ગુજરાત

gujarat

દેવભૂમિ દ્વારકામાંથી 66 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 350 કરોડથી વધુની કિંમત હોવાની માહિતી

By

Published : Nov 10, 2021, 10:09 AM IST

Updated : Nov 10, 2021, 12:33 PM IST

Drugs seized in Devbhoomi Dwarka

દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા હાઈવે પરથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જેમાં ખંભાળિયા આરાધના ધામ પાસે કારમાંથી અંદાજિત 66 કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.

  • દેવભૂમિ દ્વારકામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
  • આરાધના ધામ પાસે કારમાંથી અંદાજિત 66 કિલોનો ડ્રગ્સનો જથ્થો
  • દ્વારકા SOG અને ગુજરાત ATS દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી રહી છે

દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં ખંભાળિયા હાઈવે પરથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. જેમાં ખંભાળિયા આરાધના ધામ પાસે કારમાંથી અંદાજિત 66 કિલોનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જેની કિંમત 350 કરોડથી વધુની જણાવાઈ રહી છે. આ ડ્રગ્સ સમુદ્ર રસ્તે આવી રહ્યું હોવાની બાતમી મળી હતી. જેમાં દ્વારકા SOG અને ગુજરાત ATS દ્વારા સંયુક્ત રીતે તપાસ કરવામાં આવી રહી છે. આ અગાઉ મુદ્રા પોર્ટ પર પણ ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો હતો.

છેલ્લા 2 દિવસમાં સુરત અને અમદાવાદમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

પોલીસની સતર્કતાથી હાલ ડ્રગ્સ માફિયાઓનો ધંધો મુશ્કેલ બન્યો છે. રાજ્યમાં એક બાદ એક રેકેટ પકડાતા નશાખોરોની હાલત ખરાબ થઈ છે. આ સાથે જ ભારતમાં નશીલા પદાર્થો વેચવાનો પાકિસ્તાનના ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસમાં સુરત અને અમદાવાદમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આજે 16 કિલો હેરોઈન સાથે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો દ્વારકાથી ઝડપાયો છે.

અર્જુન મોઢવાડિયાએ ડ્રગ્સને મામલે સરકારને આડે હાથે લીધી

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ડ્રગ્સને મામલે સરકારને આડે હાથે લીધી હતી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ગુજરાતમાં ડ્રગ્સનો સપ્લાય બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. આજે દ્વારકામાં 66 કિલો (રૂપિયા 3.50 કરોડ) ડ્રગ્સ ઝડપાયું હતું. જેઓ 66 ગ્રામ દવા પર મગરના આંસુ વહાવે છે તેઓ મુન્દ્રાના 21000 કિલો કે 66 KG પર કંઈ કહેશે નહીં. ભાજપની સરકાર ગુજરાતમાં ડ્રગ માફિયાઓને રોકવામાં ભાજપ નિષ્ફળ નિવડી છે.

દેવભૂમિ દ્વારકા
Last Updated :Nov 10, 2021, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details