ગુજરાત

gujarat

ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા આખું ગામ તેલ લેવા ગયું

By

Published : Sep 6, 2022, 4:43 PM IST

ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા આખું ગામ તેલ લેવા ગયું

ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં ટેન્કરમાંથી તેલનો જથ્થો રેલાતાં તેલના ખાબોચિયા ભરાઇ ગયાં હતાં. લોકોને આ બનાવની જાણ થતાં જ તેઓ દોડી આવીને ખોબે ખોબે પણ તેલ ભરતા નરજે પડ્યા હતા.Accident between truck and tanker, Accident in Bharuch, National Highway 48

ભરૂચ અંકલેશ્વર અને ભરૂચને જોડતા નેશનલ હાઇવે નંબર 48 પર માંડવા (National Highway 48 )પાટીયા પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટેન્કરમાંથી પામોલીન તેલનો જથ્થો રોડ ઉપર ઢોળાયો (Accident between truck and tanker)હતો. ઉપરાંતરસ્તા પર પણ તેલ રેલાતાં તેલના ખાબોચિયા ભરાઇ ગયાં હતાં. આસપાસના લોકોને બનાવની જાણ થતાં જ તેઓ ડબ્બા, વાસણ, બાટલી, કેરબા સાથે દોડી આવીને ખોબે ખોબે પણ તેલ ભરતા નરજે પડ્યા હતા.

લોકોએ કરી તેલની લૂંટસુરતથી પામોલીન તેલનો જથ્થો ભરીને રાજકોટ તરફ જતી ટ્રકને અંકલેશ્વરના માંડવા (Accident in Bharuch)પાટીયા નજીક ટેન્કર સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અને ટેન્કરના ચાલકોને નાની મોટી ઇજાઓ થવા પામી હતી. આ અકસ્માતમાં ટ્રકમાં રહેલો પામોલીનતેલનો જથ્થો રોડ ઉપરઢોળાતા હતો. માંડવા ગામના લોકો પોતાના ઘરેથી ખાલી વાસણો લઈને રોડ ઉપર આવીને પામોલીન તેલનો જથ્થો ભરતા નજરે પડ્યા હતા. કેટલાક લોકો તો પોતાના જીવના જોખમે આ તેલનો જથ્થો રોડ ઉપર પડેલો હોય તે ભરતા જ નજરે પડ્યા હતા. આ ઘટનાની જાણ થતા અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચીને અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details