- નસવાડીમાં ભારતીય જનતા પાર્ટીની યુવા મોરચા કારોબારી બેઠક યોજાઈ
- વિધાનસભા ચૂંટણીને લઈને પ્રદેશ મહામંત્રીએ ચર્ચા વિચારણા કરી
- ગ્રામપંચાયતની ચૂંટણીમાં પક્ષનો વિજય થાય તેમાટે યુવાનોને સમજ આપી
છોટાઉદેપુરઃ જિલ્લાના નસવાડી ખાતે પ્રદેશ યુવા મોરચા (Youth Front Executive Meeting ) નવનિયુક્ત મહામંત્રી ઇશાંત સોની અને જિલ્લા યુવા મોરચા નવનિયુક્ત પ્રભારી અક્ષિત પટેલનું ભવ્ય સ્વગાત કરવામાં આવ્યુ. છોટાઉદેપુર જિલ્લા યુવા મોરચાના કાર્યકતાઓ (Chhotaudepur Bharatiya Janata Party )અને હોદ્દેદારો સાથેવિધાનસભા ચૂંટણીને લઈને પ્રદેશ મહામંત્રીએ ચર્ચા વિચારણા કરી જેમાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં (Gram Panchayat Election 2021)એક થી વધુ ચૂંટણીમાં ભાજપ પ્રેરીત સરપંચ વધું ચૂંટાઈ તે માટે આહવાન કરાયુ.
ગ્રામપંચાયતના કોમ્યુટી હોલમાં યુવા સંમેલન
પ્રાપ્ત વિગત અનુસાર નસવાડી ભાજપ યુવા મોરચા દ્વારા નસવાડી ગ્રામપંચાયતના કોમ્યુટી હોલમાં યુવા સંમેલન (Youth Front Executive Meeting )રાખવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ યુવા મોરચાના(Youth Front Executive Meeting ) નવનિયુક્ત, મહામંત્રી ઇશાંત સોની સાથે જિલ્લા યુવા મોરચાના નવનિયુક્ત પ્રભારી અક્ષિત પટેલ થતા ધારાસભ્ય અભેસિંગ તડવી જિલ્લા ભાજપ મહામંત્રી ,રાજેશ વડેલી જિલ્લા યુવા મોરચાના મહામંત્રી જયરાજસિંહ ચૌહાણ તેમજ સમસ યુવા કાર્યકરોનો નસવાડી હોલમાં સંમેલન કાર્યક્રમ યોજાયો હતો.