ગુજરાત

gujarat

ભરૂચ ક્રાઈમબ્રાન્ચે હથિયારના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી

By

Published : Jun 29, 2021, 3:55 PM IST

ભરૂચ ક્રાઈમબ્રાન્ચે હથિયારના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી

ભરૂચમાં ગુનાઓની પ્રવૃત્તિઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભરૂચ ક્રાઈમબ્રાન્ચે જિલ્લામાંથી હથિયારના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી બિહારથી હથિયારનો જથ્થો લાવ્યો હતો. પોલીસે 61,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

  • ભરૂચ ક્રાઈમબ્રાન્ચે હથિયારના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ
  • આરોપી બિહારથી હથિયારનો જથ્થો લાવ્યો હતો
  • પોલીસે 61,000 રૂપિયાથી વધુની કિંમતના હથિયાર કબજે કર્યા


ભરૂચઃ જિલ્લામાં ક્રાઈમબ્રાન્ચે દેરોલ ચોકડી નજીકથી પિસ્તોલ અને કારતૂસના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયોલો આરોપી બિહારથી હથિયાર લાવી ભરૂચ આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચો-લૂંટ કરવાના ઇરાદે જતા બે રીઢા શખ્સોને વાસદ પોલીસે હથિયાર સાથે ઝડપી પાડયા

આરોપી બિહારથી હથિયારનો જથ્થો લાવ્યો હતો

ભરૂચમાંથી હથિયારનો જથ્થો ઝડપાયો

સંવેદનશીલ ગણાતા ભરૂચમાંથી ફરી એકવાર હથિયાર સાથે એક આરોપી ઝડપાયો છે. ભરૂચ ક્રાઈમબ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, એક શખ્સ હથિયારના જથ્થા સાથે ફરી રહ્યો છે, જેના આદધારે પોલીસે દેરોલ ચોકડી નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક શખ્સ ટ્રાવેલિંગ બેગ સાથે આવતા તેને રોકી બેગની તપાસ કરવામાં આવતા બેગમાઠી હથિયાર મળી આવ્યા હતા. પોલીસે બેગમાંથી 2 પિસ્તોલ, ખાલી મેગઝિન અને 19 જિવતા કારતૂસ મળી આવ્યા હતા. ઝડપાયેલા આરોપી સેરાજ અન્સારીની પૂછતાછ કરતાં તે હાલ આમોદની એકતાગ્રીન સોસાયટીમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું.
આ પણ વાંચો-જામનગરમાં હથિયાર મળવાનો સિલસિલો યથાવત

બિહારથી હથિયાર લાવ્યો હોવાનો ખુલાસો

આરોપી મૂળ બિહારનો છે અને બિહારથી જ તે આ હથિયારો લાવ્યો હતો. આરોપી મલેશિયા પણ રહી આવ્યો છે અને દેશના વિવિધ રાજ્યોમાં ફરી ભરૂચ આવ્યો હતો ત્યારે તે આ હથિયારનો જથ્થો ભરૂચમાં કોને આપવાનો હતો. તે સહિતના પ્રશ્નોના જવાબ મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રથયાત્રા સહિતના તહેવારોને લઈ ડ્રાઇવ શરૂ કરાઈ

અત્યારે રથયાત્રા સહિતના તહેવારો આવી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લો ગેરકાયદેસર હથિયારમુક્ત બને એ માટે જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેમાં ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે.

ABOUT THE AUTHOR

...view details