ગુજરાત

gujarat

વડાપ્રધાનના આગમન પહેલા મધ રાત્રે વિપક્ષ પાર્ટીઓના પ્રમુખોનો વિરોધ

By

Published : Sep 29, 2022, 6:50 PM IST

વડાપ્રધાનના આગમન પહેલા મધ રાત્રે વિપક્ષ પાર્ટીઓના પ્રમુખોનો વિરોધ

ભાવનગરમાં વડાપ્રધાન આજે 6 હજાર કરોડ ઉપરના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે.આ પહેલા વિપક્ષ પાર્ટીઓના પ્રમુખો દ્રારા વિરોધ (protest by opposition party) કરવામાં આવ્યો હતો.જેને લઇને પોલીસે રાતો રાત વિપક્ષના નેતાઓની અટકાયતો કરી હતી.

ભાવનગરશહેરમાં આમ આદમી પાર્ટી સહિત કોંગ્રેસ નેતાઓની મધ રાત્રે કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.આજે વડાપ્રધાન6 હજાર કરોડ ઉપરના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ (Launch of development works 6 thousand crores) કરવાના છે.જેને ધ્યાનમાં લઇને રાતો રાત વિપક્ષના નેતાઓની અટકાયતો પોલીસે કરી હતી.

નેતાઓની રાતો રાત અટકાયતો ભાવનગર શહેરમાં આમ આદમી પાર્ટી સહિત કોંગ્રેસ નેતાઓની રાતો રાત અટકાયતો પોલીસે કરી હતી. કોંગ્રેસ અનેઆમ આદમીના પ્રમુખો(Presidents of Congress and Aam Aadmi) સહિત અન્ય નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

વડાપ્રધાનના આગમન પહેલા નેતાઓ ઉપર ધોસ વડાપ્રધાનના આગમન પહેલા પોલીસે રાત્રે વિપક્ષ પાર્ટીના નેતાઓ ઉપર ધોસ બોલાવી હતી. રાત્રે 1 કલાકે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અનેક નેતાઓની ધડાધડ અટકાયાતો કરવામાં આવી હતી.આજે ભાવનગરમાં(Prime Minister arrival in Gujarat) વડાપ્રધાન 6 હજાર કરોડ ઉપરના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. જેને લઇને પક્ષ વિરોધ કરે નહિ માટે રાતો રાત વિપક્ષના નેતાઓની અટકાયતો પોલીસે કરી લીધી હતી.

પીએમ આવતા કેમ અટકાયત ભાવનગરમાં 2012માં વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મનહર રાઠોડ નામના સામાજિક કાર્યકરે જાહેર સભામાં કાળા વાવટા ફરકાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો બસ ત્યારથી નરેન્દ્ર મોદીની સભા હોય ત્યારે વિપક્ષીઓ અને વિરોધીઓની અટકાયતો કરી લેવામાં આવે છે.

આ નેતાઓની અટકાયત ગત રાત્રે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ મહિપાલસિંહ ઝાલા સહિત પાંચ લોકોની રાત્રે 1 કલાકે અટકાયત કરવામાં આવી હતી. ત્યાર બાદ કોંગ્રેસના પ્રમુખ પ્રકાશ વાઘાણી,લાલભા ગોહિલ સહિતના અન્ય નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. વડાપ્રધાનના કાર્યક્રમ પૂર્ણ નહી થાય ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં નેતાઓને રાખવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details