ગુજરાત

gujarat

મળો દ્વારકાના આ ટેટુ આર્ટીસ્ટને જે છેલ્લા 11 વર્ષથી ભજવી રહ્યો છે કૃષ્ણનું પાત્ર

By

Published : Jul 19, 2021, 1:38 PM IST

artist
દ્વારકાનો ટેટુ આર્ટીસ્ટ છેલ્લા 11 વર્ષથી ભજવી રહ્યો છે કૃષ્ણનું પાત્ર ()

દેવભૂમ દ્વારકામાં રહેતા લોકો હંમેશા કૃષ્ણ ભક્તિમાં કોઈને કોઈ રીતે લીન રહેતા હોય છે. હિતેન ઠાકરએ પણ કૃષ્ણ ભક્તિમાં છેલ્લા 11 વર્ષથી લીન છે. હિતેન ઠાકર 11 વર્ષથી કૃષ્ણ લીલાનુ આયોજન કરે છે અને તેમાં કૃષ્ણનું પાત્ર પણ ભજવે છે સાથે તેઓ કૃષ્ણના ચિત્રો બનાવે છે અને કૃષ્ણના ટેટુ બનાવે છે.

  • દ્વારકામાં એક કલાકાર ભજવી રહ્યા છે 11 વર્ષથી કૃષ્ણનુ પાત્ર
  • હિતેન ઠાકર બનાવે કૃષ્ણના ચિત્ર અને ટેટુ
  • દર વર્ષે કૃષ્ણ લીલાનું કરે છે આયોજન

દેવભૂમિ દ્વારકા: ગુજરાતની દક્ષિણમાં જગતનો નાથ ભગવાન કૃષ્ણ દ્રારકામાં બિરાજે છે જ્યા કૃષ્ણનો કણ કણમાં વાસ છે, અહીં રહેતા લોકો પણ કૃષ્ણ રંગમાં રંગાયેલા છે અને કૃષ્ણભક્તિમાં લીન જોવા મળે છે. એક એવા જ ઉમદા કલાકાર હિતેન ઠાકર છે જે વર્ષોથી માત્ર ભગવાન કૃષ્ણના ટેટુ અને ચિત્ર બનાવે છે અને કૃષ્ણ લીલામાં ભગવાન કૃષ્ણનુ પાત્ર પણ ભજવે છે.

દ્વારકાનો ટેટુ આર્ટીસ્ટ છેલ્લા 11 વર્ષથી ભજવી રહ્યો છે કૃષ્ણનું પાત્ર

11 વર્ષથી કૃષ્ણનુ પાત્ર ભજવી રહ્યા છે

ETV Bharat સાથે વાતચીત દરમિયાન કલાકાર હિતેન ઠાકરે જણાવ્યું કે તેઓ છેલ્લા 11 વર્ષથી જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન કૃષ્ણ લીલનું દ્વારકામાં આયોજન કરે છે, જેમાં ભગવાન કૃષ્ણના જન્મ થી લઈને દ્વારકા નગરીમાં તેમના શાસન સુધીનું નાટયાઅંતર કરવામાં આવે છે. જેમાં તેઓ ટીમ લોકનૃત્યથી લઈને લોકગીતમાં ભગવાન કૃષ્ણનાં વિવિધ સ્વરૂપો રજૂ કરે છે, જેમાં હિતેન ઠાકર સમગ્ર કૃષ્ણલીલાનું કોરિયોગ્રાફર કરે છે અને ભગવાન કૃષ્ણનો નૃત્યુ પણ કરે છે.

આ પણ વાંચો : Weather Update: દ્વારકા જિલ્લાના માછીમારોને ચાર દિવસ દરિયો ન ખેડવા અપાઈ સૂચના, જાણો કેમ?

હિતેશ ઠાકોર ધરાવે છે બહુમુખી પ્રતિભા

દ્વારકા નગરીમાં ભગવાન કૃષ્ણના અનોખો મહિમા છે, અહીં દેશ-વિદેશથી શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે આ શ્રદ્ધાળુઓ ભગવાન કૃષ્ણના ટેટુ પણ હિતેન ઠાકર પાસે પડાવે છે ઠાકર માત્ર ભગવાન કૃષ્ણના ચિત્રો બનાવે છે જે ચિત્રોની પણ ખૂબ માંગ છે અને તેમના ચિત્રો અનેક લોકો વેચાતા પણ લઈ જાય છે. દ્વારકામાં રહેતા હિતેન ઠાકર બહુમુખી પ્રતિભા ધરાવે છે અને ટેટુ આર્ટીસ્ટથી લઈને ભગવાન કૃષ્ણના પાત્રમાં પણ તેઓ બંધબેસતા હોય છે અને જેના કારણે જ છેલ્લા 11 વર્ષથી તેઓ ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવે છે.

દ્વારકાનો ટેટુ આર્ટીસ્ટ છેલ્લા 11 વર્ષથી ભજવી રહ્યો છે કૃષ્ણનું પાત્ર

આ પણ વાંચો :કુદરતનો પ્રકોપ દ્વારકાધીશે લીધો પોતાને શિરે , મંદિર પર વીજળી પડતા ધજાને થયું નુકસાન

વીજળીને કારણે ધજાને નુક્શાન

ગત મંગળવારે દ્વારકાધીશ મંદિરના ધજા તમ પર વીજળી પડી હતી અને ધજાને નુકસાન પહોંચ્યું હતું. જો કે મંદિરમાં કોઈ પણ જાતની નુકસાની થઈ નથી. કોરોના સમયમાં જગત મંદિર દ્વારકાધીશ ને બંધ રાખવામાં આવ્યું હતું જોકે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા હવે જગત મંદિર ફરીથી ખુલ્લુ રાખવામાં આવ્યું છે જેના કારણે અહીં શ્રધ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details