ગુજરાત

gujarat

પ્રવાસી માટે બંધ થઈ રહ્યા છે ગીર સફારી પાર્કના દરવાજા, જાણો ક્યારે થશે ફરી કાર્યરત

By

Published : Jun 15, 2022, 6:05 PM IST

પ્રવાસી માટે બંધ થઈ રહ્યા છે ગીર સફારી પાર્કના દરવાજા, જાણો ક્યારે થશે ફરી કાર્યરત

16મી જૂનથી 15મી ઓક્ટોબર સુધી સાસણ ગીર સફારી પાર્ક તમામ પ્રકારની પ્રવાસન ગતિવિધિ (Sasan Safari Park closed)માટે બંધ કરાયું છે. આ સમય દરમિયાન સાસણ નજીક આવેલા દેવળિયા સફારી પાર્ક અને ધારી નજીક આવેલ આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓ બુધવારને બાદ કરતા તમામ દિવસો દરમિયાન સિંહ દર્શનનો આનંદ ઉઠાવી શકશે.

જૂનાગઢઃ આજથી સાસણ ગીર સફારી પાર્ક બંધ( Gir Sasan Safari Closed)થઈ રહ્યું છે. ચોમાસાના ચાર મહિના અને આ સમય દરમિયાન સિંહ-દીપડા સહિત ગીર જંગલ વિસ્તારમાં વસતા અંદાજિત 338 કરતા વધુ પશુ-પક્ષીઓના સંવવનને કારણે સાસણ સફારી પાર્ક 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી (Sasan Safari Park closed)બંધ થયું છે. આ સમય દરમિયાન દેવળીયા અને આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે.

ગીર સફારી

આ પણ વાંચોઃસાસણમાં સિંહ દર્શન માટે આવતા ફોટોગ્રાફરો માટે વિશેષ વ્યવસ્થા, જીપ્સીના આગળના કાચ દૂર કરવાનો નિર્ણય

ચાર મહિના માટે સાસણ ગીર સફારી પાર્ક થયું બંધ -આજે સાસણ ગીર સફારી પાર્કમાં પ્રવાસીઓ અંતિમ વખત સિંહ દર્શનનો લહાવો મેળવી શકશે, ત્યાર બાદ સિંહ દર્શન માટે 16 ઓકટોબર સુધી પ્રવાસીઓને રાહ જોવી પડશે. આ સમય દરમિયાન સાસણ નજીક આવેલા દેવળિયા સફારી પાર્ક અને ધારી નજીક આવેલ આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓ બુધવારને બાદ કરતા તમામ દિવસો દરમિયાન સિંહ દર્શનનો આનંદ ઉઠાવી શકશે. અભયારણ્યના નિયમો ચોમાસાની ઋતુ અને જંગલમાં વહેતી નદીઓ તેમજ અભયારણ્ય વિસ્તાર સિંહ-દીપડા સહિત 338 કરતાં વધુ જાતના પશુ પક્ષીઓનો આ સમય દરમિયાન સંવવન કાળ જોવા મળે છે જેના કારણે પણ સફારી પાર્ક આગામી ચાર મહિના સુધી બંધ રાખવામાં આવશે.

આ પણ વાંચોઃપાછલા પાંચ વર્ષોમાં 25 લાખ કરતાં વધુ યાત્રિકોએ સાસણ અને અન્ય સફારી પાર્કની લીધી મુલાકાત

કોરોના કાળ બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓએ કર્યા સિંહ દર્શન -પાટલા બે વર્ષ દરમિયાન કરુણા સંક્રમણને કારણે ગિફ્ટ સહિત દેવળીયા અને આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓને હાજી ખુબ જુજ પ્રમાણમાં જોવા મળતી હતી. ગત વર્ષે જે પ્રકારે કોરોનાનું સંક્રમણ સતત ત્યારબાદ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ખૂબ જ નોંધપાત્ર વધારો થયો છે. 9 મહિનાના સમયગાળા દરમિયાન સાસણ ગીર સફારી પાર્કમાં અંદાજિત પાંચ લાખ કરતા વધુ પ્રવાસીઓએ સિંહ દર્શનનો લાભ મેળવ્યો છે. ગિરનાર વિસ્તારમાં પ્રવાસીઓ કુદરતને જાણી અને એકદમ નજીકથી નિહાળી શકે તે માટે ગિરનાર નેચર સફારીની શરૂઆત થઈ છે જે પણ આગામી ચાર મહિના વરસાદ અને સિંહોના સંવર્ધન કાળને કારણે બંધ રાખવામાં આવી છે ગિરનારની પરિક્રમાના પંદર દિવસ સુધી પણ ગિરનાર નેચર સફારી બંધ રાખવામાં આવતી હોય છે.

ABOUT THE AUTHOR

...view details