ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી (DDO)આર.આર. રાવલની અધ્યક્ષતામાં સરકારી યોજના અમલીકરણની બેઠક યોજાઈ હતી. જેમાં શાખા દ્વારા ચાલી રહેલાં કાર્યો વિશેની સમીક્ષા કરવામાં આવી હતી. સમીક્ષા દરમિયાન લબાડ તંત્રની નિષ્ક્રિયાતા ખુલ્લી પડતા DDOએ નારાજગી વ્યક્ત કરી હતી. વળી, કેટલાંક અધિકારીઓ પોતાના કાર્ય વિશે કરાયેલા પ્રશ્નોના જવાબ પણ આપી શક્યા નહોતા. જેથી રોષે ભરાયેલાં DDOએ સૌને ફરજ પ્રત્યે સભાન અને પ્રમાણિક રહેલાની શીખ આપી હતી. સાથે જ વહેલી અધૂરા કામ પૂરાં કરવાનો આદેશ આપ્યો હતો.
ગાંધીનગરમાં ગ્રામ્ય વિસ્તારના વિકાસ કાર્યો અઘૂરાં રહેતાં DDOએ કરી લાલ આંખ
ગાંધીનગરઃ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સરાકરી યોજનાની અમલીકરણની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ હતી. ત્યારે મોટાભાગના કાર્યો અધૂરા હોવાનું બહાર આવતા DDO રોષે ભરાયા હતા અને અધિકારીઓ સમક્ષ વહેલી તકે અધૂરાં કામ પૂરા કરી પોતાની કાર્યક્ષમતા સાબિત કરવાનો પડકાર ફેંક્યો હતો. જેના કારણે જિલ્લા પંચાયતના શાખા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
નાણાકીય વર્ષ પૂરું થવામાં ગણતરીના દિવસો છે. પરંતુ સરકારી યોજનાના મોટાભાગના કામ અધૂરાં છે. તેમજ હજુ સુધી માત્ર 50થી 60 ટકા ખર્ચ થયો છે. એટલે DDOએ અધિકારીઓને આગામી 4 મહિનામાં 100 લક્ષ્યાંક પૂરો કરવા તાકિદ આપી હતી. ત્યારબાદ પડતર તુમારો, દબાણો, ખાતાકીય સહિત વિવિધ તપાસના કેસો, બાકી રહી ગયેલા શૌચાલયો અને મનરેગા યોજનામાં થયેલાં વિલંબ વિશે ગંભીર ચર્ચા કરી હતી.
આ ઉપરાંત સંસદસભ્ય અને ધારાસભ્યએ પત્રોના ઉત્તર આપવામાં ઉદાસીનતા દાખવતાં DDOએ તેમને ચેતવ્યા હતા. તેમજ અધિકારીઓને રાઇટ ટૂ ઇન્ફર્મેશનનું રજીસ્ટર નિભાવવા, નાગરિકોની ફરિયાદોનો સમયસર નિકાલ કરવા, રેકોર્ડનું વર્ગીકરણ કરવા, ડીઆરડીની યોજનાઓ અને તેની કામગીરીની વિગતો ઓનલાઇન અપડેટ કરવા પણ સૂચના આપવાની આપી હતી.