ગુજરાત

gujarat

ભાજપનો વિજય : દાહોદ જિલ્લા પંચાયતની 50માંથી 40 બેઠક નામે કરી

By

Published : Mar 2, 2021, 9:24 PM IST

local body election

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દાહોદ જિલ્લામાં ભાજપે પોતાનું આધિપત્ય જમાવ્યું છે. દાહોદ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતો તેમજ દાહોદ નગરપાલિકામાં ભાજપે વિજય ધ્વજ લહેરાવ્યો છે.

  • દાહોદ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને દાહોદ નગરપાલિકામાં ભાજપની બહુમતી
  • દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો
  • દાહોદ નગરપાલિકાનો ગઢ ભાજપે અડીખમ જાળવ્યો

દાહોદ : જિલ્લામાં સ્થાનિક સ્વરાજની યોજાયેલી ચૂંટણીના મત ગણતરીને શરૂઆતથી જ ભાજપે કોંગ્રેસને ધોબી પછડાટ આપીને આગાવાડા જિલ્લા પંચાયત બેઠકથી વિજય લહેર શરૂ કરી હતી. કોંગ્રેસનો ગઢ ગણાતા પૂર્વ પટ્ટી અને સરહદી વિસ્તારોમાં એક પછી એક તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોના પરાજય થવાની સાથે ભાજપના ઉમેદવારોનો વિજયઘોષ સંભળાવવાનું શરૂ થયું હતું. જિલ્લામાં ઝાલોદ નગરપાલિકાની એક બેઠક, દાહોદ નગરપાલિકાની બેઠકો, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પણ ભાજપે અવિરત વિજયનું રણશિંગુ ફુક્યું હતું.

દાહોદ જિલ્લા પંચાયતની 50માંથી 40 બેઠક નામે કરી

કોંગ્રેસને ધૂળ ચાટતી કરી દાહોદ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો

દાહોદ જિલ્લા પંચાયતની 50 બેઠકો માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભાજપને 40 બેઠકો કોંગ્રેસને 9 બેઠકો અને અપક્ષને એક બેઠક મળી છે. આમ ભાજપે કોંગ્રેસના ધુરંધરોને ધૂળ ચાટતા કરી દીધા છે. આ કોંગ્રેસના ધોરણ તો સામે ભાજપના ઉગતા સિતારા રૂપી નવયુવા ઉમેદવારોએ ભવ્ય વિજય હાંસલ કર્યો છે. આમ દાહોદ જિલ્લા પંચાયત પર પંજાને કચડીને કમળનો બહુમત સાથે વિજય પરચમ લહેરાવ્યો છે.

દાહોદ જિલ્લામાં ભાજપનો વિજય

દાહોદ જિલ્લાની 9 તાલુકા પંચાયતોમાં ભાજપનો કબ્જો

તાલુકા પંચાયતનું નામ કુલ ભાજપ કોંગ્રેસ અન્ય
દાહોદ તાલુકા પંચાયત 38 31 06 01
લીમખેડા તાલુકા પંચાયત 24 22 2 0
ધાનપુર તાલુકા પંચાયત 24 23 1 0
દેવગઢ બારિયા તાલુકા પંચાયત 28 28 0 0
ફતેપુરા તાલુકા પંચાયત 28 23 3 2
સંજેલી તાલુકા પંચાયત 16 12 4 0
ગરબાડા તાલુકા પંચાયત 24 17 03 04

દાહોદ નગરપાલિકા નો ગઢ ભાજપે અડીખમ જાળવ્યો

દાહોદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના સંગઠન પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા નવા નિયમો સાથે ઘણા નેતાઓની ટિકિટ કાપી નાંખતા હડકંપ મચ્યો હતો. તેમજ ભાજપના નેતાઓએ બળવો પણ કર્યો હતો, તેમ છતાં પણ પ્રજાએ ભાજપને સાથે રહી વિકાસ કામોને ધ્યાનમાં રાખીને ભાજપના ઉમેદવારોને જીત અપાવી છે. દાહોદ નગરપાલિકાના 9 વૉર્ડની 36 બેઠકોમાંથી 31 બેઠકો પર ભાજપે કબ્જો જમાવ્યો છે. જ્યારે 5 બેઠકો પર કોંગ્રેસ વિજય મેળવીને હાસ્યામાં ધકેલાઈ છે. જ્યારે ઝાલોદ નગરપાલિકાની 1 બેઠક માટે થયેલા મતદાનમાં અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યો છે અને એક બેઠકમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા.

દાહોદ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને દાહોદ નગરપાલિકામાં ભાજપની બહુમતી

ABOUT THE AUTHOR

...view details