ગુજરાત

gujarat

ડાંગના સુબિર તાલુકાની 2 બાળકીઓ ચેકડેમમાં તણાઈ, બંનેના મોત

By

Published : Sep 10, 2021, 10:31 PM IST

છેલ્લા 24 કલાક દરમિયાન આહવા પંથકમાં 13 મિ.મી વરસાદ
છેલ્લા 24 કલાક દરમિયાન આહવા પંથકમાં 13 મિ.મી વરસાદ ()

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શુક્રવારે પણ ધીમી ધારે સાર્વત્રિક વરસાદ યથાવત રહ્યો હતો. સુબિર તાલુકાનાં કસાડબારી ગામની 2 બાળકીઓ કોતરનાં ચેકડેમમાં તણાઈ જતાં બંનેના મોત થયાં હતાં.

  • ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર
  • સુબિર તાલુકાની 2 બાળકીઓ ચેકડેમમાં તણાઈ
  • પાણીમાં તણાયેલી બંને બળકીઓના મોત
  • સાપુતારામાં 1.2 ઈંચ વરસાદ ખાબક્યો

ન્યુઝ ડેસ્ક: મળતી માહિતી પ્રમાણે રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ગતરોજથી વરસાદી માહોલનું જોર ધીમું પડ્યું છે. ડાંગ જિલ્લાનાં આહવા, સાપુતારા, સુબિર, ચીંચલી, પીપલદહાડ, વઘઇ, ભેંસકાતરી, સાકરપાતળ, ગલકુંડ, બોરખલ, મહાલ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં શુક્રવારે દિવસ દરમિયાન ધીમીધારે વરસાદ નોંધાયો હતો.

સુબિર તાલુકાની 2 બાળકીઓ ચેકડેમમાં તણાઈ

ડાંગ જિલ્લામાં ધીમી ધારે વરસાદનાં કારણે નદી-નાળા અને વહેળાઓ શાંત ગતિમાં વહેતા જોવા મળી રહ્યા છે. ગતરોજ ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં કસાડબારી ગામની બાળકીઓ રોશની અનિલ જાદવ (ઉંમર 9 વર્ષ) અને સરિતાબેન રમેશભાઈ પવાર (ઉંમર 11 વર્ષ) જેઓ બન્ને ગામ નજીકનાં કોતરમાં આવેલ ચેકડેમમાં તણાઈ જતાં બંનેના મોત નીપજ્યા હતા. બંને બાળકીઓના મોતથી પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

સાપુતારામાં 1.2 ઇંચ વરસાદ ખાબક્યો

ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર, ગુરુવારે સાંજે 6 વાગ્યાથી શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન આહવા પંથકમાં 13 મિ.મી, વઘઇ પંથકમાં 06 મિ.મી,સુબિર પંથકમાં 10 મિ.મી, જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 30 મિ.મી એટલે કે 1.2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

વધુ વાંચો: Gujarat rain update: ડાંગ જિલ્લામાં ઝરમરીયો વરસાદ, કોઝવે ઉપરથી પાણી ઓસરતા વાહન વ્યવહાર સામાન્ય બન્યું

વધુ વાંચો: Gujarat rain update: ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ યથાવત, વ્હાનવ્યવહાર માટે 2 માર્ગો બંધ

ABOUT THE AUTHOR

...view details