ગુજરાત

gujarat

ડાંગના મજુર વર્ગની સારસંભાળ રાખવા તંત્ર સાબદું : કલેક્ટર

By

Published : Apr 6, 2020, 8:19 PM IST

મજુર વર્ગની સારસંભાળ રાખવા તંત્ર સાબદું

આયુર્વેદીક દવાઓથી ગામને સેનીટાઇઝ કરનાર ડાંગ જિલ્લો જે ભારત અને ગુજરાતમાં પ્રથમ જિલ્લો હશે. જયાં ૪૦થી ૪૫ હજાર ધરોમાં જડીબુટ્ટીના ઉપયોગથી દવાઓ બનાવીને દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. જિલ્લાના ભગત જેમને વૈધ તરીકે ઓળખવામાં આવે છે તેઓ પોતાના આયુર્વેદિક જ્ઞાનના ઉપયોગ કરીને જડીબુટ્ટીઓ બનાવે છે.

ડાંગ : કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે ડાંગ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. હાલમાં લોકડાઉનની પરિસ્થિતિમાં ડાંગના મજુરો જે અન્ય જિલ્લામાંથી પરત ફર્યા છે. તેઓનાં આરોગ્યની સારસંભાળ માટે તંત્ર દ્વારા સંપુર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. કોરોના વાઇરસની મહામારી રોકવા માટે પી.એમ મોદીએ કરેલા લોકડાઉનના આહ્વાનને ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંપુર્ણપણે પાલન કરવામાં આવી રહ્યું છે.

મજુર વર્ગની સારસંભાળ રાખવા તંત્ર સાબદું

શનિવારના રોજ ડાંગ કલેક્ટર એન.કે. ડામોરે મિડીયાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે જિલ્લાના લોકો સ્વેચ્છાએ લોકડાઉનનું પાલન કરી રહ્યાં છે. લોકડાઉન દરમિયાન લોકોને મુશ્કેલીઓ ન પડે તે માટે આવશ્યક સેવાઓ ચાલુ રાખવામા આવેલી છે. ડાંગના ૬૦ હજાર જેટલા મજુરો અન્ય જિલ્લાઓ જેવા કે સુરત, નવસારી વગેરે જગ્યાએ સુગર ફેક્ટરીમાં કામ અર્થે જાય છે. જેમાંથી લોકડાઉન દરમિયાન ૨૭૭૧૩ જેટલા મજુરો પરત ફર્યા હતા. જ્યારે અન્ય મજુરો ડાંગ દરબારના હોળી પર્વ પહેલા જ વતન પરત ફર્યા હતા.

ડાંગમાં કોરોના મહામારીને રોકવા માટે આહવા સિવીલ હોસ્પીટલ ખાતે ૧૦ બેડનો આઇશોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે શામગહાન, સુબીર અને વઘઇના પી.એચ.સી.હોસ્પીટલમાં પાંચ- પાંચ બેડના આઇશોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવેલા છે. આ ઉપરાંત કોરોના દર્દીઓ માટે ૧૦૦ બેડની અલગ હોસ્પીટલ આહવા સિવીલ હોસ્પીટલ ખાતે ઉભી કરવામાં આવશે જેની કામગીરી હાલ ચાલુ છે. જે ટુંક સમયમાં તૈયાર થઇ જશે.

વધુમાં ડાંગ કલેક્ટરે જણાવ્યું હતું કે કોરોના પોઝિટિવનો એક પણ કેસ જિલ્લામાં નથી, બે શંકાસ્પદ વ્યક્તિઓના રિપોર્ટ સુરત મેડીકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યા હતા જે નેગેટીવ આવ્યા છે. ડાંગના લોકો જે અન્ય જિલ્લામાંથી આવ્યા હતા. તેમાંથી ૩૦૦૦ જેટલા લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. જ્યારે ૨૭ હજાર જેટલા મજુરોનું ૧૦૦ ટકા મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details