- વર્ષ 2020માં ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની પ્રક્રિયા શરૂ
- જૂનાગઢ જિલ્લામાં 90 દિવસ સુધી નવ કેન્દ્રો પર મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
- ત્રણ તબક્કામાં ખેડૂતોને સવારે 08, 11 અને બપોરે 02 કલાકે બોલાવામાં આવ્યા
જૂનાગઢ : સોમવારથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની શરૂઆત જૂનાગઢ કેન્દ્રથી કરવામાં આવી હતી. સવારે 10:00 કલાકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નિર્ધારિત કરવામાં આવેલા ખરીદ કેન્દ્ર પર 15 ખેડૂતોને પ્રથમ દિવસે ત્રણ તબક્કામાં બોલાવીને ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
- સોમવારથી જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદ કરવાની પ્રક્રિયા શરૂ
જૂનાગઢ જિલ્લાના નવ ખરીદ કેન્દ્રો પર સરકાર દ્વારા નિર્ધારિત કરેલા ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા સોમવાથી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નિર્ધારિત કરેલા કેન્દ્ર પર સોમવારે ખેડૂતોને બોલાવીને સરકાર દ્વારા નક્કી કરાયેલા ધારા ધોરણ મુજબ મગફળીની ચકાસણી કરીને તેની ખરીદી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
- ત્રણ તબક્કામાં ખેડૂતોને મગફળી લઈને બોલાવવાની વ્યવસ્થા