ગુજરાત

gujarat

ભરૂચમાં ટ્રાફિક નિયમોના પાલન માટે પોલીસ દ્વારા ઇ-મેમોની શરૂઆત

By

Published : Jun 16, 2020, 5:27 PM IST

Updated : Jun 16, 2020, 5:52 PM IST

ભરૂચમાં ટ્રાફિક નિયમોના પાલન માટે પોલીસ દ્વારા મંગળવારના રોજ ઇ મેમોની શરૂઆત કરવામાં આવી છે. ભરૂચ નગર પાલિકા હદ વિસ્તારના વિવિધ ટ્રાફિક પોઇન્ટ પર 358 CCTV અને NPR કેમેરા લગાવાયા આવ્યા છે. જો લોકો ટ્રાફિકના નિયમનો ભંગ કરતા કેમેરામાં ઝડપાયા તો ઇ મેમો ઘરે આવશે. હેલમેટના નિયમમાંથી શહેરીજનોને મુક્તિ અપાઈ છે.

bharuch
પોલીસ દ્વારા ઇ મેમોની શરૂઆત

ભરૂચઃ જિલ્લામાં ટ્રાફિક નિયમોના પાલન માટે પોલીસ દ્વારા મંગળવારના રોજ ઇ મેમોની શરૂઆત કરવામાં આવી છે. ભરૂચ શહેરમાં હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા ઝડપાશો તો ઈ મેમો સીધો ઘરે જ આવશે. વિકસતા જતા ભરૂચમાં વાહનોની સંખ્યા વધી રહી છે અને ટ્રાફિકનો પ્રશ્ન દિનપ્રતિદિન વિકટ બની રહ્યો છે, ત્યારે ભરૂચમાં રાજ્ય સરકાર દ્વારા સેફ એન્ડ સિક્યોર ગુજરાત સૂત્ર સાથે વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.

ભરૂચમાં ટ્રાફિક નિયમોના પાલન માટે પોલીસ દ્વારા ઇ-મેમોની શરૂઆત

ભરૂચ નગર પાલિકા હદ વિસ્તારના વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર 358 CCTV અને NPR કેમેરા લગાવવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. મંગળવારથી પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને ઈ મેમો આપવાની શરૂઆત કરવામાં આવશે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા ઝડપાશો તો મેમો સીધો તમારા ઘરે આવશે અને બાદમાં તેના દંડની રકમ તમારે ભરપાઈ કરવી પડશે. હેલમેટ ન પહેરવું, ત્રિપલ સીટ બાઈક હંકારવું, ઓવરસ્પીડ જવું, રોંગ સાઈડ જવું અને કારમાં સીટ બેલ્ટ ન બાંધવા સહિતનાં ટ્રાફિકના નિયમોનું પાલન જરૂરી છે અને આ તમામ નિયમનો ભંગ કરતા ઝડપાયા તો હવે તમારે દંડ ભર્યે જ છૂટકો છે.

ભરૂચમાં ટ્રાફિક નિયમોના પાલન માટે પોલીસ દ્વારા ઇ મેમોની શરૂઆત

ભરૂચ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે કંટ્રોલ રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે અને ત્યાં તમામ કેમેરાનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ માટે 32 લોકોનો સ્ટાફ પણ રાખવામાં આવ્યો છે. ઈ ચલણ પોસ્ટ મારફતે લોકોના ઘરે મોકલાશે અને અંકલેશ્વર શહેર, જંબુસર ટાઉન અને ભરૂચ A ડીવીઝન પોલીસ મથક ખાતે ઈ ચલણ ભરી શકાશે. હાલ શહેરમાં ઝીબ્રા ક્રોસિંગની કામગીરી ચાલુ છે, ત્યારે ઝીબ્રા ક્રોસિંગ અને હેલમેટના નિયમમાંથી શહેરીજનોને મુક્તિ આપવામાં આવી છે.

Last Updated :Jun 16, 2020, 5:52 PM IST

ABOUT THE AUTHOR

...view details