ગુજરાત

gujarat

ખેડામાં તલાટી અને મહિલા સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા

By

Published : Jul 13, 2021, 10:32 AM IST

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રોહિસ્સા ગામના તલાટી અને મહિલા સરપંચના પતિને રૂપિયા 10 હજારની લાંચ (Bribe) લેતા ખેડા ACB દ્વારા રંગે હાથ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બન્નેએ પેઢીનામા બાબતે એફીડેવિટ (Affidavit) તથા ડીક્લેરેશન તૈયાર કરવા bribeની માંગણી કરી હતી.

તલાટી અને મહિલા સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા
તલાટી અને મહિલા સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા

  • તલાટી અને સરપંચના પતિ રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપાયા
  • પેઢીનામા બાબતે Affidavit તથા ડિક્લેરેશન તૈયાર કરવા લાંચની માંગણી
  • ACBએ છટકું ગોઠવી લાંચ લેતા રંગે હાથ ઝડપ્યા

ખેડા :મહેમદાવાદ તાલુકાના રોહિસ્સા ગામના તલાટી વિનોદભાઈ ઉર્ફે વિનુભાઈ ચૌહાણ અને મહિલા સરપંચના પતિ રમેશભાઈ પરમારને ખેડા ACB દ્વારા bribe લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

ભાઇનું મરણ થઇ ગયું હોવાથી જમીનની ખાતાવહીમાંથી નામ કમી કરાવવાનું હતું

ફરિયાદીની ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રોહિસ્સા ગામ ખાતે બ્લોક સર્વે નં-172, 173 વાળી જમીન તેઓના પરિવારના 4 સભ્યોના નામે આવેલી છે. જેમાંથી ફરિયાદીના ભાઇ સને-2016માં મરણ થઇ ગયેલું હોવાથી તેઓનું નામ ગામ નમુના નંબર 7/12 તથા જમીનની ખાતાવહી 8-અમાંથી કમી કરાવવાનું હતું.

તલાટી અને મહિલા સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા
તલાટી અને મહિલા સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા

આ પણ વાંચો : રાજીનામું પાછુ ખેંચવા માટે માંગરોળમાં મહિલા શિક્ષિકા પાસે માંગવામાં આવ્યા 4 લાખ

પેઢીનામાની કાર્યવાહી ન કરી ફરિયાદીને વારંવાર ધક્કા ખવડાવતા

તેની માટે પેઢીનામું કરવાનુ હોવાથી મામલતદાર કચેરી મહેમદાવાદ ખાતે પેઢીનામા બાબતે જરૂરી એફીડેવીટ તથા ડીકલરેશન તૈયાર કરીને તલાટી વિનોદને જે તે વખતે આપેલું હતું. તેમ છતાં પેઢીનામાની કોઇ કાર્યવાહી ન કરી ફરિયાદીને વારંવાર ધક્કા ખવડાવતા હતા. તેમજ સરપંચના પતિ રમેશ પરમારને મળી લેવાનું જણાવ્યું હતું.

રૂપિયા 30 હજારની લાંચ માંગી હતી

ફરિયાદી રમેશ પરમારને મળતાં રૂપિયા 30 હજારની bribeની માંગણી કરી હતી. જે પૈકી બન્ને આરોપીએ ફરિયાદી પાસેથી લાંચ પેટે રૂપિયા 10 હજાર અગાઉ લઇ લીધા હતા. બાકીના રૂપિયા 20 હજાર બાબતે બન્ને આરોપીએ અવાર-નવાર ઉઘરાણી કરતા ફરિયાદીએ વિનંતી તથા રકજક કરતાં રૂપિયા 10 હજાર bribe પેટે આપી જવાનું જણાવ્યું હતું. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાતી ACBનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.

આ પણ વાંચો : ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે 15 લાખ રૂપિયાની લાંચ માંગતા નોંધાઈ ફરિયાદ

ACBએ છટકું ગોઠવી bribe લેતા રંગે હાથ ઝડપ્યા

ફરિયાદના આધારે ACBએ bribeનું છટકું ગોઠવતાં તલાટી વિનોદએ ફરિયાદીને Bribeની રકમ રમેશને આપી દેવાનું ટેલિફોનમાં જણાવ્યુ હતું. ફરિયાદીએ bribeની રકમ રમેશને આપતા પંચ રૂબરૂ bribeની રકમ સ્વીકારતા પકડાઇ ગયા હતા. તેમજ વિનોદએ પંચ રૂબરૂ Bribeની રકમ બાબતે ટેલિફોનિક સંમતિ આપી તપાસ દરમિયાન પકડાઈ જતાં બન્ને વિરૂદ્ધ ACBએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details