ગુજરાત

gujarat

મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે ગઢડામાં PSA ઓક્સિજન પ્લાનનું લોકાર્પણ, 80 ગામને મળશે લાભ

By

Published : Jul 5, 2021, 10:48 PM IST

મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે ગઢડામાં PSA ઓક્સિજન પ્લાનનું લોકાર્પણ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (CM Vijay Rupani) ગાંધીનગરથી બોટાદ જિલ્લાના ગઢડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર (Community Health Center) ખાતે 22 લાખના ખર્ચે નિર્માણ પામેલા 150 લીટર પ્રતિ મિનિટ ક્ષમતાના PSA ઓક્સિજન પ્લાન્ટનું (Oxygen Plant) વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું.

  • ગઢડામાં 22 લાખના ખર્ચે નિર્માણ પામશે ઓક્સિજન પ્લાન્ટ
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરાયું પ્લાન્ટનું લોકાર્પણ
  • 150 લીટર પ્રતિ મિનિટ ક્ષમતાનો PSA ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાયો

બોટાદ : ગઢડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર (Community Health Center) ખાતે ગાંધીનગરથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી(CM Vijay Rupani)ના હસ્તે 22 લાખના ખર્ચે નિર્માણ પામેલા 150 લીટર પ્રતિ મિનિટ ક્ષમતાના PSA ઓક્સિજન પ્લાન્ટ (Oxygen Plant)નું વર્ચ્યુએલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્લાન્ટ શરૂ થવાથી જરૂરિયાતના સમયે 80 ગામના લોકોને લાભ મળશે.

આ પણ વાંચો:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ફક્ત 62 કેસ નોંધાયા, 1 કોર્પોરેશન અને 20 જિલ્લામાં એક પણ નવો કેસ નહીં

પ્લાન્ટ શરૂ થવાથી 80 ગામના લોકોને મળશે લાભ

બોટાદ જિલ્લામાં આવેલી કોરોના હોસ્પિટલમાં રાજ્ય સરકાર અને દાતાઓના સહયોગથી ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે. ત્યારે, બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય આત્મારામ પરમારના પ્રયાસોથી 22 લાખના ખર્ચે નિર્માણ પામેલા 150 લીટર પ્રતિ મિનિટ ક્ષમતાના PSA ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટનો લોકાર્પણ કાર્યક્રમ ગાંધીનગરથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન, ધારાસભ્ય આત્મારામ પરમાર, બોટાદ કલેક્ટર , SP, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના લોકો હાજર રહ્યા હતા. આ પ્લાન્ટ શરૂ થવાથી જરૂરિયાતના સમયે આજુબાજુના 80 ગામના લોકોને લાભ મળશે.

આ પણ વાંચો:કચ્છ સરહદી વિસ્તારમાં 1 મિલિયન એકર ફિટ નર્મદાની પાણી પહોંચશે

ABOUT THE AUTHOR

...view details