ગુજરાત

gujarat

Accident news : નડીયાદ પાસે ST બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત, 1નું મોત, 8ને ઈજા

By

Published : Jun 19, 2021, 10:23 PM IST

Kheda Breaking News
Kheda Breaking News

ખેડા જિલ્લાના નડિયાદ નજીક નેશનલ હાઈવેે નંબર 8 પર ST બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસ ડ્રાઈવરના મોત સાથે 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

  • નેશનલ હાઈવે નંબર 8 પરની ઘટના
  • ST બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત
  • બસના ડ્રાઇવરનું મોત, 8 પેસેન્જરને ઈજા

ખેડા : નડિયાદ નજીક નેશનલ હાઈવે નંબર 8 પર ST બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસના ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. જ્યારે અન્ય 8 વ્યક્તિઓને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

નડિયાદ નજીક એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો

આ પણ વાંચો :Sexual Harassment Case Jamnagar: કોણ છે મુખ્ય સુત્રધાર ?, જાણો...

ST બસ મોરબીથી મંડોર જતા નડિયાદ આવી રહી હતી

નડિયાદ નજીક નેશનલ હાઈવે નંબર 8 પર ST બસ મોરબીથી મંડોર જતા નડિયાદ આવી રહી હતી. જે દરમ્યાન ડમ્પર પાછળ બસ ધડાકાભેર અથડાઈ હતી. જેથી અકસ્માત સર્જાયો હતો.

નડીયાદ પાસે ST બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત

આ પણ વાંચો : pothole Problem: વલસાડ કૈલાસ રોડ ઔરંગા બ્રિજ ઉપર પડેલા ખાડાને કારણે ટેમ્પો ખોટકાયો, ટ્રાફિક જામ

તમામને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

અકસ્માતમાં બસના ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે બસના કંડક્ટર સહિત બસના કેબીન નજીક આવેલી સીટ પર બેઠેલા 8 જેટલા પ્રવાસીઓને ઈજાઓ પહોંચી હતી. જે તમામને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં નડિયાદ રૂરલ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details