ગુજરાત

gujarat

Republic Day 2023: ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાને ઉજાગર કરતો 'ધન્ય ધરા બોટાદ' કાર્યક્રમ યોજાયો

By

Published : Jan 26, 2023, 8:43 AM IST

Republic Day: પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ બોટાદના ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાને ઉજાગર કરતો  'ધન્ય ધરા બોટાદ' સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
Republic Day: પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ બોટાદના ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાને ઉજાગર કરતો 'ધન્ય ધરા બોટાદ' સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો ()

પ્રજાસત્તાક પર્વની (Republic Day) પૂર્વ સંધ્યાએ બોટાદના ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાને ઉજાગર કરતો 'ધન્ય ધરા બોટાદ' સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

બોટાદ:ધર્મ, આસ્થા અને સાહિત્યના ત્રિવેણી સંગમ એવા બોટાદ જિલ્લાના આંગણે રાજ્યકક્ષાના 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ બોટાદના ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાને ઉજાગર કરતો 'ધન્ય ધરા બોટાદ' સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

પૂર્વ સંધ્યા:બોટાદ શહેરના ત્રિકોણી ખોડીયાર મંદિર પાસેના મેદાનમાં રાજ્યકક્ષાના 74માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ધર્મ, આસ્થા અને સાહિત્યના ત્રિવેણી સંગમ એવા બોટાદ જિલ્લાના આંગણે રાજ્યકક્ષાના 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ બોટાદના ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાને ઉજાગર કરતો 'ધન્ય ધરા બોટાદ' સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 225 કલાકારોએ બોટાદના ભવ્ય વારસાને સ્ટેજ પર આબેહૂબ જીવંત કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પણ વાંચો Padma Awards 2023: કુલ 106 હસ્તીઓને પદ્મ એવોર્ડને સન્માનિત કરાશે, 10 ગુજરાતી

સાંસ્કૃતિક કાર્યક્રમ:બોટાદ ખાતેના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો તેમજ જિલ્લાના લોકો ઉત્સાહભેર નિહાળવા મોટી જનમેદની સાથે ઉમટી પડ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં G20 કાર્યક્રમ અંતર્ગત 'વસુધૈવ કુટુમ્બકમ' સૂત્ર સાથેનું સ્વાગત ગીત, બોટાદની શાન એવા ટાવર ચોક અને ઘડિયાળના પાત્રો આધારિત વર્ણન, બોટાદ ગીત, પાંડવ - ભીમનાથ કૃતિ, ખોડીયાર ગરબો, ગઢડા - એભલ ખાચર કૃતિ, કષ્ટભંજન દેવ અને હનુમાન ચાલીસા કૃતિઓ, મેઘાણી કોર્ટ એપિસોડ, મીઠે નર ફાટે અને જનનીની જોડ જેવી આબેહૂબ દ્ર્શ્ય શ્રાવ્ય કૃતિઓથી ભરેલા આ કાર્યક્રમે બોટાદવાસીઓને બોટાદના ભવ્ય ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાથી અવગત કરાવ્યા હતા.

આ પણ વાંચો Republic Day : બોટાદમાં હવે ઘરઆંગણે મળશે મેડિકલ શિક્ષણ, CMએ 5 કરોડ રૂપિયા આપવા કરી જાહેરાત

ઉપસ્થિત રહ્યા:આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજ તેમજ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર તેમજ આ અવસરે બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુ બાબરિયા, સાંસદ ભારતી શિયાળ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો , રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, બોટાદ જિલ્લા કલેકટર બીજલ ટર શાહ, સનદી અધિકારીઓ, રાજ્ય સરકારના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ, બોટાદ જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાના સભ્યો, સ્થાનિક ઉદ્યોગપતિઓ, જિલ્લાના અગ્રણી ધાર્મિક-સામાજિક અગ્રણીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details