દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામના અને બરડા ડુંગર વિસ્તારોમાં રહેતા પોપટ આલા કોડિયાતર અને લાખા રામા કોડિયાતરને દારૂ ભરેલ ટ્રકોમાં હેરફેર અને વેચાણ કરવાની પ્રવૃત્તિમાં પકડી પાડીને જેલહવાલે કરવામાં આવ્યા હતા. રાજકોટ રેન્જ આઈજીની સૂચનાથી દેવભૂમી દ્વારકા LCB પોલીસ કાર્યવાહી કરી રહી છે. રેઇડ દરમિયાન ટ્રક અને મોટી માત્રામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો આરોપીઓ પાસેથી મળી આવ્યો હતો.
ભાણવડ તાલુકાના રાણપર ગામના 2 બુટલેગર, પાસા હેઠળ વડોદરા જેલના હવાલે
દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રાણપર ગામના 2 બુટલેગરને દારૂ ભરેલ ટ્રકોમાં હેરફેર અને વેચાણ કરવાની પ્રવૃત્તિમાં પકડી પાડીને વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યા હતાં.
etv bharat davrka
ગુજરાતના નામચીન બુટલેગરોને જિલ્લા કલેકટર દ્વારા સમગ્ર મામલે તપાસ કરી બંને આરોપીઓને જેલ હવાલે કરવા મંજૂરી આપી વોરન્ટ મેળવી LCB દ્વારા બજવણી કરવામાં આવી હતી.