ગુજરાત

gujarat

ETV Bharat / state

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહ બાળની જન્મ સંખ્યામાં થયો વધારો

જૂનાગઢ જિલ્લાનું સક્કરબાગમાં પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર અભિષેક શર્માએ અથાગ પ્રયત્નોથી સક્કરબાગને નવી ખ્યાતિ આપી છે. પ્રથમ સિંહોના બ્રિડિંગ સેન્ટર તરીકે જાણીતું હતુ જે આજે સિંહોના હનિમૂન સ્પોટ તરીકે પણ હવે ખ્યાતિ પામી રહ્યું છે. આજથી એક વર્ષ અગાઉ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 8 થી 10 જેટલા સિંહો પ્રતિ વર્ષ જન્મ થતો જોવા મળતો હતો. જેમાં હવે ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે.

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહ બાળની જન્મ સંખ્યામાં થયો વધારો
vસક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહ બાળની જન્મ સંખ્યામાં થયો વધારો

By

Published : Jul 9, 2021, 1:44 PM IST

  • સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય સિંહોના હોટ સ્પોટ તરીકે થશે જાણીતું
  • પાછલા એક વર્ષ કરતા વધુના સમયમાં 40 જેટલા સિંહ બાળનો થયો છે જન્મ
  • સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય સિંહોના બ્રિડિંગ સેન્ટર માટે વિશ્વમાં છે જાણીતું

જૂનાગઢઃ જિલ્લાનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય 100 વર્ષ કરતાં પણ વધુ જૂનું માનવામાં આવે છે. વર્ષોથી અહીં એશિયામાં એક માત્ર ગીર વિસ્તારમાં જોવા મળતા સિંહોના બ્રિડિંગ સેન્ટર તરીકે પણ તેને ઓળખવામાં આવતું હતું પરંતુ પાછલા એક વર્ષ કરતાં વધુના સમયમાં અહીં 40 કરતાં વધુ સિંહ બાળનો જન્મ થયો છે. જેના કારણે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય સિંહોના હનિમૂન સ્પોટ તરીકે પણ હવે ખ્યાતિ પામી રહ્યું છે. પાછલા એક પખવાડિયામાં પ્રાણી સંગ્રહાલયમાં 8 જેટલા સિંહ બાળનો જન્મ થયો છે. આ પણ સૌથી ઉત્સાહ જનક બાબત માનવામાં આવી રહી છે. આજથી એક વર્ષ અગાઉ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 8 થી 10 જેટલા સિંહો પ્રતિ વર્ષ જન્મ થતો જોવા મળતો હતો. જેમાં હવે ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે.

સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સિંહ બાળની જન્મ સંખ્યામાં થયો વધારો

આ પણ વાંચોઃરાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સિંહ બાળનો થયો જન્મ

પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર અભિષેક શર્માના અથાગ પ્રયત્નોથી સક્કરબાગને મળી નવી ખ્યાતિ

સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પાછલા બે વર્ષથી ડૉ.અભિષેક કુમાર ડાયરેક્ટરના પદ પર કામ કરી રહ્યા છે. તેઓ વેટરનરી સાયન્સ અને વાઇલ્ડ લાઇફ ન્યુટ્રીશનમાં ખૂબ જ મહારત ધરાવે છે. જેને પરિણામે સિંહોને ખોરાક અને અન્ય વર્તણૂકને આધારે પાછલા કેટલાક સમયથી અવલોકનો ચાલી રહ્યા હતા. તે દરમિયાન તેમના ધ્યાન પર આવ્યું કે, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની માદા સિંહણો અન્ય સિંહો સાથે મેટીંગ કરવાને લઈને ભયગ્રસ્ત અને તણાવ ભરી પરિસ્થિતિમાં જોવા મળતી હતી. જેને ધ્યાને રાખીને અભિષેક કુમારે સિંહણને ખાસ પ્રકારના ન્યુટ્રીશન મળે તે પ્રકારનો ખોરાક આપવાની શરૂઆત કરી જેનું પરિણામ સમય રહેતા મળતાં આજે શકર બાગ પ્રાણી સંગ્રહાલયમાં માદા સિંહણે 40 જેટલા સિંહ બાળને સફળતાપૂર્વક જન્મ આપ્યો છે.

આ પણ વાંચોઃલોકડાઉનમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 21 જેટલા સિંહ બાળનો જન્મ થયો

સિંહની જોડીને મેંગેનીઝ યુક્ત આહાર ખોરાક

આજથી એક વર્ષ પૂર્વે સિંહની જોડી સહવાસ દરમિયાન ખૂબ જ ટ્રેસ અને ભય અનુભવતી હતી. જેમાં હવે ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. પાછલા એક વર્ષ કે તેની પહેલા સિંહ અને સિંહણની જોડી સહવાસ દરમિયાન ખૂબ જ ટ્રેસમાં જોવા મળતા હતા. જેને પરિણામે મેટીંગનો સમય ગાળો અને તેની સંખ્યા ખૂબ જ ઓછી હતી. જેથી સિંહની જોડીને ચિકન સહિત કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝીંક અને મેંગેનીઝ યુક્ત આહાર ખોરાકમાં ઉમેરીને આપવામાં આવી રહ્યા છે. જેને કારણે સિંહની જોડીમાં માનસિક તાણ ઓછું થવાને કારણે મેટિંગની સફળતાઓ બહુ ઉજ્વળ અને વધતી જોવા મળી રહી છે. જેનો શ્રેય સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર ડૉ અભિષેક કુમારને જાય છે.

સિંહણ બચ્ચાને જન્મ આપે તે પૂર્વે ખાસ પ્રકારના બેડીની પણ વ્યવસ્થા કરાઈ છે

સફળતા પૂર્વકના મેટિંગ બાદ 90 થી લઈને 105 દિવસ દરમિયાન સિંહણ બચ્ચાને જન્મ આપતી હોય છે. આવી પરિસ્થિતિમાં જન્મ આપતાં આ 10 દિવસ પૂર્વે સિંહણને ખાસ પ્રકારનો બેડ પણ પૂરો પાડવામાં આવે છે. આ બેડ રેતીથી બનાવવામાં આવે છે જેની પાછળ ધ્યેય એ રાખવામાં આવે છે કે રેતી ને કારણે ભેજનું પ્રમાણ ખૂબ ઘટાડી શકાય જેને કારણે સિંહણ અને જન્મ લેનાર તમામ સિહ બાળને શક્ય તેટલા ઇન્ફેક્શનથી બચાવી શકાય આવી વ્યવસ્થાને કારણે પણ જન્મ બાદ સિંહણ કે સિંહ બાળને કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગતું જોવા મળતું નથી જેને કારણે પણ સિંહ બાળની સંખ્યા માં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details