ગુજરાત

gujarat

માતાથી વિખૂટા પડેલા સિંહ બાળનો રેસ્કયુ, આ રીતે આધુનિક એમ્બ્યુલન્સની લેવાઇ મદદ

By

Published : Jul 26, 2019, 5:00 PM IST

lion baby rescue

જૂનાગઢઃ રાજ્યમાં સિંહોના સંવર્ધન અને સુરક્ષા માટે ફાળવવામાં આવેલી એમ્બ્યુલન્સનો શુક્રવારે પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગીર પશ્ચિમના જંગલ વિસ્તારમાં સિંહ બાળ પોતાની માતાથી વિખૂટું પડી ગયું હતું. આ વાતની જાણ વન વિભાગને થતા સિંહના બચ્ચાનું રેસ્ક્યૂ કરી એમ્બ્યુલન્સ મારફતે સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર માટે મોકલવમાં આવ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે, ગીર પશ્ચિમ જંગલમાં માતાથી વિખૂટું પડેલું અને બીમારીનો ભોગ બનેલું સિંહનું બચ્ચું પડ્યું હોવાની માહિતી વન વિભાગને મળી હતી. તેથી વનકર્મીઓએ સિંહ બાળનો રેસ્ક્યૂ કરી આધુનિક એમ્બ્યુલન્સ મારફતે સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે લાવી સારવાર આપવામાં આવી રહી છે.

ગીરમાં સિંહ બાળનું રેસ્ક્યું

અંદાજિત 1 કરોડ કરતા પણ વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલી વન્ય પ્રાણી રેસ્ક્યુ એમ્બ્યુલન્સ તાજેતરમાં જ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના વન વિભાગને સોંપી હતી. એમ્બ્યુલન્સ આપવા પાછળનું કારણ છે કે, સિંહોને એનિમલ કેર સેન્ટર સુધી આવવાના સમય દરમિયાન તમામ પ્રકારની તબીબી સુવિધાઓ ઉપલબ્ધ બને અને આ સમયગાળો સિંહો માટે કોઈ નુકસાનકારક સાબિત ન થાય. જેનો આજે પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે.

Intro:આધુનિક એમ્બ્યુલન્સ દ્વારા પ્રથમ વખત સિંહને આપવામાં આવી સારવાર માતાથી વિખુટા પડેલા સિંહના બચ્ચાને સાસણ એનિમલ કેર ખાતે લાવવામાં આવ્યું Body: સિંહોની સુરક્ષા અને રખરખાવ માટે આપવામાં આવેલી એમ્બ્યુલન્સ મારફત સિંહ ના બચ્ચા નો રેસ્ક્યુ કરીને તેને સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે આવીને સારવાર આપવા આવી હતી

રાજ્યમાં સિંહોના સંવર્ધન અને તેની સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી એમ્બ્યુલન્સ નો આજે પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો ગીર પશ્ચિમના જંગલ વિસ્તારમાં માતાથી વિખૂટું પડેલું અને કોઈ બીમારીનો ભોગ બનેલો સિંહનું બચ્ચું વનવિસ્તારમાં પડ્યુ હોવાની માહિતી વન વિભાગને થતા વન વિભાગ દ્વારા ત્યાં પહોંચી જઈને સિંહ ના બચ્ચા નો રેસ્ક્યૂ કર્યું હતું રેસ્ક્યુ બાદ આ સિંહબાળને આધુનિક કહી શકાય તેવી એમ્બ્યુલન્સ મારફત સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે લાવીને તેની સારવાર કરવામાં આવી રહી છે

અંદાજિત એક કરોડ કરતા પણ વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલી વન્ય પ્રાણી રેસ્ક્યુ એમ્બ્યુલન્સ તાજેતરમાં જ મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજ્યના વન વિભાગને આપી હતી એમ્બ્યુલન્સ આપવા પાછળનું કારણ સિંહોને એનીમલ કેર સેન્ટર સુધી આવવાના સમય દરમ્યાન તમામ પ્રકારની તબીબી સુવિધાઓ ઉપલબ્ધ બને અને આ સમયગાળો સિંહો માટે કોઈ નુકસાનકારક સાબિત ન થાય તેમજ ઘટનાસ્થળથી જ હોસ્પિટલ સુધી સિંહોને તબીબી સારવાર મળી રહે તે હેતુ માટે એમ્બ્યુલન્સ આપવામાં આવી હતી જેનો આજે પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો છે
Conclusion:

ABOUT THE AUTHOR

...view details