- 39 વર્ષ જેટલી જહાજે દરિયાઇ મુસાફરી કરી
- બાલા-સી પોતાની અંતિમ સફરે નીકળ્યું
- બાલા-સી નામના જહાજનું અલંગ ખાતે ભંગાણ
ભાવનગર :જિલ્લાના અલંગ ખાતે અત્યાર સુધીમાં આવેલા લગ્જરિય્સ જહાજો પછી કોરોનાની બીજી લહેરમાં અલંગ ખાતે આગામી દિવસોમાં પ્લોટ નંબર-4માં આખી ટ્રેન માલ સામાન સાથે પરિવહન કરી શકે તેવું બાલા-સી નામનું જહાજ ભંગાણ અર્થે આવી રહ્યું છે. આ જહાજની વાત કરવામાં આવે તો આ જહાજનું 1982માં સિંગાપોર ખાતે નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : છેલ્લાં 6 માસમાં Alangમાં 108 જહાજો ભંગાણ અર્થે આવ્યાં
જહાજ પોતાની અંતિમ સફરે નીકળ્યું
બાલા-સી નામ ધરાવતું વિશાળકાય રો-રો રેલ ફેરી વ્હેસલ નામ તરીકે પણ ઓળખાતું હતું. આ જહાજમાં ખાસ કરીને માલ-સામાન ભરેલી ટ્રેનની બોગીઓનું પરિવહન કરવામાં આવતું હતું. આ જહાજે 39 વર્ષ સુધી દરિયાઈ મુસાફરી કરીને છેલ્લે અમેરિકાના જુદા-જુદા બંદરો પર પરિવહન કરનારા જહાજનું વજન 12 હજાર મેટ્રિક ટન LDT ધરાવતું જહાજ પોતાની અંતિમ સફરે નીકળી ગયું છે. આગામી જુન માસમાં કસ્ટમ, JPCB, JMB, IRB સહિતના સરકારી વિભાગોનું ક્લિયરન્સ મળ્યા પછી પ્લોટ નં-4માં અંતિમ પડાવ પૂર્ણ કરશે.