ગુજરાત

gujarat

Board Exam: બોર્ડની પરીક્ષા અંગે ચિંતામાં રહેનારા વિદ્યાર્થીઓ અને વાલીઓને મનોચિકિત્સકે આપી ટિપ્સ

By

Published : Mar 1, 2023, 6:26 PM IST

Board Exam: બોર્ડની પરીક્ષા અંગે ચિંતામાં રહેનારા વિદ્યાર્થીઓ અને વાલીઓને મનોચિકિત્સકે આપી ટિપ્સ
Board Exam: બોર્ડની પરીક્ષા અંગે ચિંતામાં રહેનારા વિદ્યાર્થીઓ અને વાલીઓને મનોચિકિત્સકે આપી ટિપ્સ

ગુજરાતમાં બોર્ડ પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ હાલ ચિંતામાં હશે. ત્યારે ETV BHARATએ મનોચિકિત્સક સાથે આ મામલે ખાસ વાતચીત કરી હતી. શહેરના ડૉ. શૈલેષ જાનીએ વિદ્યાર્થીઓ માટે ટિપ્સ આપી છે. સૌથી વધારે પરીક્ષા પહેલા વિદ્યાર્થી સાથે 108 જેમ માતાપિતાઓએ પણ સાવધાન રહેવુ જરૂરી છે. જાણો શા માટે.

વિદ્યાર્થીઓ આટલું કરે તો થશે ચોક્કસ સફળ

ભાવનગરઃસાત સમુંદર પાર કરવા સમાન હાલ બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે જરૂર બની ગઈ છે, પરંતુ મેરું ડગે પણ મનના ડગે તેવા મન સાથે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પાસ કરવા માટે કેટલીક ટિપ્સ મનોચિકિત્સક પણ આપી રહ્યા છે. ETV BHARATએ મનોચિકિત્સક ડોક્ટર શૈલેષ જાની સાથે ખાસ વાતચીત કરી હતી. તે દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કેટલાક સૂચનો કર્યા છે. વાલીઓ માટે હાલનો સમય વિદ્યાર્થી જેટલો કપરો જરૂર કહી શકાય. ત્યારે આવો જાણીએ વિસ્તૃતમાં.

આ પણ વાંચોઃPatan News : પાટણમાં વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે બે ઝોનમાં

આકરી ગરમીમાં મગજની ગરમી પર બરફ રાખી વાંચન જરૂરીઃકાળજાળ ગરમીમાં વધુ મગજની ગરમી વધારતો દુખાવો હાલમાં વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાનો જરૂર કહી શકાય છે. ત્યારે બોર્ડની પરીક્ષાને હળવેથી કઈ રીતે લઈને પાર પાડી શકાય. આ માટે ETV BHARATએ મનોચિકિત્સક ડો. શૈલેષ જાની સાથે ખાસ વાતચીત કરી હતી તેમણે જણાવ્યું હતું કે, તેમની પાસે હાલમાં બોર્ડની પરીક્ષાને પગલે સ્ટ્રેસ અને ટેન્શન લેનારા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. આમાં માથાનો દુઃખાવો, બેચેની, ઉદાસી, ઊંઘ ન આવે, યાદ ન રહેવું, આત્મવિશ્વાસ ઓછો થવો, પેટમાં દુખવા જેવી ફરિયાદો સામે આવી રહી છે. આવી પરિસ્થિતિમાં મનથી મજબૂત બનીને ટાઈમ ટેબલ બનાવી તેને વળગી રહેવું જોઈએ.

આકરી ગરમીમાં મગજની ગરમી પર બરફ રાખી વાંચન જરૂરી

વિદ્યાર્થીઓ આટલું કરે તો થશે ચોક્કસ સફળઃધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરતા હોય છે. ત્યારે ડોક્ટર શૈલેષ જાનીએ આરોગ્યને લઈને ખાસ ધ્યાન રાખવું જોઈએ તેમ જણાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બહારની ખાણીપીણી જેમ કે પિત્ઝા, હોટડોગ, બર્ગર વગેરે ન લેવું જોઈએ. પરીક્ષા સમયે રાતદિવસ મહેનત કરતા વિદ્યાર્થીઓને ખોરાક ઉપર જો કાબૂ નહીં હોય તો બાહ્ય ખોરાકથી શારીરિક તકલીફો ઊભી થવાની શક્યતાઓ રહે છે. આના કારણે પરીક્ષાના સમયે માંદગી આવી પડે તો પરીક્ષાનું પરિણામ બદલાઈ શકે છે. આથી પરીક્ષા સમયે ખોરાકને પણ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. આ સાથે ઊંઘ 6થી 7 કલાક જરૂર લેવી જોઈએ. મેડીટેશન પ્રાણાયામ વગેરે પણ શક્ય હોય તો કરવા જોઈએ. 10 થી 12 કલાક વાંચનમાં દર એકથી બે કલાકે પાંચ મિનિટનો વિરામ લેવો પણ જરૂરી છે.

આ પણ વાંચોઃસરકારે ધોરણ 10 અને 12ના વિધાર્થીઓને શુભેચ્છા પાઠવવા 77.44 લાખનો કર્યો ખર્ચ

વાલીઓએ ખાસ 108 જેમ રહેવું જોઈએ એલર્ટઃબોર્ડની પરીક્ષાના પ્રારંભ પહેલાની વાત આપણે કરી, પરંતુ ચાલુ બોર્ડની પરીક્ષાથી કેટલાક વિદ્યાર્થીઓ ડિપ્રેશન જોવા મળતા હોય છે. પેપર સારું નહીં ગયું હોવાથી વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવે છે અને બાકી રહેતા પેપરોમાં પણ ખરાબ પ્રદર્શન તેમના દ્વારા થઈ જતું હોય છે. જોકે, માતાપિતાઓ માટે આ સમયગાળો ખૂબ જ સંવેદનશીલ બની જાય છે. કેટલાક વિદ્યાર્થીઓ ઘણો સમય ન સમજી શકાય તેવું પગલું ભરી લેતા હોય છે. આ અંગે ડો. શૈલેષ જાનીએ જણાવ્યું હતું કે, માતાપિતાએ પરીક્ષા દરમિયાન બાળકના વાણી વર્તનમાં કોઈ ફેરફાર જોવા મળે જેમ કે ઊંઘ ન આવી, ભૂખ ન લાગવી, ચીડિયાપણું, ગુસ્સો આવે, કંટાળો આવે છે, અને મરી જવાની વાત કરે ત્યારે ચોક્કસપણે મનોચિકિત્સકની મુલાકાત લઈને ધ્યાન રાખવું જોઈએ. આમ તો માતાપિતાએ બાળક પર પરીક્ષા શરૂ થવાથી લઈને પૂર્ણ થયા બાદ પરિણામ સુધી બાળકના વર્તન ઉપર નજર રાખતા રહેવું જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details