ગુજરાત

gujarat

ગાંધીનગરમાં કોરોનાના 20 નવા કેસ, જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 750 પર પહોંચ્યો

By

Published : Jul 19, 2020, 7:26 AM IST

ગાંધીનગર જિલ્લામા વધુ 20 કેસ સામે આવ્યાં છે. જેમા ગાંધીનગર તાલુકામાં 9, દહેગામ તાલુકામાં 1, માણસા તાલુકામાં 6 અને કલોલ તાલુકામાં 4 સહિત 20 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જ્યારે મહાનગરપાલિકા વિસ્તારમાં વધુ 8 કેસ સામે આવ્યાં છે. એક જ દિવસમાં 28 કેસ સામે આવતા લોકો ભયભીત થઇ ગયા છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 1107 કેસ થયાં છે.

Gandhinagar
ગાંધીનગર

ગાંધીનગર: જીઈબી કોલોનીમાં રહેતી 50 વર્ષીય મહિલા અને સેકટર-7માં રહેતો તથા અમદાવાદ ખાતે માસ ફાઈનાન્સમાં નોકરી કરતો 38 વર્ષીય યુવક કોરોનાગ્રસ્ત થયાં છે. આ બંનેને કોરોનાના લક્ષણો ન હોવાથી હોમ આઈસોલેશનમાં રખાયા છે. સેકટર-2 બી ખાતે રહેતી 32 વર્ષીય મહિલા કોરોનાગ્રસ્ત થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સેકટર-5 સીમાં રહેતા અને પ્લાઝ્મા રિસર્ચ-અમદાવાદ ખાતે નોકરી કરતાં 57 વર્ષીય આધેડ કોરોનાગ્રસ્ત થયાં છે. તેને ગાંધીનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. સેકટર-24 ખાતે રહેતી 55 વર્ષીય મહિલા સંક્રમિત થઈ છે, અને તેમને હોમ આઈસોલેશનમાં રખાયા છે. સેકટર-7 સીમાં રહેતા અને એસઓજીમાં ફરજ બજાવતા 32 વર્ષીય યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાટનગરમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોના દર્દીઓની સંખ્યા 357 થઈ છે.

ગાંધીનગર જિલ્લા આરોગ્ય શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતો યુવાન કર્મચારી કોરોનાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના પગલે સાથે બેસતા શાખાના કર્મચારીઓ પોતે પણ સંક્રમિત થયા હોવાની ચિંતા પ્રસરી છે. જો કે, સંક્રમણની ગંભીરતાને લક્ષમાં લઇ તંત્ર દ્વારા આરોગ્ય શાખાના તમામ સ્ટાફના આરોગ્યની તપાસ સાથે કોવિડ ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પંચાયત ભવનના બીજા માળે બેસતી આરોગ્ય શાખાની કચેરીમાં સીડીએચઓ, ડીએચઓ, મેલેરિયા વિભાગ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ બેસે છે.

સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અને પેથાપુરમાં રહેતા 32 વર્ષનો યુવાન કોરોનાથી સંક્રમિત થતાં શંકાસ્પદ લક્ષણો જણાઇ આવ્યાં હતાં. શંકાસ્પદ લક્ષણો જણાઇ આવતાં કર્મચારીનો કોરોના વાઇરસનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવતાંની સાથે અન્ય કર્મચારીઓમાં ફફડાટની લાગણી પ્રસરી ગઇ હતી. જેમાં તંત્ર દ્વારા 4થી વધુ કર્મચારીના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું તંત્રએ જણાવ્યું હતું. પેથાપુર ખાતે તેના પરિવારના સભ્યોના આરોગ્યની તપાસ તેના ઘર સાથે આરોગ્ય શાખાને સેનેટાઇઝર કરવાની કામગીરી હાથ ધરાઇ છે.

ગાંધીનગર તાલુકાના કુડાસણ ગામમાં 21 વર્ષીય અને 41 વર્ષીય સ્ત્રી અને 48 વર્ષીય પુરૂષ, વાવોલ ગામમાં 46 વર્ષીય પુરૂષ, ભાટ ગામમાં 54 વર્ષીય પુરૂષ, શિહોલી મોટી ગામમાં 28 વર્ષીય પુરૂષ, જાખોરા ગામમાં 28 વર્ષીય સ્ત્રી, શાહપુર ગામમાં 78 વર્ષીય પુરૂષ અને ઉનાવા ગામમાં 40 વર્ષીય સ્ત્રીને કોરોના પોઝિટિવ આવ્યો છે. દહેગામ તાલુકામાં નાંદોલ ગામમાં 45 વર્ષીય પુરૂષ, માણસા તાલુકામાં ચરાડા ગામમાં 60 વર્ષીય પુરૂષ, લોદરા ગામમાં 70 વર્ષીય સ્ત્રી, આજોલ ગામમાં 72 વર્ષીય સ્ત્રી અને માણસા શહેરમાં 69 અને 25 વર્ષીય સ્ત્રી અને 35 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ આવ્યો છે. કલોલ તાલુકામાં મુબારકપુર ગામમાં 45 વર્ષીય પુરૂષ, ડિંગુચા ગામમાં 49 વર્ષીય પુરૂષ અને કલોલ શહેરમાં 38 વર્ષીય અને 36 વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે. આમ, જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 750 થયો છે. જેમાં 41 વ્યક્તિઓના મૃત્યૃ થયા છે.

ABOUT THE AUTHOR

...view details