ગુજરાત

gujarat

ભાજપ-કોંગ્રેસની સભામાં કંઈ સવાલ પૂછો તો પોલીસ આવી લઈ જાયઃ ઈટાલિયા

By

Published : Aug 28, 2022, 8:18 PM IST

ભાજપ-કોંગ્રેસની સભામાં કંઈ સવાલ પૂછો તો પોલીસ આવી લઈ જાયઃ ઈટાલિયા

વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દરેક મોરચે સક્રિય થઈ રહી છે. ખાસ કરીને જિલ્લા અને તાલુકાઓમાં જઈને પ્રજાને સાંભળવામાં આવે છે. ભરૂચની મુલાકાતે આવેલા ગોપાલ ઈટાલિયાએ વેપારીઓના પ્રશ્નો સાંભળીને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. જેમાં ગુજરાત માથે વધી રહેલા દેવા અંગે વાત કરી હતી. જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બને તો પાયાની તમામ સુવિધાઓ સુધારવા ખાતરી આપી હતી. Aam Admi Party Bharuch, Gopal Italia Target BJP, Gujarat Government

ભરૂચઃભરૂચના સ્ટેશન રોડ ઉપરની એક હોટલમાં આમ આદમી પાર્ટીનો વેપારીઓ (Aam Admi Party Bharuch) સાથેનો સંવાદ યોજાયો હતો. જેમાં જિલ્લાભરના વેપારીઓ જોડાયા હતા. આ સંવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ (Aam Admi Party Gopal Italia) વેપારીઓના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ભરૂચના સ્ટેશન રોડ ઉપરની એક હોટલમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાની ઉપસ્થિતિમાં યોજાયેલા વેપારીઓ સાથેના સંવાદમાં વેપારીઓ અને ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો વેપારીઓ અને ખેડૂતોએ રજૂ કર્યા હતા.

ભાજપ-કોંગ્રેસની સભામાં કંઈ સવાલ પૂછો તો પોલીસ આવી લઈ જાયઃ ઈટાલિયા

આ પણ વાંચોઃ કચ્છમાં વડાપ્રધાનના રોડ શો ને લઇને જાણો કયા રસ્તાઓ રહેશે બંધ

સુવિધાનો અભાવઃઆ સંવાદમાં વેપારીઓએ ટેક્સ ભરવા છતાં માળખાકીય સુવિધા ન મળતી હોવાના આક્ષેપ કર્યા હતા. કેટલાક ખેડૂતોએ કપાસના જીન ઉપર કેટલા લોકોએ કબજો જમાવ્યો હોવાના આક્ષેપ કર્યા છે.બિલકીસબાનું ગેંગરેપમાં ગુજરાત સરકારની રજૂઆતથી રાક્ષસોને છોડી મૂકવામાં આવ્યા હોવાનો સવાલ ઉઠાવ્યો હતો. ગોપાલ ઇટાલીયાએ પણ ગુજરાત સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ગુજરાત સરકારને ભગવાન સદબુદ્ધિ આપે મહિલાઓ પર અત્યાચારની ઘટના બનતી હોય તો તેવા પાપીઓને ક્યારેય માફ ન કરી શકાય.

બન્ને પાર્ટીને વેવાણઃબન્ને પાર્ટીને ઈટાલિયાએ વેવાણ પાર્ટી ગણાવી હતી. એક વેવાઈ ભાજપનો ધારાસભ્ય હોય તો બીજો સામે વેવાઈ કોંગ્રેસનો હોય અને મિલી જુલી સરકાર હોવાના આક્ષેપ કર્યા હતા. વેપારીઓને એક મોકો આપને આપો. આમ આદમી પાર્ટી વેપારીઓની સમસ્યા સૌ પ્રથમ સાંભળશે. ભાજપ કોંગ્રેસની સભામાં જાવ અને કંઈ સવાલ પૂછો તો ચાર પોલીસ આવી તેની ટીંગાટોળી કરી બહાર લઈ જાય. આમ આદમી પાર્ટી દરેક વ્યક્તિની વાત સાંભળશે તેની પીડા સાંભળશે અને તેનો હલ કેવી રીતે આવી શકે તે દિશામાં કામ કરનારી પાર્ટી છે.
ભરૂચ જિલ્લાની સાત ઔદ્યોગિક વસાહત હોવા છતાં સ્થાનિકો બેરોજગાર હોવા મુદ્દે સવાલ ઉઠ્યા..?

આ પણ વાંચોઃ કચ્છની ખુમારીને સમર્પિત વિશેષ મ્યૂઝિયમ સ્મૃતિવનને વડાપ્રધાનના હસ્તે કરાશે લોકાર્પણ

રોજગારીનો મુદ્દોઃભરૂચ જિલ્લાની સાત ઔદ્યોગિક વસાહતો હોવા છતાં માત્ર પરપ્રાંતીઓને સૌપ્રથમ રોજગારી અપાય છે. પરંતુ સ્થાનિક બિચારો હંમેશાં બેરોજગાર બની રહેતો હોય છે. આમ આદમી પાર્ટી સત્તા પર આવે તો 80% ઉદ્યોગોમાં સ્થાનિક લોકોને રોજગારી મળે તેવી આશાઓ વ્યક્ત કરાઈ હતી. ભરૂચ જિલ્લાની સ્થિતિ ગંભીર બની ગઈ છે

ABOUT THE AUTHOR

...view details