ગુજરાત

gujarat

Cricket match of MLAs : 20 માર્ચથી કોબા ગ્રાઉન્ડમાં MLA મેદાને ઊતરશે, T20 રમાશે

By

Published : Mar 15, 2023, 7:49 PM IST

ગુજરાત વિધાનસભા ગૃહમાં જનતાના કારભાર માટે બેઠેલાં નેતાઓ હળવાશ માણવા ક્રિકેટ મેચ રમાડવાનું નક્કી થયું છે. ધારાસભ્યોની ક્રિકેટ મેચના મુખ્ય આયોજક વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ છે. તેમણે સમગ્ર પ્લાનિંગ વિશે મહત્ત્વની જાણકારી આપી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના પ્રધાન મંડળના તમામ સભ્યો પણ ક્રિકેટ મેચમાં રમતા જોવા મળશે

Cricket match of MLAs : 20 માર્ચથી કોબા ગ્રાઉન્ડમાં રમાશે ડે નાઈટ T20 મેચ, કેટલી ટીમો રમશે જાણો
Cricket match of MLAs : 20 માર્ચથી કોબા ગ્રાઉન્ડમાં રમાશે ડે નાઈટ T20 મેચ, કેટલી ટીમો રમશે જાણો

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં ભાજપની ઐતિહાસિક 156 બેઠકો સાથે જીત થઈ છે. ગુજરાત વિધાનસભામાં હવે ઇતિહાસ બનવાની કામગીરી શરૂ લારી છે. પહેલા ધુળેટી હોળીની ઉજવણી કરવામાં આવી. 60 વર્ષના ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત હોળી ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ હવે ધારાસભ્યોની ક્રિકેટ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

20 માર્ચથી શરૂ થશે મેચ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોની મેચના મુખ્ય આયોજક વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે ધારાસભ્યની મેચ બાબતે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 20 માર્ચથી ધારાસભ્યની ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્યની કુલ નવ જેટલી ટીમ તૈયાર કરવામાં આવી છે અને આ તમામ ક્રિકેટ મેચ કમલમની બાજુમાં આવેલા જીએસ ગ્રાઉન્ડમાં રમવા આવશે. જ્યારે આ તમામ મેચ વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ એટલે કે ડેનાઇટમાં આ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ કુલ ધારાસભ્યની નવ ટીમ તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો Hardik Patel : હાર્દિક પટેલનો ભડકાઉ ભાષણ કેસમાં નિર્દોષ છૂટકારો, જામનગરમાં 2017માં થયો હતો કેસ

સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ટીમના સભ્યવિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે ધારાસભ્યોની ક્રિકેટ મેચમાં નવી ટીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના પ્રધાન મંડળના તમામ સભ્યો પણ ક્રિકેટ મેચમાં રમતા જોવા મળશે. જ્યારે અધિકારીઓને પણ ધારાસભ્યો ની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો PM Modi Sports LOVE : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છલકતો રમત પ્રેમ ગુજરાતની કઇ ઇવેન્ટથી શરુ થયો હતો એ જાણો છો?

5 દિવસ મેચનું આયોજન ધારાસભ્યો ક્રિકેટ મેચ બાબતે હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે 5 દિવસ સુધી મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 20 માર્ચના દિવસે પ્રથમ મેચ રમવામાં આવશે. આ મેચ 25 માર્ચ સુધી રાત્રિના સમયે આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ગાંધીનગર મીડિયા ટીમની પણ ક્રિકેટ ટીમ તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત કઇ ટીમના કેપ્ટન કોણ અને સભ્યો કોણ ચે બાબતે હજુ અંતિમ બેઠક કર્યા બાદ 9 ટીમ ફાઇનલ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details