ગુજરાત

gujarat

દ્વારકાધીશ જગત મંદિરમાં તુલસી વિવાહ મનોરથ યોજાયો

By

Published : Nov 15, 2021, 11:05 PM IST

દ્વારકાધીશ જગત મંદિરમાં તુલસી વિવાહ મનોરથ યોજાયો

આજરોજ દેવ ઉઠી એકાદશીના શુભ દિને દ્વારકાધીશ જગતમંદિરમાં તુલસી વિવાહ મહોત્સવ (Tulsi Vivah Manorath was held at Dwarkadhish Jagat Mandir)ની ધાર્મિક વિધિ વિધાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. સાંજના સમયે ભગવાનના બાલ સ્વરૂપે શોભાયાત્રા બેન્ડવાજા સાથે શહેરના રાજમાર્ગો પર નિકળી હતી. રાત્રિના સમયે ભગવાનના તુલસી વિવાહનો પ્રસંગ ખુબજ ધામધુમ પુર્વક ઉજવવામાં આવ્યો હતો.

  • દ્વારકાધીશ જગત મંદિરમાં તુલસી વિવાહ મનોરથ યોજાયો
  • તુલસીપત્ર અર્પણ કરવાનો અનેરો મહિમા

દેવભૂમી દ્વારકા: આજરોજ દેવ ઉઠી એકાદશીના શુભ દિને દ્વારકાધીશ જગતમંદિરમાં તુલસી વિવાહ મહોત્સવ (Tulsi Vivah Manorath was held at Dwarkadhish Jagat Mandir)ની ધાર્મિક વિધિ વિધાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. સાંજના સમયે ભગવાનના બાલ સ્વરૂપે શોભાયાત્રા બેન્ડવાજા સાથે શહેરના રાજમાર્ગો પર નિકળી હતી. રાત્રિના સમયે ભગવાનના તુલસી વિવાહનો પ્રસંગ ખુબજ ધામધુમ પુર્વક ઉજવવામાં આવ્યો હતો. જેમાં શારદાપીઠના સંતો મહંતો અને શહેરના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં વૈષ્ણવ ભક્તો ઉમટી પડ્યા હતા..

દ્વારકાધીશ જગત મંદિરમાં તુલસી વિવાહ મનોરથ યોજાયો

તુલસીપત્ર અર્પણ કરવાનો અનેરો મહિમા

પૌરાણિક દ્રષ્ટિએ તુલસીપત્ર હેમ એટલે સુવર્ણ એવમ રત્નથી પણ ચડિયાતું છે. એટલે જ ભગવાનના ચરણોમાં તુલસીપત્ર અર્પણ કરવાનો મહિમા છે. કર્મના બંધનમાંથી મોક્ષ મેળવવા ભગવાન શ્રી હરી દ્વારકાધીશના ચરણોમાં દરરોજ રાત્રે વિષ્ણુ સહસ્ત્રના પાઠ સાથે તુલસીપત્ર અર્પણ કરવાનો અનેરો મહિમા છે. દ્વારકાધીશ મંદિરમાં તુલસી વિવાહનું મહત્વ સમજાવતા પ્રણવભાઈ પૂજારીએ જણાવ્યું કે દેવતાઓની દિવાળી દેવદિવાળી તરીકે ઓળખાય છે. અષાઢ સુદ અગિયારસથી ભગવાન વિષ્ણુ ચાર માસ માટે શયનમાં જઈ વિશ્રામ કરે છે, બાદ કારતક સુદ ૧૧ના વિશ્રામમાંથી બહાર આવે છે જેથી પુરાણોમાં આ દિવસને દેવઉઠી એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.

આ પણ વાંચો:Diwali 2021: દિવાળીનાં પાવન પર્વ પર દ્વારકામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી

આ પણ વાંચો:દેવભૂમિ દ્વારકામાંથી 66 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 350 કરોડથી વધુની કિંમત હોવાની માહિતી

ABOUT THE AUTHOR

...view details