ગુજરાત

gujarat

દીવ મ્યુનિસિપલ કાઉન્સિલમાં લહેરાયો ભગવો, કોંગ્રેસને મોટો ઝટકો

By

Published : Jul 9, 2022, 2:45 PM IST

સંઘ પ્રદેશ દીવ મ્યુનિસિપલ કાઉન્સિલમાં ભાજપ(BJP wins Diu Municipal Council elections)જીત્યું છે. ગત તારીખ અને ગુરુવારના દિવસે 7 વોર્ડ માટે યોજાયેલા મતદાનની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ તમામ વોર્ડમાં ભાજપના કોર્પોરેટર વિજેતા જાહેર કરાયા છે.

દીવ મ્યુનિસિપલ કાઉન્સિલમાં લહેરાયો ભગવો
દીવ મ્યુનિસિપલ કાઉન્સિલમાં લહેરાયો ભગવો

દીવઃસંઘ પ્રદેશ દીવ મ્યુનિસિપલ કાઉન્સિલમાં( Diu Municipal Council)સંપૂર્ણ બહુમતી સાથે ભાજપ સત્તાસ્થાને પહોંચ્યું છે. ગત પાંચ વર્ષ દરમિયાન સંપૂર્ણ બહુમતી સાથે કોંગ્રેસે સત્તાના સૂત્રો દીવ મ્યુનિસિપલ કાઉન્સિલમાં સંભાળ્યા હતા. પરંતુ પાંચ વર્ષ બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના વર્તમાન કોર્પોરેટરે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લેતા 6 વોર્ડના તમામ ઉમેદવારો બિનહરીફ વિજેતા પણ જાહેર થયા હતા તો સાત વોર્ડમાં અપક્ષ અને ભાજપ વચ્ચે થયેલા ચૂંટણી જંગનું આજે પરિણામ જાહેર થયું છે.

આ પણ વાંચોઃEight years of Modi rule : જાણો ક્યાં બનશે દરિયા પર કેબલ કાર, કોંગ્રેસને સાણસામાં લઇ શાહે મોદી શાસનને કેવું વધાવ્યું જૂઓ

સંઘ પ્રદેશ દીવ નગરપાલિકામાં ભાજપનો ભગવો -જેમાં તમામ સાત વોર્ડમાં ભાજપના કોર્પોરેટરો વિજેતા (BJP wins Diu Municipal Council elections)જાહેર કરવામાં આવ્યા છે જેને કારણે પાંચ વર્ષ બાદ સંપૂર્ણ બહુમતી સાથે દીવ મ્યુનિસિપલ કાઉન્સિલમાં ભાજપ સત્તા પર આરૂઢ થયું છે. ગત પાંચ વર્ષ દરમિયાન કોંગ્રેસે દીવ મ્યુનિસિપલ કાઉન્સિલમાં પ્રચંડ બહુમત સાથે સત્તા હસ્તગત કરી હતી. ત્યાર બાદ જે તે સમયના પાલિકા પ્રમુખ હિતેશ સોલંકી વિરુદ્ધ કેન્દ્રીય એજન્સીઓની તપાસ અને ત્યારબાદ કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરનો પક્ષ પલટો ભાજપ માટે આશીર્વાદ સમાન બન્યો અને આજે દીવ મ્યુનિસિપલ કાઉન્સિલમાં 13 સભ્યોનું સભ્યપદ ધરાવતા બોર્ડમાં તમામ સભ્યો ભાજપના ચૂંટાયેલા જાહેર થયા છે.

આ પણ વાંચોઃદીવ નગરપાલિકાની ચૂંટણીની તારીખ જાહેર: જાણો કયા દિવસે થશે મતદાન અને ગણતરી

મ્યુનિસિપલ કાઉન્સિલમાં કેસરિયો લહેરાયો -ઘણા વર્ષો પછી આટલી પ્રચંડ બહુમતિ સાથે ભાજપ સત્તા સ્થાને પહોંચી છે તો બીજી તરફ પ્રચંડ બહુમતિ સાથે પાછલા પાંચ વર્ષ સુધી સત્તા ભોગવેલી કોંગ્રેસ આજે દીવ મ્યુનિસિપલ કાઉન્સિલમાં શૂન્યાવકાશ તરફ ધકેલાઈ ગઈ જેનો ફાયદો ભાજપ ને થતો જોવા મળ્યો અને આજે દીવ મ્યુનિસિપલ કાઉન્સિલમાં કેસરિયો લહેરાયો છે.

ABOUT THE AUTHOR

...view details