ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રેમ સંબંધમાં રહેલા મહિલા અધિકારીએ પુરુષ અધિકારીના 25 લાખ અને દાગીના પડાવ્યા

ગાંધીનગર શહેરના ઉદ્યોગ ભવનમાં આવેલી એક સરકારી કચેરીમાં ફરજ બજાવતા પુરુષ અધિકારી અને જૂના સચિવાલયમાં આવેલી એક કચેરીમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી વચ્ચે પ્રેમ સંબંધ બાંધવામાં આવ્યો હતો. તેમજ 17 વર્ષથી પ્રેમાલાપ દરમિયાન મહિલા અધિકારીએ પુરુષ અધિકારી પાસેથી ટુકડે ટુકડે 25 લાખ રૂપિયા અને દાગીના પણ લીધા છે. ત્યારે પરત માંગતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

gandhi
ગાંધીનગર

By

Published : Feb 10, 2020, 9:30 PM IST

ગાંધીનગર: હિસાબી સંવર્ગના અધિકારી તરીકે ફરજ બજાવતા આધેડે નિયામક તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી ચારુબેન ભટ્ટ સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં અરજી કરવામાં આવી છે. સેક્ટર-7 પોલીસ સ્ટેશન ખાતે થયેલી અરજીમાં થયેલા આક્ષેપ મુજબ અરજીકર્તાની 2003માં ગાંધીનગર ખાતે બદલી થતા તે મહિલા અધિકારી સાથે સંપર્કમાં આવ્યા હતા. એક જ વિસ્તારના હોવાથી બંને વચ્ચે સામાન્ય મિત્રતા બાદ એકબીજાની સ્વૈચ્છિક સમંતિથી આદર્શ ફ્રેન્ડશીપનો સંબંધ બંધાયો હતો.

પ્રેમ સંબંધમાં રહેલા મહિલા અધિકારીએ પુરુષ અધિકારીના 25 લાખ અને દાગીના પડાવ્યા

જેમાં અરજીકર્તા ઉમેશભાઈ ઓઝાએ આક્ષેપ કરતા કહ્યું કે, મહિલા અધિકારી સાથે તેઓ અવાર-નવાર ફરવા જતા હતા. આ મિત્રતા દરમિયાન મહિલા અધિકારીની માંગણી પ્રમાણે તેઓએ 2003થી ટુકડે-ટુકડે 25 લાખ રૂપિયા આપ્યા હતા. આ સિવાય 200 ગ્રામ સોનું પણ ખરીદી આપેલ હતું. ત્યારે હવે અરજીકર્તાનો આક્ષેપ છે કે, પૈસા અને સોનું પાછુ માંગતા મહિલા અધિકારીએ તેમની સામે ખોટા પોલીસ કેસો કર્યા છે.

અરજીકર્તા દ્વારા મહિલા અધિકારી સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને બળજબરીથી નાણાં પડાવા તેમજ ગંભીર ગુનામાં સંડોવી દેવાની ધમકી અપાતી હોવાના આક્ષેપો સાથે પોલીસમાં અરજી કરી છે. અરજીકર્તાનો આક્ષેપ છે કે, મહિલા અધિકારી પોલીસ વિભાગમાં લાગવગ કરીને ફરિયાદ નોંધાવા દેતા નથી.

ABOUT THE AUTHOR

...view details