ગુજરાત

gujarat

ટ્રેન ચાલકની સમય સૂચકતાને કારણે ચાર સિંહો મોતને ભેટતા બચ્યા : વન વિભાગના પેટ્રોલીંગના દાવાની રેલવે વિભાગે ખોલી પોલ

By

Published : Sep 22, 2021, 9:29 AM IST

ટ્રેન ચાલકની સમય સૂચકતાને કારણે ચાર સિંહો મોતને ભેટતા બચ્યા : વન વિભાગના પેટ્રોલીંગના દાવાની રેલવે વિભાગે ખોલી પોલ
ટ્રેન ચાલકની સમય સૂચકતાને કારણે ચાર સિંહો મોતને ભેટતા બચ્યા : વન વિભાગના પેટ્રોલીંગના દાવાની રેલવે વિભાગે ખોલી પોલ ()

વધુ એક વખત ગીરના સિંહ ટ્રેનની અડફેટે આવતા રહી ગયા. ગત તા. 16 સપ્ટેમ્બરે રાત્રે સાવરકુંડલા થી લીલીયા તરફ જતી ટ્રેનના માર્ગ પર અચાનક 4 સિંહ જોવા મળ્યા હતા. પરંતુ ટ્રેનના ચાલકની સમય સૂચકતાને કારણે સિંહનો ટ્રેન સાથે અકસ્માત થતાં રહી ગયો. સાવરકુંડલાથી લઈને રાજુલા અને લીલીયાનો રેલવે માર્ગ સિંહો માટે ખૂબ ઘાતક ગણાય છે. આવી પરિસ્થિતિમાં સિંહનો બચાવ સિંહ પ્રેમીઓને હાશકારો અપાવી ગયો સાથે સાથે વન વિભાગના પેટ્રોલિંગની પોલ પણ ખુલી ગઇ જેને લઈને સિંહ પ્રેમીઓમાં ભારે રોસ પણ જોવા મળી રહ્યો છે.

  • રેલ્વે ટ્રેનના ચાલકની સમય સૂચકતાને કારણે વધુ એક અકસ્માત થતા અટકી ગયો
  • સાવરકુંડલા લીલીયા માર્ગ પર 4 સિંહો આવી ચડતા ટ્રેનના ચાલકે ટ્રેનને થંભાવી
  • રેલ્વે માર્ગ ફરતે કરવામાં આવેલી સુરક્ષા દિવાલ ક્ષતિગ્રસ્ત બનતા સિંહો ફરી એક વખત રેલ્વે માર્ગ પર જોવા મળ્યા

જુનાગઢ: વધુ એક વખત ગીરના સિંહ ટ્રેન અકસ્માતનો ભોગ બનતા રહી ગયા. ગત 16 તારીખે રાત્રિના સમયે સાવરકુંડલા થી લીલીયા તરફ ટ્રેન જઈ રહી હતી. આ સમય રેલ્વે માર્ગ પર 4 સિંહો અચાનક જોવા મળતા ટ્રેનના ચાલકે સમય સૂચકતા વાપરીને ટ્રેનને થંભાવી દીધી હતી. જેના કારણે સિંહો અકસ્માતનો ભોગ બનતા સહેજમાં બચી ગયા. રાજુલા થી લઈને સાવરકુંડલા સુધીનો રેલવે માર્ગ સિંહો માટે મોતનો માર્ગ પાછલા કેટલાક વર્ષોથી બની રહ્યો છે સિંહોની કબ્રગાહ સમાન ગણાતા રેલ્વે માર્ગ પર ટ્રેનના ચાલકની સમય સૂચકતાને કારણે વધુ એક અકસ્માત થતા અટકી ગયો જેને કારણે 4 સિહો અકાળે મોતને ભેટતા પણ અટકી ગયા. સમગ્ર મામલે ગીરના સિંહ પ્રેમીઓમાં ભારે હાશકારો જોવા મળી રહ્યો છે પરંતુ વન વિભાગના પેટ્રોલિંગ સામે ફરી એક વખત સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો :મહંત નરેન્દ્ર ગિરીને પોસ્ટમોર્ટમ બાદ આજે સમાધિ આપવામાં આવશે

ટ્રેન ચાલકની સમય સૂચકતાને કારણે ૪ જેટલા સિંહોનો જીવ બચી ગયો

અચાનક રેલ્વે માર્ગ પર આવી ચડેલા ૪ જેટલા સિંહનો પાઇલટ દ્વારા સમય સૂચકતાને કારણે જીવ બચ્યો છે, જેની જાણ ટ્રેનના ચાલક દ્વારા રેલવેના અધિકારીઓને કરવામાં આવી હતી. ત્યાર બાદ સમગ્ર મામલાને લઈને રેલવેના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવતા રેલ્વે માર્ગની ફરતે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા ક્ષતિગ્રસ્ત જોવા મળી હતી. જેને ધ્યાને રાખીને રેલવેના અધિકારીઓએ વન વિભાગના અધિકારીઓને સમગ્ર મામલાની જાણ કરીને ક્ષતિગ્રસ્ત સુરક્ષા વ્યવસ્થા ફરી પાછી પૂર્વવત કરવાની વાત કરી છે. હાલ, તો ચાર સિંહો અકાળે મોતને ભેટતા અટકી ગયા છે પરંતુ જો સુરક્ષા વ્યવસ્થા સુધારવામાં નહીં આવે તો ફરી આ પ્રકારના અકસ્માતની શક્યતાઓને નકારી શકાય તેમ નથી ત્યારે વન વિભાગ તાકીદે રેલ્વે માર્ગને ફરતે કરવામાં આવેલ સુરક્ષા વ્યવસ્થા ફરી એક વખત સુદઢ નહિ કરે તો વધુ એક અકસ્માત સર્જાશે અને તેમાં ગીરના સિંહોનો જીવ જશે જેને લઈને સિંહ પ્રેમીઓમાં પણ વન વિભાગ સામે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો :PM મોદી આજે અમેરિકા જવા રવાના થશે : 26 સપ્ટેમ્બરે દિલ્હી પરત ફરશે

ABOUT THE AUTHOR

...view details