ગુજરાત

gujarat

31 ડીસેમ્બરના પાર્ટીબાજો પર નજર રાખશે શી ટીમ સહિત 4000 પોલીસ જવાન, શામળાજી બોર્ડરને લઇ પોલીસનો એક્શન પ્લાન

By ETV Bharat Gujarati Team

Published : Dec 26, 2023, 8:22 PM IST

આગામી 31 ડિસેમ્બરની ઉજવણી દરમિયાન અનિચ્છીય બનાવો ટાળવા માટે ગુજરાત પોલીસે એક્શન પ્લાન ઘડ્યો છે. ગાંધીનગર રેન્જમાં ખાસ તો દારુ પી છાકટા થતાં લોકો પર નકેલ કસવા 4000 પોલીસ જવાનો બાજ નજર રાખશે. તો જ્યાંથી ગુજરાતમાં પુષ્કળ દારુ સપ્લાય થાય છે તેવી શામળાજી બોર્ડર છાવણીમાં ફેરવાશે. મહિલા સુરક્ષાના મુદ્દે શી ટીમ પણ રેડી કરવામાં આવી છે.

31 ડીસેમ્બરના પાર્ટીબાજો પર નજર રાખશે શી ટીમ સહિત 4000 પોલીસ જવાન, શામળાજી બોર્ડરને લઇ પોલીસનો એક્શન પ્લાન
31 ડીસેમ્બરના પાર્ટીબાજો પર નજર રાખશે શી ટીમ સહિત 4000 પોલીસ જવાન, શામળાજી બોર્ડરને લઇ પોલીસનો એક્શન પ્લાન

ગુજરાત પોલીસે એક્શન પ્લાન ઘડ્યો

ગાંધીનગર : 31 ડિસેમ્બરની ઉજવણીનો ક્રેઝ હવે વર્ષે વર્ષે વધી રહ્યો છે. ત્યારે ગાંધીનગર પોલીસે દ્વારા 31 ડિસેમ્બરને લઈને ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ બાબતે ગાંધીનગર રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવ જણાવ્યું હતું કે 31 ડિસેમ્બરને ધ્યાનમાં લઈને ગાંધીનગર રેન્જના ચાર જિલ્લામાં સ્પેશિયલ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને મહિલા કોન્સ્ટેબલ ઓપન સિવિલ ડ્રેસમાં તહેનાત રાખવામાં આવશે. 31 ડિસેમ્બર 2003માં બનેલા બીજલ જોષી રેપ કેસ બાદ થર્ટી ફર્સ્ટ સેલિબ્રેશનને લઇને ગુજરાત પોલીસ ખાસ સાવધાની રાખે છે.

બોર્ડર પર ખાસ બંદોબસ્ત : આ બાબતે રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવે વધુમાં જણાવ્યું હતું કેગાંધીનગર રેન્જની વાત કરવામાં આવે તો અરવલ્લી અને બનાસકાંઠા જેવા જિલ્લા કે જે રાજસ્થાન બોડર સુધી છે. ત્યારે ગુજરાત રાજસ્થાન બોર્ડર કે જે ગાંધીનગર રેન્જમાં આવે છે તેવી શામળાજી ચેકપોસ્ટ અને અરવલ્લી બોર્ડર ઉપર પણ ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તેમાં ઉચ્ચ અધિકારીઓને પણ ફરજ સોંપવામાં આવશે.

બોર્ડર ઉપર વધારે બંદોબસ્ત અને સંવેદન કરવાની સૂચના પણ તમામ જિલ્લા એસપીને આપવામાં આવી છે. જેથી કોઈપણ વાહન ચાલક ગેરકાયદેસરની વસ્તુ ગુજરાતમાં લઈને પ્રવેશી ન શકે. જો કોઈ વ્યક્તિ આવી ગેરકાયદેર વસ્તુઓ, દારૂની બોટલો લઈને આવશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે બોર્ડર ઉપર પણ બ્રેથ એનેલાઈઝરથી ટેસ્ટીંગ હાથ ધરવામાં આવશે...વીરેન્દ્રસિંહ યાદવ ( ગાંધીનગર રેન્જ આઈજી )

ગાંધીનગર મહેસાણામાં 70થી વધુ પાર્ટી પ્લોટ : ગુજરાતમાં અનેક જિલ્લાઓ તાલુકાઓમાં અને શહેરોમાં 31 ડિસેમ્બરની સેલિબ્રેશન પાર્ટીનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે ગાંધીનગર અને મહેસાણામાં કુલ 70થી વધુ પાર્ટી પ્લોટો અને ફાર્મ હાઉસ આવેલા છે. ત્યારે આ તમામ ફાર્મહાઉસ અને પાર્ટી પ્લોટોમાં નવા વર્ષની ઉજવણીની પાર્ટી માટે પણ પોલીસ પરવાનગીની જરૂર પડશે તેવું નિવેદન પણ રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવે આપ્યું હતું. જ્યારે પરવાનગી લેવા માટે આયોજકો આવશે ત્યારે આયોજકો સાથે પણ બેઠક કરવામાં આવશે અને શું કરવું અને શું ન કરવું તેની પણ કડક સૂચના આપવામાં આવશે.

મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ રેડી : 10 વર્ષની ઉજવણીમાં અનેક મહિલાઓ પણ જોડાય છે ત્યારે કોઈ અચૂકથી ઘટના ન બને ત્યારે તેને ધ્યાનમાં લઈને પણ ગાંધીનગર રેન્જ દ્વારા ખાસ તૈયારીઓ અને એક્શન પ્લાન કરવામાં આવ્યું છે. જેમાં મહિલાઓ માટે એક સ્પેશિયલ ટીમ તૈયાર કરાઈ છે, જે સિવિલ ડ્રેસમાં જ હાજર રહેશે. આ ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલ ઓપન સ્પેશિયલ ટીમ બનાવીને સિવિલ ડ્રેસમાં હાજર રહીને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સ્પેશિયલ ડ્રાઇવ પણ યોજશે.

  1. Gift City Liquor Policy: ગિફ્ટ સિટી લીકર પોલીસી જાહેર થાય તે અગાઉ તેના FAQ વિશે વાંચો વિગતવાર
  2. Human Trafficking Case : ફ્રાન્સથી પરત ફર્યાં ગુજરાતીઓ, સીઆઈડી ક્રાઇમ સઘન તપાસ કરશે , એજન્ટો વિરુદ્ધ કાર્યવાહીની તૈયારી

ABOUT THE AUTHOR

...view details