ગુજરાત

gujarat

ભાવનગર: મહિલા બની પુરૂષ સમોવડી, જુઓ 106 વર્ષના દાદીમાની સંઘર્ષ ગાથા...

By

Published : Aug 26, 2020, 3:19 PM IST

Bhavnagar news

મહિલા વર્ગ પુરુષ વર્ગની સાથે ખભે ખભા મિલાવી આગળ વધી રહ્યો છે. હવે મહિલા અબળા નહીં પણ સબળા બની ગઈ છે. એવી એક ભાવનગર જિલ્લાના હાથબ ગામે રહેતા 106 વર્ષના દાદીમાંએ દિલચસ્ત જિંદગી જિવવાનું ઉત્તમ ઉદારણ પુરૂ પાડ્યું છે.

ભાવનગરઃ જિલ્લાના હાથબ ગામે રહેતા 106 વર્ષના દાદીમાંએ દિલચસ્ત જિંદગી જિવવાની મિસાલ પૂરી પાડે છે. એવા દાદીમાં કાળીમાંના લગ્ન ખુબ જ નાની વયે મોહનભાઇ ગોહિલ સાથે થયા હતા. તેમના 3 પુત્રો હતા. પરંતુ કુદરતને કંઈક ઔર જ મજૂર હોય એમ કાળીમાં જ્યારે 27 વર્ષના હતા ત્યારે તેંમના પતિનું અકાળે અવસાન થયું. તેમના મોટા પુત્ર હમીરભાઈની ઉંમર ફક્ત 5 વર્ષની, દેવજીભાઇની 3 વર્ષની જ્યારે નાની પુત્રીની ભાંકુબે 2 વર્ષના જ હતા. નાના 2 દીકરા અને 1 દિકરીની સંપૂર્ણ જવાબદારી કાળીમાં પર આવી ગઇ હતી.

કાળીમાંએ બાળકોની પરવરીશ અને ભરણ પોષણ માટે મજૂરીનું કામ શરૂ કર્યું હતું. ખેતરમાં કામ કરવા જાય અને એમાંથી જે મજૂરીના પૈસા મળે એમાંથી ખૂબ જ સંઘર્ષ કરીને વિકટ પરિસ્થિતિમાં ત્રણેય બાળકોને ઉછેર્યા હતા. જિવનમાં ઘણી બધી મુશ્કેલીઓ બાદ પણ કાળીમાંએ હાર માની ન હતી અને હિંમતપૂર્વક મુશ્કેલીઓનો સામનો કરતા બાળકોને મોટા કર્યા હતા.

જુઓ 106 વર્ષના દાદીમાની સંઘર્ષ ગાથા

હજુ કાળીમાંનો સંધર્ષ શરૂ જ હતો. ત્યારબાદ તેમને બને પુત્રો અને પુત્રીના લગ્ન કરાવ્યા મોટા દીકરા હમીરભાઈના લગ્ન બાદ તેમને ત્યાં 3 પુત્રો અને એક પુત્રી સહિત ચાર બાળકોનો જન્મ થયો હતો. પરંતુ, હમીરભાઈના પત્ની ભનુબેનનું કુદરતી મૃત્યુ થયું અને આ ચાર બાળકોની પણ જવાબદારી કાળીમાંના શિરે જ આવી ગઇ હતી. ત્યારબાદ અમુક વર્ષો બાદ હમીરભાઈના દીકરી કમુબેનનું પણ 29 વર્ષની ઉંમરે અકાળે મૃત્યુ થયુ અને તેમના બે બાળકોની પણ જવાબદારી કાળીમાં અને હમીરભાઈ પર આવી ગઇ હતી.

ઘરના સભ્યો વધતા આર્થિક રીતે પહોચી વળવા કાળીમાંના માર્ગદર્શન હેઠળ હમીરભાઈયે વેપાર કરવાનો નિર્ણય કર્યો. હમીરભાઇ આજુ-બાજાના ગામોમાં ખભા પર ગાંસડી રાખીને શાકભાજી અને ફ્રૂટ પગપાળા ચાલીને વેચવા જવા લાગ્યા. વર્ષો જતા નાનકડા વેપારથી શરૂઆત કરતા હમીરભાઈએ અત્યારે પોતાના પુત્રો સારી રીતે ધંધો કરી શકે એવી સગવડો ઉભી કરી છે અને હાથબ સહિત આજુ-બાજુના ગામોમાં પણ માન સન્માન સાથે બહોળું નામ બનાવ્યું છે. હાલમાં હમીરભાઈ હાથબ ગામના એક વડીલ આગેવાન તરીકે નામના ધરાવે છે.

106 વર્ષની ઉંમર ધરાવતા હોવા છતાં પણ કાળીમાં હાલતા-ચાલતા છે. તેમજ પોતાની વાડીમાં અમુક નાના-નાના કામ પણ કરે છે અને ભેંસને ચારો પણ નાખે છે. આટલી મોટી ઉંમરે પણ ગામડાના કુદરતી વાતાવરણમાં કાળીમાં એકદમ સ્વસ્થ જીવન ગાળી રહ્યા છે. જીવનમાં ઘણી નાનીમોટી મુશ્કેલીઓનો સામનો કર્યો હોવા છતાંય કાળીમાં અડીખમ ઉભા છે. કાળીમાં એક મહિલાના ધેર્ય, સંયમ,સંઘર્ષ,સહનશીલતા અને સાહસનું પ્રતીક છે.

ABOUT THE AUTHOR

...view details