યાના સમયગાળા દરમિયાન રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતાના નોંધાયેલ આંચકાથી દુધઈથી 26 કિલોમીટર દૂરના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો અને 3.1ની તીવ્રતાનો હોવાથી લોકોમાં થોડો ગભરાટ ફેલાયો હતો.

ABOUT THE AUTHOR

...view details