ગુજરાત

gujarat

Bullet Train : નર્મદા નદી પર બુલેટ ટ્રેનનો સૌથી લાંબો બ્રિજ

By

Published : Jan 18, 2023, 6:37 PM IST

Bullet Train : નર્મદા નદી પર બુલેટ ટ્રેનનો સૌથી લાંબો બ્રિજ

બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને લઈને વિવિધ જગ્યાએ તડામાર કામગીરી ચાલી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે ટોટલ 31.3 કિલોમીટર લાંબી રેલવે લાઈન તેમજ 783 પીલર બનાવવામાં આવશે. આ ઉપરાંત સૌથી લાંબો બ્રિજ નર્મદા પર બનાવવામાં આવશે તેવી માહીતી મળી રહી છે. (Bullet train operation in Bharuch)

ભરૂચ :બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં ગુજરાતના ભરૂચ ખાતે પણ સ્ટોપેજ આપવામાં આવેલું છે. ભરૂચના મનુબર ગામ નજીક બુલેટ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવેલું છે. જેના રેલવે સ્ટેશનનું કામ પણ શરૂ કરી દેવામાં આવેલ છે. મનુબર ગામ નજીક બુલેટ ટ્રેનનું રેલવે સ્ટેશનનું ભવ્ય નિર્માણ થશે. ભરૂચ જિલ્લામાંથી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે 31.3 કિલોમીટર જેટલી રેલ્વે લાઈન પાસ થશે. આ ઉપરાંત ટ્રેનના પ્રોજેક્ટ માટે જિલ્લામાંથી ટોટલ 783 પીલર ઊભા કરવામાં આવશે. જેનું 40 ટકા કામ પૂર્ણ થવાને આરે છે.

નર્મદા નદી પર બ્રિજ : ભરૂચમાં નર્મદા નદીમાં ભરતીને લઈ બુલેટ ટ્રેનના બ્રિજ નિર્માણમાં મુખ્ય પુલની બન્ને બાજુ 8 મીટર પહોળાઈના કામ ચલાઉ 2 એક્સેસ બ્રિજનું ચાલતું નિર્માણ કરવામાં આવ્યું છે. નર્મદા બ્રિજ બાદ તાપી અને મહી બ્રિજ 720 મીટરની લંબાઈ સાથે બીજા નંબરે લંબાઈમાં રહેશે. ભરૂચ શહેરમાં નર્મદા નદી પરનો 1.2 કિલોમીટર લાંબો પુલ 508 કિલોમીટરના બુલેટ ટ્રેન કોરિડોર પરનો સૌથી લાંબો પુલ બનવાની તૈયારીમાં છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ NHSRCLએ જણાવ્યું હતું કે બ્રિજ જૂન 2024 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.

પુલના બાંધકામની સરખામણી : NHSRCLના દ્વારા માહિતી આપવામાં આવેલી કે, નવીનતમ ટેક્નોલોજીના અનુકૂલનની બાંધકામનો સમય કોઈપણ નદી પરના પુલના બાંધકામની સરખામણીમાં લગભગ અડધો ટાઈમ થઈ જશે. અમે તેને 2024 સુધીમાં પૂર્ણ કરવાની આશા રાખીએ છીએ. શર્મા જમ્મુ ઉધમપુર કટરા પ્રોજેક્ટનું નિર્માણ કરનારી ટીમનો પણ એક ભાગ હતા.

આ પણ વાંચોબુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સુરતનો સિંહફાળો, જમીનથી ઉપર કેવી રીતે દોડશે છુકછુક ગાડી જૂઓ

કઈ કઈ નદીમાં પસાર થશે ટ્રેન : NHSRCL મુજબ, પ્રોજેક્ટ હેઠળ કુલ 20 બ્રિજ બાંધવામાં આવશે. કારણ કે બુલેટ ટ્રેન નર્મદા, સાબરમતી, મહી, પાર, કાવેરી, પૂર્ણા અંબિકા, દરોથા, દમણ ગંગા, કોલક, મીંઢોલા, અનુરાગા, ખરેરા જેવી નદીઓને પાર કરશે. તાપી, કીમ, ધાધર, વિશ્વામિત્રી, મોહર, વાત્રક અને મેશ્વો. સૌથી લાંબો બ્રિજ નર્મદા પર બનશે, ત્યારબાદ તાપી અને મહી જે લગભગ 720 મીટરનો હશે. અમે જૂન 2024 સુધીમાં તમામ બ્રિજનું બાંધકામ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

આ પણ વાંચોઅમદાવાદ બુલેટ ટ્રેનનું A to Z, દાંડી યાત્રાની થીમનું સ્ટેશન જોવા મળશે

નર્મદા નદીમાં ભરતીની અસર: નર્મદા નદીના પ્રવાહની અંદર કુવાઓના નિર્માણના હેતુ માટે, નેવિગેશનની મંજૂરી આપવા માટે તેમની વચ્ચે 60 મીટરના અંતર સાથે આઠ મીટર પહોળાઈના બે કામચલાઉ એક્સેસ બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં ભરતીની અસર છે અને તે નદી પરના બાંધકામને અસર કરી શકે છે. તેથી ચોમાસા દરમિયાન પાણીના સ્તરમાં વધારો થવાની અસરને દૂર કરવા માટે ચોક્કસ ઊંચાઈ પર એક કામચલાઉ એક્સેસ બ્રિજ બનાવ્યો છે. હવે 24 કલાક કામ કરી શકીએ છીએ.

ABOUT THE AUTHOR

...view details