ગુજરાત

gujarat

Earthquake In Kutch : વરસાદી માહોલ વચ્ચે 3.2ની તીવ્રતાનો ભૂકંપ

By

Published : Sep 30, 2021, 9:26 AM IST

કચ્છની ધરા ધ્રુજી, વરસાદી માહોલ વચ્ચે 3.2ની તીવ્રતાનો ભૂકંપ
કચ્છની ધરા ધ્રુજી, વરસાદી માહોલ વચ્ચે 3.2ની તીવ્રતાનો ભૂકંપ

કચ્છ જિલ્લામાં આજે સવારના સમયગાળા દરમિયાન પૂર્વ કચ્છના વિસ્તારોમાં લોકોએ વરસાદી માહોલ વચ્ચે ભૂકંપના (Earthquake) આંચકાનો અનુભવ કર્યો હતો.આજે સવારે 5:30 વાગ્યાના અરસામાં 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આંચકાનું કેંદ્ર બિંદુ રાપરથી 22 કિલોમીટર દૂર નોંધાયું છે.

  • કચ્છમાં આજે વરસાદી માહોલ વચ્ચે વસુંધરા ડગમગી
  • સવારે 5:30 વાગ્યે 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો
  • રાપરથી 22 કિલોમીટર દૂર ભુકંપનું કેન્દ્રબિંદુ

કચ્છઃ કચ્છમાં 2001ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા આફટરશોકનો સિલસિલો આજ દિન સુધી હજી અવિરત છે. આજે સવારના સમયે 5:30 કલાકે 3.2ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના વાગડ પંથક ભચાઉ, રાપર અને સુવઈ સુધી અચલા ધ્રુજી ઊઠી હતી. ભુકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિમી દૂર વેસ્ટ સાઉથ વેસ્ટ નોંધાયું હતું.

3.2ની તીવ્રતાના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી
સવારના 5:30 વાગ્યાના સમયગાળા દરમિયાન રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતાના નોંધાયેલ આંચકાથી રાપરથી 22 કિલોમીટર દૂરના વિસ્તારોમાં આંચકો અનુભવાયો હતો અને લોકો ઊંઘમાંથી સફાળા જાગ્યા હતા.ઉપરાંત મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો હતો અને તે વચ્ચે 3.2 ની તીવ્રતાનો આંચકો નોંધાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

લોકોમાં ધરા ધ્રુજતા ફાળ પડી
લોકોમાં હજી 2001નો ભૂકંપનો ભુલાતો નથી અને કચ્છની ધરતી પર અવારનવાર ફાળ પાડે છે. વરસાદી માહોલ વચ્ચે કચ્છની અચલા ડગમગતા લોકામાં ફાળ પડી હતી. ઉપરાંત મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો હતો.

આ પણ વાંચોઃ ભૂકંપના ઝટકાઓથી ગભરાશો નહીં, જાણો શું કહે છે નિષ્ણાત

આ પણ વાંચોઃ દિલ્હી હાઈ કોર્ટનો સવાલ, ભૂંકપ દિશા નિર્દેશોનું પાલન ન કરતી ઇમારતો વિરુદ્ધ શું કાર્યવાહી કરાઇ

ABOUT THE AUTHOR

...view details