ગુજરાત

gujarat

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ડાંગના વૈદ્યરાજો સાથે "સંવાદ" કર્યો

By

Published : Sep 11, 2020, 10:58 PM IST

ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમના મુલાકાતના બીજા દિવસે ગીરીમથક સાપુતારા ખાતે આવેલ "આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર"ની મુલાકાત લીધી હતી. જયાં તેમણે ડાંગના વૈદ્યરાજ સાથે સંવાદ કર્યો હતો.

Governor Acharya Devvart
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ડાંગના વૈધરાજો સાથે "સંવાદ" કર્યો

ડાંગઃ કુદરતી સૌંદર્યથી ભરપુર એવા ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સાપુતારા ખાતે આવેલ "આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર"ની મુલાકાત લઇ ડાંગ જિલ્લામાં પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ દ્વારા ઉપચાર કરતા વૈદ્યરાજો સાથે સંવાદ કર્યો હતો. ડાંગના વૈદ્યરાજો સાથે સંવાદ કરી વૈદ્યરાજોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, તેઓ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનુ આધારભૂત દસ્તાવેજીકરણ કરે.

આચાર્ય દેવવ્રતની આયુર્વેદિક ઉપચાર કેન્દ્રની મુલાકાત
અંહી વૈદ્યરાજોને તેમણે જણાવ્યું હતું કે, ભારતની પ્રાચિનતમ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો લાભ "સર્વજન હિતાય, સર્વજન સુખાય"ના આશય સાથે ભાવિ પેઢીને પણ મળી રહે તે માટે જ્ઞાનનું આદાન પ્રદાન જરૂરી છે. રાજ્યપાલે વૈદ્યકીય જ્ઞાનમા જેમની ભક્તિ રહેલી છે, તેવા ભગતજનોની સેવાભાવનાને બિરદાવી હતી. અન્ય જિલ્લાઓ કરતાં ડાંગ જિલ્લામાં કોરોનાના સંક્રમણને મહદઅંશે રોકી શકાયું છે. કોરોનાના કપરા કાળમાં ડાંગ જિલ્લાના ગામે ગામ વૈદ્યરાજોના સહયોગથી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરીને ગ્રામજનોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વૈદ્યરાજોનો મોટો ફાળો રહ્યો છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ડાંગના વૈદ્યરાજો સાથે "સંવાદ" કર્યો
ગીરીમથકની ગોદમાં આવેલા "આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર"ની મુલાકાત સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ડાંગના વૈદ્યરાજો સાથે સંવાદ સાધી કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી મેળવી હતી. રાજ્યપાલની આ મુલાકાત વેળા તેમની સાથે લેડી ગવર્નર પણ જોડાયા હતા.રાજપાલની આ મુલાકાત દરમિયાન ડાંગ કલેકટર એન. કે. ડામોર તથા જિલ્લા વિકાસ અધિકારી એચ. કે. વઢવાણિયાએ પૂરક વિગતો રજૂ કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, પ્રાંત અધિકારી કાજલ ગામીત સહિતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details