ગુજરાત

gujarat

છોટાઉદેપુર જિલ્લાનાં દેવલીયા ગામ 100 વર્ષ બાદ અનોખી પરંપરા સાથે દેવોની જાતર બદલવાનો ઉત્સવ પૂર્ણ થયો

By

Published : Dec 31, 2022, 7:51 PM IST

છોટાઉદેપુર જિલ્લાનાં દેવલીયા ગામ 100 વર્ષ બાદ અનોખી પરંપરા સાથે દેવોની જાતર બદલવાનો ઉત્સવ પૂર્ણ થયો

છોટાઉદેપુર જિલ્લાનાં દેવલીયા ગામ(Devalia village of Chotaudepur district) 100 વર્ષ બાદ અનોખી પરંપરા (A unique tradition) સાથે દેવો ની જાતર બદલવાનો ઉત્સવ પૂર્ણ થયો. આદિવાસી બહુલ ધરાવતાં છોટા ઉદેપુર જિલ્લામાં ગામસાઈ ઇન્દ પેઢી બદલવાના ઉત્સવ ઉજવવાની સિઝન ચાલી રહી છે. ત્યારે દેવલિયા ગામ ના લોકો પણ આ પ્રચીન પરંપરાને સાચવી રાખવા અને ગામની સુખાકારી જળવાઇ રહે તે માટે રૂપિયા 12 લાખનો ખર્ચ કરી 100 વર્ષ બાદ દેવની પેઠી બદલી છે.

છોટાઉદેપુર જિલ્લાનાં દેવલીયા ગામ 100 વર્ષ બાદ અનોખી પરંપરા સાથે દેવોની જાતર બદલવાનો ઉત્સવ પૂર્ણ થયો

છોટા ઉદેપુર જિલ્લાનાં દેવલીયા ગામ (Devalia village of Chotaudepur district) 100 વર્ષ બાદ અનોખી (A unique tradition) પરંપરા સાથે દેવો ની જાતર બદલવાનો ઉત્સવ પૂર્ણ થયો. આદિવાસી બહુલ ધરાવતાં છોટા ઉદેપુર જિલ્લામાં ગામસાઈ ઇન્દ પેઢી બદલવાના ઉત્સવ ઉજવવાની સિઝન ચાલી રહી છે. ત્યારે દેવલિયા ગામ ના લોકો પણ આ પ્રચીન પરંપરાને સાચવી રાખવા અને ગામની સુખાકારી જળવાઇ રહે તે માટે રૂપિયા 12 લાખનો ખર્ચ કરી 100 વર્ષ બાદ દેવની પેઠી બદલી છે.

ગામના સરપંચે રૂઢિગત ગ્રામછ મહીના પહેલા સભા બોલાવી ગામના દેવોની જાતર (A unique tradition) બદલવાનો પ્રસ્તાવ મુકાયો હતો એમાં પ્રત્યેક કુટુંબ દીઠ રૂપિયા 1500 નો ફંડ ફાળો એકઠો કરવાનું નક્કી કરાય મુજબ 6000 ની વસ્તી ધરાવતાં ગામે રૂપિયા 12 લાખ નો ફન્ડ ફાળો એકઠો કરી ડોલરીયા ગામે દેવોનાં ઘોડા ઘડવાનો ઓર્ડર આપી આ ઘોડા ને પણ વાજતે ગાજતે લાવવામાં આવ્યા હતા. 9 દિવસ સુધી ગામ માં દરરોજ જવારા ને ઘાયના રૂપી કથા કરી, મહિલાઓ દેવો નાં ગીતો ગાઈને આસ્થાભેર પુજન કર્યાં બાદ,
9માં દીવસે ઇન્દ માંડવામાં આવ્યાં હતા

ગામનાં લોકો નાચતાં કૂદતાં કલમ કળાની દાળો ને અખાડા નાં સ્થળે લાવવમાં આવી હતી, જ્યાં દાળો વધાવી ડાંગર ની પુંજ મૂકી દાળો સમક્ષ માટલાં, પાટલા અને જવારા, અને હળ લાકડાંની આકૃતિ મૂકી, પ્રકૃતિ પૂજા બળવા દ્વારા કરવામાં આવી હતી, તો ગામ લોકો ઢોલ શરણાઈ, માંદલ અને વાદળી નાં સુર સાથે શાંતિપૂર્ણ માહોલમાં આખી રાત નાચગાન કર્યુ હતું.

વહેલી સવારે બળવાએ રોપવામાં આવેલીકલમ કળા ની દાળો પર થી પસાર થઇ દેવો ને પૂજા વિધી પૂર્ણ કરી નાચતાં કૂદતાં કદમ કળા ની અને જવારા નું વિસર્જન કરવામાં આવ્યું હતું જ્યારે માટલાં અને પાટલા દેવો ને ફરી માળા ઉપર મૂકી દેવા માં આવ્યાં હતાં.

છોટા ઉદેપુર જિલ્લાનાં સૌથી મોટાગામ દેવલીયા ગામ ના (Devalia village of Chotaudepur district) લોકો 10 દિવસ સુધી ગામ નાં 46 જેટલાં દેવો નો પૂજા વિધિ કરી આજે જાતર બદલવાનો ઉત્સવ પૂર્ણ થતાં આજ થી શેકેલું તળેલું અને વાઘરેલું ભોજન જમશે અને રાખવામાં આવેલી આંખડી ને પરિપૂર્ણ કરી વર્ષો જૂની પરંપરા મુજબ ગામ માં સુખ શાંતિ ખેત ખલિયાંન અને પશું પંખી ઓ પણ સાજા માંજા રહે ની કામના સાથે દેવ ની જાતર બદલવાનો ઉત્સવ ને આસ્થા પૂર્વક ઉજવણી કરી ધન્યતા અનુભવી છે.

ABOUT THE AUTHOR

...view details