ગાંધીનગરપ્રાકૃતિક કૃષિની સાથે જો દેશી બીજનું વાવેતર કરવામાં આવે તો ચમત્કારિક પરિણામ મેળવી શકાય છે. મધ્યપ્રદેશના પાંચસોની વસતી ધરાવતા હોશંગાબાદ જિલ્લાના બનખેડી તાલુકાના ગરધા ગામના રહીશ માનસિંહ ગુર્જર (Mansinh Gurjar ) તાજેતરમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની રાજભવન ખાતે મુલાકાત લઇને તેમણે પોતે વિકસાવેલી સાડા પાંચ ફૂટ લાંબી દેશી પ્રજાતિની દૂધીની સાથે તેમણે વિકસાવેલાં અને સાચવેલાં વિવિધ દેશી બીજના કૃષિ ઉત્પાદનોના નમૂના (sample of indigenous seed agricultural products ) પ્રસ્તુત કર્યા હતાં. આ પ્રસંગે તેમણે એકલા હાથે 600 પ્રજાતિના દેશી બીજનું જતન સંવર્ધન (Breeding of Indigenous Seeds Conservation ) કરવા અંગે રાજ્યપાલને જણાવ્યું હતું.
આ પણ વાંચો વડોદરાના આલમપુરા ગામમાં પ્રાકૃતિક ખેતીને ધ્યાનમાં રાખી બનાવાયું નેટ હાઉસ
રાજ્યપાલે 51,000 રૂપિયાનો ચેક પુરસ્કાર અર્પણ કર્યોપ્રાકૃતિક કૃષિ અને દેશીબીજના જતન સંવર્ધનની તેમની લગન અને મહેનતથી પ્રભાવિત થઇને રાજ્યપાલે તેમને 51,000 રૂપિયાનો ચેક પુરસ્કાર સ્વરૂપે અર્પણ (Honored by Governor Acharya Devvrat ) કર્યો હતો. આ પ્રસંગે પોતાની ખુશી વ્યક્ત કરતા માનસિંહ ગુર્જર (Mansinh Gurjar ) જણાવતાં કહ્યું હતું કે “મારી મહેનત રંગ લાવી છે. દેશી બીજના વાવેતર (Breeding of Indigenous Seeds Conservation )સાથે છેલ્લાં પંદર વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરું છું, ત્યારે રાજ્યપાલના હસ્તે આ પુરસ્કાર મેળવીને હું ધન્યતા અનુભવું છું.” તેમણે 51,000 પુરસ્કારની વાત ઘરના સભ્યોને મોબાઇલ દ્વારા જણાવી ત્યારે તેમના પરિવારજનો પણ ખુશ થયા હતાં.
આ પણ વાંચો રાજ્યપાલે દેશના સૌપ્રથમ પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- આ કાફે તો...
શાકભાજીની અવનવી જાત વિકસાવી માનસિંહ ગુર્જર (Mansinh Gurjar ) એ દેશી બીજની જાળવણી ઉપરાંત કેટલીક જાત પોતે પણ વિકસાવી છે. તેઓ સફેદ કારેલાં, લાલ ભીંડી, કાળાં મરચાં, જાંબલી વાલોળ જેવા પ્રાકૃતિક કૃષિની મદદથી મેળવેલા ઉત્પાદનો પણ સાથે લાવ્યા હતાં. માનસિંહભાઇ જણાવે છે કે તેઓ પંદર વર્ષના હતાં ત્યારથી દેશીબીજનું જતન સંવર્ધન કરે છે. આજે તેમની પાસે ચોખાની લગભગ 230 દેશી જાત, ઘઉંની 108 જાત અને જુદાં જુદાં શાકભાજીના 150 જાતના દેશીબીજનો સંગ્રહ ઉપલબ્ધ છે. દેશીબીજના ઉત્પાદન અંગે તેઓ જણાવે છે કે 15 એકરના ખેતરમાં તેઓ નિયમિત રીતે બે એકર જમીનમાં દેશીબીજનું પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી વાવેતર કરી બીજ નિર્માણ કરે છે. અન્ય ખેડૂતોને પણ વિનામૂલ્યે દેશી બીજ આપી તેના વાવેતર માટે પ્રેરણા આપે છે. વાવેતર માટે આપેલાં એક કિલો દેશી બીજના બદલાંમાં તેઓ ઉત્પાદન બાદ દોઢ - બે કિલો બીજ ખેડૂત પાસેથી પાછા મેળવે છે, જેથી તેમના સંગ્રહમાં વૃદ્ધિ થતી જાય છે.
માનસિંહ ગુજર્રનું 51,000નો પુરસ્કાર અર્પણ કરી રાજ્યપાલે કર્યું સન્માન સાત ફૂટ લાંબી દૂધીનું ઉત્પાદન માનસિંહ ગુર્જર (Mansinh Gurjar ) એ પ્રાકૃતિક કૃષિ દ્વારા દેશીબીજની મદદથી ચમત્કારિક પરિણામો મેળવ્યા છે. તેમની પાસે રહેલાં બીજનું પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી વાવેતર કરીને તેઓ સાત ફૂટ લાંબી દૂધીનું ઉત્પાદન મેળવે છે. બીજી એક પ્રજાતિની દૂધીનું વજન 22 કિલો છે. તેમના ખેતરમાં ઉગતા 20 કિલો વજનનું તડબૂચ, સાડા ત્રણ ફૂટ લાંબા ગલકાં-તૂરિયા હોય કે ત્રણ કિલો વજનનું રીંગણ હોય લોકો આ ઉત્પાદનોને જોઇને આશ્ચર્ય ચકિત થઇ જાય છે. માનસિંહભાઇ કહે છે, “આ પ્રાકૃતિક કૃષિ અને દેશી બીજનો ચમત્કાર છે. દેશી બીજ આપણી ધરોહર છે, કોઇકે તો જતન કરવું જ પડશે.” તેમની વાત સાચી છે. આજે તેઓ એકલા હાથે દેશી બીજની 600 જેટલી પ્રજાતિ ધરાવે છે અને સતત તેનું જતન-સંવર્ધન કરતા રહે છે. તેઓની એક જ ધૂન છે. દેશી બીજને બચાવવા તેઓ કહે છે દેશી બીજને બચાવવું પુણ્યનું કાર્ય છે. તેમના જીવનનું લક્ષ્ય છે. દેશી બીજની બેન્ક બનાવવી અને આ બીજબેન્કનું બેલેન્સ સતત વધારતા રહેવું.
પ્રાકૃતિક કૃષિમાં પાણીની 50 ટકા બચતપ્રાકૃતિક કૃષિને માનસિંહ ગુર્જર (Mansinh Gurjar ) ખેડૂતો માટે આશીર્વાદરૂપ માને છે. તેઓ જણાવે છે કે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક કૃષિનું જે જનઅભિયાન ચલાવવામાં આવે છે તે ઇશ્વરીય કાર્ય છે. પ્રમાણિકતાથી પ્રાકૃતિક કૃષિ કરવામાં આવે તો ચમત્કારિક પરિણામ મળે છે. તેમણે પ્રાકૃતિક કૃષિના ચમત્કારને પોતાનાં ખેતરમાં જોયો છે. રાસાયણિક કૃષિથી પ્રતિ એકર ઘઉંનો ઉતારો 12થી 14 ક્વિન્ટલ મળે છે જ્યારે તેમના ખેતરમાં તેઓ પ્રાકૃતિક કૃષિ દ્વારા ઘઉંનું પ્રતિ એકર ઉત્પાદન 15 થી 16 ક્વિન્ટલ મળે છે. રાસાયણિક કૃષિમાં શેરડી પ્રતિ એકર 400 ક્વિન્ટલ સામે પ્રાકૃતિક કૃષિથી તેઓ પ્રતિ એકર 550 ક્વિન્ટલ શેરડીનું ઉત્પાદન મેળવે છે. પ્રાકૃતિક કૃષિથી મેળવેલી શેરડીનો સાંઠો 17 થી 18 ફૂટ ઉંચાઇ ધરાવે છે. જેનું વજન પણ રાસાયણિક કૃષિ કરતા બમણું હોય છે. તેઓ જણાવે છે કે, પ્રાકૃતિક કૃષિ અને દેશીબીજથી ખેતી કરો તો ખેતરમાં રોગ નથી આવતો. ગમે તેટલો વરસાદ પડે તો પણ જમીન એટલી નરમ હોય છે કે, પાણી ધરતીના પેટાળમાં સમાઇ જાય છે. પ્રાકૃતિક કૃષિમાં પાણીની 50 ટકા બચત થાય છે.
લોકો બમણાં ભાવ આપવા તૈયાર પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ અંગે માનસિંહ ગુર્જર (Mansinh Gurjar ) જણાવે છે કે, એક વખત ખેડૂતમાં વિશ્વાસ બેસે અને ઉત્પાદનમાં ગુણવત્તાની ખાતરી મળે પછી લોકો પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનના બમણાં ભાવ આપવા તૈયાર હોય છે. તેઓ જણાવે છે, “મારે મારાં ઉત્પાદનો બજારમાં વેંચવા જવું પડતું નથી. ખેતરબેઠાં બમણાં ભાવે મારા ખેત ઉત્પાદનો લોકો લઇ જાય છે.” તેમણે ખેતરમાં જ પથ્થરવાળી ઘંટી રાખી છે. તેની મદદથી વેલ્યુ એડિશન કરી મગદાળ, ચણાદાળ વગેરે તૈયાર કરી તેઓ વેચે છે. પ્રાકૃતિક કૃષિની પ્રેરણા તેમણે પિતાજી પાસેથી મેળવી હોવાનું જણાવતા તેઓ કહે છે, “મારા પિતાજી વર્ષોથી પરિવારના ઉપયોગ માટે એક એકર જેટલાં ખેતરમાં રાસાયણિક ખાતર કે જંતુનાશકોના ઉપયોગ વિના ખેતી કરતા અને પરિવાર માટે શુદ્ધ ખાદ્યાન્ન મેળવતા. મેં પિતાજી પાસેથી પ્રેરણા મેળવીને વર્ષ 2010થી પંદર એકરના ખેતરમાં એક ઝાટકે પૂરી વિધિથી પ્રાકૃતિક કૃષિ અપનાવી. મારું ઉત્પાદન જરાય ઘટ્યું નથી, ઉલટાનું ગુણવત્તા ધરાવતા ઉત્પાદનોના વધુ ભાવ મળે છે.”
દેશીબીજની બેંક બનાવવા સલાહ રાજ્યપાલે માનસિંહ ગુર્જર (Mansinh Gurjar ) ની પ્રાકૃતિક કૃષિ અને દેશીબીજના જતન સંવર્ધનની લગન જોઇને પ્રસન્નતા વ્યકત કરીને 51,000નો ચેક પુરસ્કાર રૂપે (Honored by Governor Acharya Devvrat )આપ્યો ત્યારે તેમને હવે એ વાતની ખુશી છે કે, દેશી બીજની પ્રજાતિઓ લુપ્ત ન થઇ જાય તેની સંભાળ લેવાની તેમની મહેનત ફળી છે. તેમનું સપનું છે દેશીબીજની બેંક બનાવવી જેથી ખેડૂતો પણ તેમના દેશીબીજને સંરક્ષિત કરી શકે. તેમની લગન અને આત્મવિશ્વાસ ઉપરથી તો એવું ચોક્કસ કહી શકાય કે તેમનું સપનું અવશ્ય સાકાર થશે.