ગુજરાત

gujarat

Gujarat Budget 2024-25: CM ભૂપેન્દ્ર પટેલ અને નાણાપ્રધાન વચ્ચે બેઠક યોજાઈ, જાણો કયાં થઈ શકે છે ફેરફાર ?

By ETV Bharat Gujarati Team

Published : Dec 25, 2023, 2:53 PM IST

Updated : Dec 25, 2023, 6:05 PM IST

ગુજરાતના ફેબ્રુઆરીમાં જાહેર થનાર 2024-25ના બજેટને લઈને બેઠકો શરૂ થઈ ગઈ છે. આજે સુસાશન દિવસની બેઠક બાદ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બજેટ 2024-25ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નાણાપ્રધાન કનુ દેસાઈએ બજેટ બેઠકોમાં લીધેલ નવી જોગવાઈ અને જૂની યોજનાઓનું એક્સ્ટનશન અને નવી યોજના બાબતે ચર્ચા કરી હતી.

Gujarat Budget 2023-24
Gujarat Budget 2023-24

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2024-25ના બજેટની મેરેથોન બેઠક શરૂ ગઈ છે. ગુજરાતના બજેટના કદમાં 20થી 25 ટકા વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે. આગામી લોકસભા 2024 ચૂંટણીને કેન્દ્ર સ્થાને રાખી સરકાર નવી બાબતો લાવી શકે છે

રાજ્ય સરકારના નાણાપ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે લોકોસભાની ચૂંટણીને લઈને વોટ ઓન એકાઉન્ટ બજેટ નહીં પણ સંપૂર્ણ વર્ષનું બજેટ તૈયાર કરીને ફેબ્રુઆરી માસમાં જાહેર કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2024-25માં કોઈ પણ ટેક્સ વધારો કરવામાં નહીં આવે. ઉપરાંત અનેક વિભાગોમાં નવી જોગવાઈઓ રાખીને ફૂલ ગુલાબી બજેટ ફેબ્રુઆરીના પ્રથમ માસમાં ગૃહમાં રજૂ થશે.

ગૃહ વિભાગમાં થશે ફેરફાર:નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં રાજ્ય સરકાર દ્વારા ગૃહ વિભાગની કામગીરીમાં મોટા ફેરફાર કરવામાં આવશે તેવી પણ માહિતી ગૃહ વિભાગના ઉચ્ચ વિશ્વસનીય સૂત્ર તરફથી પ્રાપ્ત થઈ રહી છે. ગુજરાતના તમામ જિલ્લાઓ અને પોલીસ કમિશનર શહેરી વિસ્તારમાં જે પોલીસનો કંટ્રોલ રૂમ હોય છે તે પોલીસના કંટ્રોલ રૂમમાં મહિલા કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવશે. આ અંગેનો નિર્ણય પણ બજેટ સત્રમાં લેવાય શકે છે જ્યારે સાયબર સેલમાં પણ મહત્વના નિર્ણય બજેટ દરમિયાન કરવામાં આવશે અને આ બાબતે ખાસ જોગવાઈ પણ ગૃહ વિભાગ દ્વારા મૂકવામાં આવી છે.

વન વિભાગ થશે ટેક્નોલોજીથી સજ્જ:રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા નવી ટેકનોલોજી મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર મુખ્ય કાર્યાલયથી વન્ય જીવોના મુવમેન્ટ, બીટગાર્ડ અને વન રક્ષકને ટેકનોલોજીથી સજ્જ કરીને વન્ય જીવોની સુરક્ષામાં વધારો કરવાની ટેકનોલોજીની જાહેરાત બજેટ 2024-25માં કરવામાં આવશે. ઉપરાંત નવા બજેટમાં વન્ય જીવોના સંરક્ષણ, બ્રિડિંગ સેન્ટરને અપગ્રેડ અને નવી ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે.

ગ્રાન્ટેડ શાળાઓની સંખ્યા વધશે:ગુજરાત સરકારના છેલ્લા બજેટ સત્રમાં જાહેર થયેલી માહિતી પ્રમાણે રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં ખૂબ જ ઓછી ગ્રાન્ટેડ શાળાઓને મંજૂરી આપી હતી અને ખાનગી શાળાઓને મંજૂરી વધુ પ્રમાણમાં આપવામાં આવી હતી. ગુજરાતના 17 એક જિલ્લાઓ એવા છે કે જ્યાં અંગ્રેજી માધ્યમની શાળાઓ નહિવત છે ત્યારે આ બાબતે પણ નાણાકીય વર્ષ 2024 25ના બજેટમાં રાજ્ય સરકાર વધુમાં વધુ ગ્રાન્ટેડ શાળાઓ શરૂ કરવાનો અને અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ શરૂ કરવાનો મહત્વની જાહેરાત અને જોગવાઈ કરી શકે છે. ગત વર્ષે શાળાઓમાં જર્જરીત ઓરડા અને જર્જરીત શાળાઓ બાબતે પણ અનેક પ્રશ્નો હતા. ત્યારે રાજ્ય સરકારે 18000થી વધુ જેટલા જર્જરીત ઓરડાના ટેન્ડર બહાર પાડીને કામગીરી શરૂ કરી દીધી હોવાની વિગતો પણ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે.

ગુજરાતે કેટલું દેવું ચુકવ્યું ?અમિત ચાવડાએ વિધાનસભા ગૃહમાં બજેટ સત્ર 2023-24માં ગુજરાત રાજ્યના દેવા ઉપર રાજ્ય સરકારે છેલ્લા બે નાણાકીય વર્ષમાં કેટલું વ્યાજ અને મુદ્દલની ચુકવણી કરવામાં આવી હોવાનો પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારના નાણાપ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21માં 22,023 કરોડ રૂપિયા વ્યાજ ચૂકવવામાં આવ્યા છે અને 17,920 કરોડ રૂપિયા મુદ્દલ ચૂકવવામાં આવી છે. જ્યારે વર્ષ 2021 22ના સુધારેલ અંદાજ મુજબ 23,063 કરોડ રૂપિયા વ્યાજમાં ચૂકવવામાં આવ્યા છે અને 24454 કરોડ રૂપિયા મુદ્દલ પેટે ચૂકવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે દેવું વધારવાના કારણો પણ લેખિતમાં આપ્યા હતા જેમાં રાજ્યના વિકાસ આયોજનના કામો માટે જાહેર દેવા દ્વારા સંસાધન ઊભા કરવા તે સ્વીકાર્ય પદ્ધતિ છે અને વાર્ષિક વિકાસ યોજનાના ખર્ચની વૃદ્ધિ અનુસાર અને કાયદા હેઠળ નક્કી કરેલ મર્યાદાની અંદર રહીને જ રાજ્યનું દેવું પ્રાપ્ત કરવામાં આવ્યું છે.

  1. Year Ender 2023: વર્ષ 2023માં રાજધાની દિલ્હીની રોનકમાં લાગ્યા ચાર ચાંદ, નવા સંસદ ભવન થી લઈને ભારત મંડપમની મળી ભેટ
  2. christmas 2023: દેશભરમાં ક્રિસમસની ધૂમ, રાષ્ટ્રપતિ મુર્મૂ, પીએમ મોદીએ આપી શુભકામના
Last Updated :Dec 25, 2023, 6:05 PM IST

ABOUT THE AUTHOR

...view details