ગુજરાત

gujarat

દહેગામમાં પિતા-પુત્રએ કેનાલમાં મોતની છંલાગ લગાવી

By

Published : Sep 28, 2021, 11:23 AM IST

દહેગામમાં પિતા-પુત્રએ કેનાલમાં મોતની છંલાગ લગાવી

દહેગામ રહેતા પિતા-પુત્રોએ અગમ્ય કારણોસર રાયપુર નર્મદા કેનાલમાં પડતું મુકી આત્મહત્યા કરી હતી. સવારે બન્નેના મૃતદેહો મળી આવ્યા હતા. સવારે ઘરેથી નીકળ્યા બાદ બન્નેના મૃતદેહો સામે આવ્યા હતા. પોલીસે ત્યાં પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  • બંને એ એક સાથે કેનાલમાં ઝંપલાવ્યું
  • 65 વર્ષીય પિતા અને 35 વર્ષીય પુત્રએ કરી આત્મહત્યા
  • પોલીસ ધટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગર : દહેગામ તાલુકાના બારીયા ગામમાં રહેતા, લક્ષ્મણજી ઠાકોર ઉં.વ.65. અને તેમનો પુત્ર મુકેશ ઉં.વ.35 આ બંને અગમ્ય કારણોસર ઘરેથી નીકળી જઇને કેનાલમાં ઝંપલાવ્યુ હતું. પરિવારને આ ઘટનાની જાણ થતા પરીવાર પણ શોકમાં ડૂબી ગયો હતો અને ડભોડા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ગુનો નોંધી આત્મહત્યાનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે. પરંતુ પોલીસ તપાસમાં અત્યાર સુધી અગમ્ય કારણસર સ્યુસાઇડ કર્યું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : કચ્છ S.O.G એ 14 કિલો ગાંજા સાથે 3 આરોપીઓને ઝડપી પાડયા

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા

ગઈ કાલે આ બંને પિતા-પુત્ર બહાર નીકળ્યા હતા. ત્યારબાદ સોમવારે તેઓ ઘરે પરત ન ફરતા બંનેની શોધખોળ કરવામાં આવી હતી. જ્યાં કેનાલ પાસેથી આ બંનેનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. આ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પુત્રની માનસિક સ્થિતિ સારી નહોતી. તેમજ આર્થિક તંગીના કારણે તેના પિતા પણ માનસિક રીતે પરેશાન હતા માટે આવું પગલું ભર્યુ હતું.

આ પણ વાંચો : જૂનાગઢ પોલીસને મળી મોટી સફળતા, ચડ્ડી બનિયાન ધારી ગેંગનો 17 ગુનાનો ભેદ ઉકેલ્યો

આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું

સવારે આ બંનેના મૃતદેહો મળી આવતા સૌ કોઈ ચોંકી ગયા હતા. જો કે, પ્રાથમિક તપાસમાં આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે. જેથી પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી પરિવારજનોની પૂછપરછ કરી હતી. વધુ તપાસમાં પોલીસે ગુનો નોંધી Suicideનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details