ગુજરાત

gujarat

બોટાદમાં અનરાધાર મેઘમહેર: ભારે વરસાદના પગલે રોડ પર પાણી ફરી વળ્યા

By

Published : Aug 6, 2022, 1:22 PM IST

બોટાદમાં અનરાધાર મેઘમહેર: ભારે વરસાદના પગલે રોડ પર પાણી ફરી વળ્યા

હવામાન વિભાગની આગાહી મુજબ બોટાદમાં લાંબા સમય બાદ વરસાદ (Heavy rain in Botad)શરૂ થયો હતો. વરસાદના પગેલ ઠેર ઠેર પાણી ભરાયા હતા. બીજી તરફ સારો( Rain In Gujarat)વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. સાળંગપુર રોડ પર આવેલ અંડરબ્રિઝમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

બોટાદ: જિલ્લામાં લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી (Gujarat Rain Update )હતી. જેને લઈને હવામાન વિભાગની આગાહી મુજબ મોડી રાતથી ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ (monsoon 2022 in gujarat )વરસ્યો હતો. વરસાદથી પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી (Heavy rain in Botad)જોવા મળી હતી. ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે. બોટાદ જિલ્લામાં મેઘ સવારી નીકળતા પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. ભાવનગર રોડ પરનો બોટાદના રોડ પર પાણી ફરી વળ્યાં હતા. આ સિવાય અન્ડરબ્રિજ બંધ થઈ ગયો હતો.

બોટાદમાં અનરાધાર મેઘમહેર

વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી -બોટાદ જિલ્લામાં રાજ્યના સરેરાશ કરતા હંમેશા વરસાદ ઓછો પડતો (Gujarat rain news 2022 )હોય છે. ચાલુ વર્ષ દરમિયાન હાલની સ્થતિ મુજબ બરવાળામાં કુલ 13 ઈંચ,રાણપુર તાલુકામાં 11 ઈંચ,ગઢડા તાલુકામાં 12 ઈંચ તો બોટાદ તાલુકામાં 12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદ ચોક્કસથી ખેતીવાડી માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યો છે. કારણ કે વાવણી બાદ જે મુજબ પાકને જરૂર હોય તે મુજબનો વરસાદ પડતા જિલ્લામાં ઉત્પાદન ખૂબ સારું થશે. જિલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવે છે. આ વર્ષ દરમિયાન ખૂબ સારું ઉત્પાદન થશે તેવી આશા વ્યક્ત કરી શકાય ત્યારે હાલ જિલ્લાના ચેકડેમ, જળાશયો તેમજ ડેમો ખાલી સ્થતિમાં છે. ત્યારે હજુ વધુ વરસાદની જરૂર છે.

આ પણ વાંચોઃMonsoon Festival 2022 : ડાંગનું સૌંદર્ય પ્રવાસીઓને કરી રહી છે આફરીન આફરીન...

જિલ્લામાં સરેરાશ વરસાદ -ગતરોજ 4 ઓગસ્ટ 2022 ના રાત્રીના 8 વાગ્યા બાદથી વરસાદ શરૂ થયો હતો. આજરોજ તારીખ 5 ઓગસ્ટ 2022 ના સાંજના 5 વાગ્યા સુધીમાં બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સરેરાશ 93 મી.મી તેમજ સૌથી વધુ ગઢડા તાલુકામાં 140 મી.મી વરસાદ નોંધાયો છે. જેમાં સિઝનનો અગાઉના 262 થી વધીને કુલ 402 મી.મી નોંધાયો, તેમજ બરવાળા 87 મી.મી જેમાં અગાઉના 293 મી.મીથી વધીને કુલ 380 મી.મી નોંધાયો, તેમજ બોટાદમાં 81 મી.મી, અગાઉના 225 મી.મી થી વધીને કુલ 306 નોંધાયો, તેમજ રાણપુરમાં 64 મી.મી જે અગાઉના 278 થી વધીને કુલ 342 મી.મી નોંધાયો હતો. જિલ્લામાં સરેરાશ ગત 24 કલાકમાં 97 મી.મી અને અગાઉની સરેરાશ 265 મી.મી જે વધીને કુલ 358 મી.મી વરસાદ જિલ્લાનો સરેરાશ નોંધાયો છે.

આ પણ વાંચોઃWeather forecast : આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ

અંડરબ્રિઝમાં પાણી ભરાયા -જિલ્લામાં આજે દરેક તાલુકામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. જિલ્લામાં સારો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરીના દાવા કેટલા સાચા છે તેની સામાન્ય વરસાદમાં પોલ ખુલી ગઈ હોય તેવું જોવા મળે છે. બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલ અંડરબ્રિઝમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનની અવર જવર પાણી ઓછું થાય ત્યાં સુધી બંધ કરવો પડ્યો છે.

ABOUT THE AUTHOR

...view details