ગુજરાત

gujarat

વાપીના બિસ્માર માર્ગોની રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેના રિજનલ અધિકારીએ કરી સમીક્ષા

By

Published : Jul 19, 2022, 6:00 PM IST

વાપીથી ધરમપુર(National Highway from Vapi to Dharampur) તેમજ વાપીથી સેલવાસ તરફના નેશનલ હાઇવે(National Highway from Vapi to Selvas) નંબર 56ની દુર્દશાના મીડિયામાં અહેવાલો છપાયા હતા. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે નવી દિલ્હીના રિજનલ ઓફિસરે વાપી આવી બિસ્માર રસ્તાઓની મુલાકાત લીધી હતી. અધિકારીએ બિસ્માર માર્ગોનું વહેલી તકે સમારકામ કરવા સૂચના આપી હતી.

વાપીના બિસ્માર માર્ગોની રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેના રિજનલ અધિકારીએ કરી સમીક્ષા
વાપીના બિસ્માર માર્ગોની રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેના રિજનલ અધિકારીએ કરી સમીક્ષા

દમણ:વલસાડ જિલ્લાના વાપીથી ધરમપુર તરફના તેમજ વાપીથી સેલવાસ તરફના નેશનલ હાઇવે(National Highway from Vapi to Dharampur) નંબર 56ની દુર્દશાના મીડિયામાં આવેલા અહેવાલો બાદ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે નવી દિલ્હીના રિજનલ ઓફિસરે(Regional Officer of Road Transport) વાપી આવી બિસ્માર રસ્તાઓની મુલાકાત લીધી હતી. તેમજ સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી. અધિકારીએ બિસ્માર માર્ગોનું વહેલી તકે સમારકામ કરવા તાકીદ કરી હતી.

મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે નવી દિલ્હીના રિજનલ ઓફિસરે વાપી આવી બિસ્માર રસ્તાઓની મુલાકાત લીધી હતી

આ પણ વાંચો:ડાંગમાં લગભગ 3 વર્ષનો વરસાદ 1 વર્ષમાં, છેલ્લા 29 વર્ષોનો તુટ્યો રેકોર્ડ

રિજનલ ઓફિસરે કરી ખાડાઓનું નિરીક્ષણ -વલસાડ જિલ્લામાં ભારે વરસાદમાં તમામ મુખ્ય માર્ગોનું ધોવાણ(Main roads Erosion Valsad district) થયું છે. એમાં પણ વાપીથી સેલવાસ તરફ અને વાપી ચણોદથી ધરમપુર તરફ જતા નેશનલ હાઇવે નંબર 56ના ખાડાઓની તસવીરો મીડિયામાં અને સોશિયલ મીડિયામાં વાયરલ(Viral in social media) થયા બાદ દિલ્હીના અધિકારીઓ જાગ્યા છે. મંગળવારે વાપીમાં મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે નવી દિલ્હીના રિજનલ ઓફિસરે મુલાકાત લીધી હતી. રિજનલ ઓફિસરે(Regional Officer of New Delhi) સ્થાનિક અધિકારીઓને સાથે રાખી રોડ પર પડેલા મસમોટા ખાડાઓનું નિરીક્ષણ કરી PWD સર્કિટ હાઉસમાં અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. અધિકારીએ તાબડતોબ હાઇવે પર પડેલા ખાડાઓની મરામત કરવાની સૂચના આપી હતી.

અધિકારીએ બિસ્માર માર્ગોનું વહેલી તકે સમારકામ કરવા તાકીદ કરી હતી.

રોડનું લેવલ કરી બ્લોક બેસાડવાની કામગીરી શરૂ કરાઈ -વાપીમાં ગુજરાત, દાદરા નગર હવેલી અને દમણ રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવેનો હવાલો સંભાળતા રિજનલ ઓફિસરની મુલાકાત બાદ તાબડતોબ ખાડાઓની મરામત કામગીરી હાથ ધરી હતી. PWD વિભાગે વાપી દમણને જોડતા માર્ગ પર JCB દ્વારા રોડનું લેવલ કરી બ્લોક બેસાડવાની કામગીરી હાથ ધરી હતી. વાપી ચાર રસ્તાથી સેલવાસ તરફ ચણોદમાં તેમજ ચણોદથી કરવડ ધરમપુર તરફના બિસ્માર બનેલા માર્ગનું પણ સમારકામ હાથ ધર્યું હતું.

આ પણ વાંચો:ભાવનગરમાં રસ્તાઓની દયનીય હાલત, જ્યા જોવો ત્યા ખાડે ખાડા

52 કરોડના ખર્ચે ચણોદ-કરવડ માર્ગનું નવીનીકરણ -ઉલ્લેખનીય છે કે વાપીથી સેલવાસ તરફ અને ચણોદથી ધરમપુર-નાસિક તરફનો નેશનલ હાઇવે નંબર 56 ખૂબ જ ખરાબ થયો છે. એમાં પણ વાપીના ચણોદથી કરવડ સુધીનો માર્ગ દર વર્ષે ખાડા માર્ગ બનતો હોય તેને ફોરલેન બનાવવાની મંજૂરી મળી છે. 5મી ઓગસ્ટના તેનું ટેન્ડર ખુલવાનું છે. અંદાજિત 52 કરોડના ખર્ચે ચણોદ-કરવડ માર્ગનું નવીનીકરણ હાથ ધરવામાં આવશે. જે અંગે સ્થાનિક અધિકારીઓ સાથે રિજનલ ઓફિસરે ચર્ચા કરી હતી. જો કે તેમણે તેમની આ મુલાકાત અંગે મીડિયા સમક્ષ કંઈપણ કહેવાનું ટાળ્યું હતું. જ્યારે અધિકારીના નામ અંગે PWD અને હાઇવેના અધિકારીઓ જ અજાણ રહ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details